રાવણોહ્મ ભાગ ૧૬
રાવણોહ્મ ભાગ ૧૬


કોટડીમાં બંધનાવસ્થામાં કેદ સોમ પોતાનાથી નિરાશ થઈને એક ગીત ગાઈ રહ્યો હતો જેના શબ્દોથી તે કોટડીની દીવાલો ધ્રુજી રહી હતી. ગીત સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મિશ્રણથી બન્યું હતું.
ધર્મનાશનાય , જાતિવિનાશાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
શોષિતસ્ય ઉત્કર્ષયઃ , સદજન ઉત્થાનાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
સુર પરાજયાય , અસુર વિજયાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
સપ્તદ્વીપસ્વામી , દક્ષિણાર્ણ્ય સ્વામી
પૌલત્સ્ય વૈશ્રવણ પુત્ર , રાવણોહ્મ રાવણોહ્મ
ઇંદ્રજીતસ્ય તાત , જ્ઞાની કુંભકરણસ્ય ભ્રાત
મહાશિવભક્ત ચતુર્વેદ જ્ઞાની , રાવણોહ્મ રાવણોહ્મ
દશવિદ્યાધારી , સર્વશક્તિશાલી
અહમ પરશુસ્વામી મહાતેજધારી , રાવણોહ્મ રાવણોહ્મ
સ્ત્રીજાતિ રક્ષણાય , સ્ત્રીજાતિ ઉધ્ધારાય
અહમ કિમ કૃતયે , રાવણોહ્મ રાવણોહ્મ
આ ગીત તે ગાઈ રહ્યો હતો ત્યાંજ તેની કોટડીમાં નિલીમાનો અવાજ સંભળાયો તે કહી રહી હતી સોમ સર મને માફ કરી દો મેં રુદ્રાને ઈશારે તમારી સાથે છળ કરીને ફોટા પાડ્યા હતા. આપ નિર્દોષ છો. આપણી અને મારી વચ્ચે કોઈ શારીરિક સંબંધ બન્યો નહોતો. આ શબ્દો સાંભળીને સોમની આંખોમાં આંસુ આવી ગયા. ઘણા સમયથી તે પોતાને ઘૃણા કરી રહ્યો હતો. તેને લાગવા લાગ્યું હતું કે જયારે તે રાવણમાં પરિવર્તિત થાય છે ત્યારે દુષ્કૃત્યો કરે છે પણ નીલિમાના સાંભળેલા અવાજ તેની નિર્દોષતાનો પુરાવો હતો. તે સમજી ગયો કે આ મેસેજ તેના દીકરા વિક્રાંતે તેના સુધી પહોંચાડ્યો છે. પછી ધીરે ધીરે તે શિવના નામનું સ્મરણ કરવા લાગ્યો અને ધીરે ધીરે તેનું મસ્તિષ્ક જાગૃત થવા લાગ્યું. તેણે આજુબાજુ નજર કરી તો તેણે જોયું કે તે એક કોટડીમાં બંધ છે અને તે હલી પણ ન શકે એટલા બંધનો હતા.
ઇજિપ્ત ની એક ફ્લાઈટમાં વિક્રાંત, કાદરભાઈ, પ્રદ્યુમનસિંહ અને જસવંત બેઠા હતા. વિક્રાંત આંખો બંધ કરીને વિચાર કરી રહ્યો હતો કે સંકેતને મુસીબતમાં નાખીને મેં મોટી ભૂલ કરી છે. તેને આશા ન હતી કે તેઓ છેક ઇજિપ્ત લઇ જશે. સંકેત તેનો બાલમિત્ર હતો અને બંનેના ચેહરા અને હાઈટ બોડી મળતા આવતા હતા. બંને સાથે ઉભા હોય તો તરત માં ખબર ન પડતી કે કોણ વિક્રમ અને કોણ સંકેત. સંકેત આર્કિઓલોજીસ્ટ હતો અને તેની સાથે જુદા જુદા ઐતિહાસિક સ્થળોએ પણ આવતો અને વિક્રાંતે તે કાળી દુનિયા નો સાધક છે તે વાત છુપાવી નહોતી. અને સંકેત તેની જેમ બહાદુર હતો તેથી વિક્રાંતે પોતાની જગ્યાએ સંકેત ને મોકલ્યો જેથી તેઓ સંકેત ને વિક્રમ સમજી પકડી લે અને પછી જ્યાં કેદ કરે ત્યાંથી સંકેત અને તેના માતાપિતાને છોડાવે. વિક્રમ ને આશા હતી કે જ્યાં માતાપિતા કેદ હશે ત્યાંજ સંકેત ને રાખશે. તેથી સંકેતના કપડામાં એક ટ્રેકર છુપાવ્યું હતું અને ગળામાં એક લોકેટ પહેરાવ્યું અને કહ્યું જયારે તેને કોઈ કોટડીમાં પુરવામાં આવે ત્યારે તે લોકેટ નું ચકતું ખોલી દેવું.
