Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

રાવણોહ્મ ભાગ ૧૨

રાવણોહ્મ ભાગ ૧૨

5 mins
250


   કાદરભાઈ એ એક અડ્રેસ લખાવ્યું, થોડીવાર પછી વિક્રાંત એક નાની રેસ્ટોરેન્ટમાં પહોંચ્યો. કાઉન્ટરની પાછળ બેસેલા કાદરભાઈ ને તે ઓળખી ગયો. સોમે પાછલા વરસે તેની ઓળખાણ કાદરભાઈ સાથે કરાવી હતી અને કહ્યું હતું કે કાદરભાઈ મારા દરેક કામમાં સાથીદાર છે અને કોઈ કારણસર હું ક્યાંક ફસાઈ જાઉં તો તેમની મદદ લેજે, તે વખતે તેને અજુગતું લાગ્યું હતું પણ આજે તેનો અર્થ ખબર પડ્યો હતો. કાદરભાઈએ વિક્રાંત ને ઈશારો કરીને પાછળ જવાનું કહ્યું અને કોઈ વિક્રાંતની પાછળ તો નથીને તે વાત ની ખાતરી કર્યા પછી તે વિક્રાંતની પાછળ ગયા અને તેને લઈને એક નાની ઓરડીમાં ગયા. તેમણે વિક્રાંત ને એક ખુરસીમાં બેસવા કહ્યું. વિક્રાંતે કહ્યું કે કાદરભાઈ આ શું થઇ રહ્યું છે તેની ખબર નથી પડતી. મારા પપ્પા ગાયબ થઇ ગયા, મોમે ફોન કરીને બોલાવ્યો અને આવ્યો તો ખબર મળ્યા કે તે પણ ગાયબ છે. દુશ્મન કોણ છે તેની પણ ખબર નથી તમારી પાસે કોઈ જાણકારી હોય તો તે કહો. કદરભાઈએ કહ્યું ખુબ દૂર થી આવ્યો છે પહેલા થોડો નાસ્તો કરી લે પછી તને બધી વાત કરું છું. વિક્રાંતને ભૂખ પણ લાગી હતી તેથી તેણે કોઈ વિરોધ ન કર્યો. કાદરભાઈએ ચા નાસ્તો મંગાવ્યો તે પતાવ્યા પછી કાદરભાઈએ કહ્યું સોમ સર મારા અને મારા જેવા ઘણા લોકોના ગુરુ છે અને તેમનું ગાયબ થવું એ જેટલો તારા માટે ચિંતાનો વિષય છે એટલે અમારા માટે પણ છે.


   આપણે વિષય ને બે ભાગમાં વિભાગીયે એક તો તેમના પર થયેલા આરોપો અને બીજો જંગલમાં તેમના પર થયેલો હુમલો અને પછીથી થયેલો બચાવ. વિક્રાંતે પૂછ્યું જંગલમાં હુમલો ? તેઓ ત્યાં શા માટે ગયા હતા ? કાદરભાઈએ કહ્યું પુરી વાત તો મને ખબર નથી પણ મારો અંદાજો છે કે તેઓ આ છોકરીને શોધવા ત્યાં ગયા હતા, એમ કહીને તેમણે પોતાનો મોબાઈલ વિક્રાંત ની સામે ધર્યો જેમાં નિલીમાનો ફોટો હતો. વિક્રાંતે પૂછ્યું શું આ તેજ છોકરી છે જેણે પપ્પા પર આરોપ લગાવ્યો હતો ? કાદરભાઈએ કહ્યું ના આ છોકરી તો સોમ સરની સેક્રેટરી હતી પણ વિક્રાંતના ચહેરા પર પ્રશ્નચિહ્ન જોઈને આગળ કહ્યું ૬ મહિના પહેલા તે અચાનક ગાયબ થઇ ગઈ પછી જસવંત પાસેથી મળેલી બધી માહિતી અને સોમ સાથે થયેલી વાતચીત વિક્રાંત ને કહી. વિક્રાંત આશ્ચર્યમાં પડી ગયો તેણે કહ્યું બધી વાતો જુદી જુદી લાગે છે એકેય ના છેડા નથી અડતા. મૉમ અહીં હોત તો વાત પર પ્રકાશ પાડી શકત, હવે શરૂઆત ક્યાંથી કરવી તેની ખબર નથી પડતી. કાદરભાઈએ કહ્યું નીલિમાની તપાસ તો જસવંત કરી રહ્યો છે તે દિલ્હીમાં છે એવા સમાચાર છે તો તમે સહ્યાદ્રીનાં જંગલથી શરૂઆત કરો અને સોમ સરે તે વખતે મોકલેલું લોકેશન હું તમને મોકલું છું અને હું સાગરને બોલવું છું તે તમારા મૉમનું અપહરણ થયું તેનો સાક્ષીદાર છે. સાગરે કહ્યું કાદરભાઈએ આપેલા આદેશ મુજબ હું તમારી મમ્મીની આસપાસ જ રહેતો હતો, તમારી મમ્મીને ખબર ન પડે તેમ. તે દિવસે કુલકર્ણી તમારા ઘરે આવ્યો અને તે પછી તમારા મમ્મી અને કુલકર્ણી તેની ગાડીમાં નીકળ્યા, હું થોડો જ પાછળ હતો અને મેં દૂર થી જોયું કે તમારા મમ્મી સીટ પર ઢળી પડ્યા અને કુલકર્ણીએ તેમનો હાથ પકડ્યો અને બંને જણા અદ્રશ્ય થઇ ગયા. હું દોડીને ગાડી પાસે ગયો પણ અંદર કોઈ ન હતું. આ વખતે કોઈ ભયંકર જીવો સાથે પનારો પડ્યો છે.