સંકેતના ગયા પછી કાદરભાઈનો તેને ફોન આવ્યો તેમણે કહ્યું પ્રદ્યુમનસિંહ તને મળવા માંગે છે. વિક્રમ કોમ્પ્યુટર સામે બેઠો હતો તેણે કહ્યું તેમને લઈને મારા ઘરે આવી જાઓ હું અહીંથી ખસી શકું તેમ નથી પછી તેણે કાદરભાઈને સંકેત વિષે વાત કરી. તે કોમ્પ્યુટર મોનિટરમાં નકશા પર ટપકું ખસતું જોઈ રહ્યો તે પુણે નજીક હતું અને અચાનક તે ગાયબ થઇ ગયું અને થોડીવાર મેપ પર શોધ્યું , તે ટપકાનું લોકેશન ઇજિપ્ત માં હતું. વિક્રાંતના હૃદય ના ધબકારા વધી ગયા તે સમજી ગયો કે સંકેત ને મોટી મુસીબતમાં નાખી ચુક્યો છે. એટલામાં કાદરભાઈ અને પ્રદ્યુમનસિંહ તેના ઘરે પહોંચ્યા. વિક્રાંતે કહ્યું કાદરભાઈ મને લાગે છે તે લોકો પપ્પાને ઇજિપ્ત લઇ ગયા છે કારણ સંકેતને પણ તેઓ ત્યાં લઇ ગયા છે અને ત્યાં કોઈ પિરામિડમાં રાખ્યા હશે કારણ ટ્રેકર પિરામિડમાં કામમાં નથી આવતું. કાદરભાઈએ ગહન આશ્ચર્ય સાથે કહ્યું આટલી ઝડપથી કેવી રીતે શક્ય છે ? પ્રદ્યુમનસિંહે કહ્યું ઇજિપ્તની કાળી શક્તિઓ પાસે ઘણા સ્ત્રોત છે જેનાથી તે ઝડપથી આવાગમન કરી શકે. મને લાગે છે તેમને અહીં નાનું પિરામિડ બાનવીને તેની શક્તિનો ઉપયોગ કર્યો હશે. વિક્રાંતે બહુ અદબથી પૂછ્યું વડીલ આપ આપનો પરિચય આપશો કારણ મેં એક વાર આપનું નામ મારા પપ્પાના મોઢે સાંભળ્યું છે પણ પ્રત્યક્ષ પરિચય નથી. પ્રદ્યુમનસિંહે કહ્યું કે હું અને મારા પરિવાર નો દરેક સભ્ય મહાવતારબાબાનો સેવક છે. અમે તેમના આદેશોનું પાલન કરીયે છીએ. તારા પિતાએ પણ ઘણાબધા કામો તેમના આદેશ પ્રમાણે કર્યા છે. તું એમ સમજ કે હું પોસ્ટમેન છું. તેમના આજ્ઞાપાલન માટે મારો પરિવાર બાધ્ય છે. તેમનો પરિચય મેળવ્યા પછી વિક્રાંતે કહ્યું કાદરભાઈ મારે ઇજિપ્ત જવું પડશે એટલે ત્યાં જતી પહેલી ફ્લાઇટ ની ટિકિટ બુક કરી લઉં છું. કાદરભાઈએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે તને એકલો નહિ જવા દઉં મારી અને જસવંતની પણ ટિકિટ કઢાવ. ત્યાંજ પ્રદ્યુમનસિંહે કહ્યું હું પણ આવી રહ્યો છું મારી પણ ટિકિટ બુક કરાવ. વિક્રમે કહ્યું વડીલ. પ્રદ્યુમનસિંહે કહ્યું તારી સાથે જવાનો આદેશ મને બાબા તરફથી મળ્યો છે જેનું ઉલ્લઘન હું ન કરી શકું મને લાગે છે મારી ત્યાં જરૂર પડશે. કમને વિક્રાંતે ચારેયની ટિકિટ કઢાવી અને બધા ઇજિપ્ત જવા નીકળ્યા.