      આ તરફ નર્મદાશંકર તે છોકરા સાથે વાત કરી રહ્યા હતા, તેની હાલત ઠીક લાગી રહી હતી. નર્મદાશંકરે પૂછ્યું તારું નામ શું છે ? તે છોકરાએ કહ્યું મારુ નામ રુદ્રા છે પણ તું કોણ છે ? નર્મદાશંકરે કહ્યું તે હું તને કહું છું પણ પહેલા તું મને કહે કે તારી સોમ સાથે શું દુશ્મની છે ? રૃદ્રાએ નકારમાં માથું હલાવ્યું. નર્મદાશંકરે પૂછ્યું તારા માતાપિતા સાથે સોમની કોઈ દુશ્મની હતી? રૃદ્રાએ કહ્યું હું નાનપણથી અનાથ છું મને ખબર નથી કે મારા માતાપિતા કોણ છે ? નર્મદાશંકરે કહ્યું આશ્ચર્ય છે સોમ સાથેની ઝપાઝપી વખતે મને તારી આંખમાં વેર અને ઝનૂન દેખાતું હતું જે દુશ્મની વગર શક્ય નથી. રૃદ્રાએ કહ્યું કે મને નથી ખબર પણ પહેલીવાર તેને ટીવીમાં જોયો ત્યારથી એમ થાય છે કે આને મારી નાખું. તે દિવસે પણ તેને સામે જોઈને રહી ન શક્યો અને તેને મારવાનો પ્રયત્ન કર્યો, તે દિવસે મારા હાથમાં હથિયાર હોત તો તેને મારી જ નાખત પણ તું મને આ બધું શું કામ પૂછી રહ્યો છે ? નર્મદાશંકરે કહયું હું તે છું જેણે તને તે દિવસે બચાવ્યો હતો,અને બીજી એક વાત સાંભળી લે કે સોમ બહુ શક્તિશાળી છે ને તેને સામાન્ય હથિયાર થી નહિ મારી શકાય અને હું તેનો સૌથી મોટો દુશ્મન છું. હવે તું મને તારા વિષે જણાવ જેથી હું તને મદદ કરી શકું.


     રૃદ્રાએ કહ્યું તમને કહ્યું તેમ હું અનાથાશ્રમ માં મોટો થયો છું અને વધારે ભણ્યો પણ નથી, કારણ ભણવું મને નહોતું ગમતું પણ પાકીટ મારવામાં ઉસ્તાદ હતો પણ એક દિવસ અમારા વોર્ડનની ઓફિસમાં ચોરી કરતા પકડાઈ ગયો અને મને હોસ્ટેલમાંથી કાઢી મુક્યો પછી મને મન્નુદાદાએ આશ્રય આપ્યો અને ચાકુબાજી શીખવાડી અને મારી હોશિયારીને લીધે હું ગેંગમાં મન્નુદાદા પછી નંબર ટુ બની ગયો અને એક દિવસ ગેંગવોર માં તે મરી ગયો એટલે આખી ગેંગનો લીડર હું બની ગયો. એક બે જણાએ વિરોધ કર્યો પણ તેમને સીધાદોર કરી દીધા અને તમને એક વાત કહી દઉં મન્નુદાદાને પણ લાગ જોઈને મેજ માર્યા હતા. શું કરું ગેંગની મારામારી ચાલુ હતી એટલે એનાથી સારો મોકો ક્યાં મળવાનો હતો એવું કહેતી વખતે તેની આંખો કોઈ પ્રાણીની જેમ ચમકી રહી હતી. હવે મારી ગેંગ બે ધંધા કરતી હતી ભીખ અને પાકીટમારી, પણ પછી લાગ્યું કે હવે આગળ વધવું જોઈએ એટલે કિડનેપિંગ અને બ્લેકમેલિંગના ધંધામાં ઉતર્યો . બે વરસમાં બહુ પૈસા બનાવ્યા. પણ એક દિવસ સોમ ની ઇન્ટરવ્યૂ શરુ હતો ટીવી માં અને તેને જોઈને મારા આખા શરીરમાં જાણે આગ લાગી ગઈ અને તેને મારી નાખવાનું ઝનૂન ઊપડ્યું. એક બે વાર દૂરથી ગોળી મારવાની પ્રયત્ન કર્યો પણ સમય પર ગન ચાલી નહિ અને તે હંમેશા લોકોથી ઘેરાયેલો હોતો એટલે એક પ્લાન બનાવ્યો. એક સ્માર્ટ છોકરીનો કોન્ટાક્ટ કર્યો અને તેને તેની પાસે મોકલી જે તેને પોતાના રૂપજાળમાં ફસાવે. એક વાર ફોટા મળી જાય એટલે મોટી રકમ આપવા તેને બોલાવું અને ત્યાં તેને મારી નાખું અને પૈસા પણ લઇ લઉં. તે દિવસે સોમ જયારે પૈસા લઈને આવ્યો ત્યારે હું ઝાડ પર હતો પણ છેલ્લી ઘડીએ મારી રિવોલ્વર જામ થઇ ગઈ એટલે હું તેને મારી શક્યો નહિ.


Rate this content
Log in

Similar gujarati story from Drama