Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

રાવણોહ્મ ભાગ ૧૧

રાવણોહ્મ ભાગ ૧૧

4 mins
352


પાયલ માટે ત્રીજો મોટો ઝટકો હતો. તે ખુરસીમાં બેસી પડી. તેણે ડૉ ઝા ને કેમિકલ ટેસ્ટથી લઈને આજ સવાર સુધીની ઘટનાની વાત કરી. ડૉ ઝા એ કહ્યું કોઈ પણ સાઈક્રિયાટિસ્ટ એક કે બે વારની મુલાકાતમાં આવું સર્ટિફિકેટ ન આપી શકે જરૂર એમાં અંડરવર્લ્ડનો હાથ હશે, તેમણે બહુ સફાઈપૂર્વક તમારા પતિનું અપહરણ કર્યું છે, છતાં હું કાલે જઈને આ ઘટનાની તપાસ કરીશ અને કોર્ટમાં પણ સ્ટેટમેન્ટ આપીશ. આજ સવારથી પાયલેને એક પછી એક ઝટકા મળી રહ્યા હતા પહેલા સુશાંત, પછી શુકલાનું મર્ડર અને છેલ્લો અને સૌથી મોટો સોમનું અપહરણ. આગળ શું કરવું તેની ખબર પડતી ન હતી અને બીજી તરફ જોબનપુત્રા જાણે કોઈ બીજી ભાષાનું મુવી જોઈ રહ્યો હોય તેમ મોં વકાસીને બધું જોઈ રહ્યો હતો તેણે કહ્યું પાયલ મેડમ જો સોમસરનું કિડનેપિંગ થયું હશે તો કિડનેપર નો કાલ સુધીમાં કૉલ આવી જશે, આપણે મુંબઈ પાછા જઈએ. પાયલ નિરાશ હતી તેણે વિચાર્યું કાલે સવારે ફરી પ્રદ્યુમ્નસિંજી ને મળીને વાત કરું પછી અચાનક તેના મગજમાં ઝબકારો થયો તેણે પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર પંચ કર્યો અને કહ્યું તું પાછો આવી જા તારા પપ્પા ગાયબ છે.


       ઘરે પહોંચતા પાયલને મોડું થઇ ગયું હતું અને ભયંકર થાકી ગઈ હતી તેથી તેણે પોતાને ઊંઘના હવાલે કરી દીધી. સોમની જેમ તે પણ અભય બની ગઈ હતી તેને ખબર હતી કે કોઈક માર્ગ તો નીકળી આવશે. બીજે દિવસે તે મોડી ઉઠી અને પ્રદ્યુમ્નસિંજીને ત્યાં જવા તૈયાર થઇ, ત્યાંજ ઇન્સ્પેક્ટર કુલકર્ણીનું આગમન થયું. તેણે કહ્યું હું આપની પૂછતાછ કરવા આવ્યો છું. પાયલને પહેલા ખબર ન પડી તેણે પૂછ્યું શા માટે ? પછી કહ્યું ઈનફેક્ટ હું જ તમને મળવા માંગતી હતી. સોમ ક્યાં છે ? કુલકર્ણીએ કહ્યું તેમને ગઈકાલેજ પુના મોકલી દીધા છે ડૉ ઝા ના સેનેટેરિયમમાં. પાયલે કહ્યું જે અહીં હતો તે ડૉ ઝા નહિ કોઈ બહુરૂપિયો હતો. કારણ ઓરોજીનલ ડૉ ઝા તો તે વખતે દિલ્હીમાં હતા. કુલકર્ણીએ કહ્યું તે શક્ય જ નથી બે ત્રણ દિવસથી તો ડૉ ઝા અહીજ હતા. કુલકર્ણી બેચેન થઇ ગયો, તેણે તરત એક હવાલદારને ફોન કર્યો અને કહ્યું ડૉ ઝાના સેનેટેરિયમમાં જઈને સોમ વિષે તપાસ કરે. પછી પાયલ તરફ જોઈને કહ્યું હું એ માટે મળવા આવ્યો છું કે શુક્લા નું મર્ડર થઇ ગયું છે.પાયલે કહ્યું હા મને ન્યુઝ મળ્યા છે. કુલકર્ણીએ કહ્યું શું તે તમારી ઓફિસમાં કામ કરતો હતો ? પાયલે કહ્યું હા તે થોડો સમય પહેલાજ જોઈન થયો હતો. કુલકર્ણીએ કહ્યું તો પછી તમારે પોલીસ સ્ટેશનમાં આવીને લેખિત સ્ટેટમેન્ટ આપવું પડશે. પાયલે કહ્યું મારુ સ્ટેટમેન્ટ કેમ ? કુલકર્ણીએ કહ્યું કે તે તમારી ઓફિસમાં હમણાંજ જોઈન થયો હતો અને તમે તેને મોટી રકમ એડવાન્સ તરીકે આપી છે તેનું પણ જસ્ટિફિકેશન આપવું પડશે. પાયલે કહ્યું ઠીક છે હું થોડીવારમાં આવું છું. પછી અંદર જઈને જોબનપુત્રાને ફોન કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન પહોંચ હું કુલકર્ણી સાથે આગળ જાઉં છું, તે મારુ સ્ટેટમેન્ટ લેવા માંગે છે શુક્લા મર્ડર કેસમાં. તે બહાર આવીને કુલકર્ણીની ગાડીમાં બેઠી. થોડા આગળ જતા જ તેણે ગાડીમાં વિચિત્ર ગંધ અનુભવી અને તે બેભાન થઇ ગઈ. બેભાન થતા પહેલા તેણે કુલકર્ણીનો ચેહરો બદલાતો જોયો.


        આ તરફ જોબનપુત્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં હાજર કુલકર્ણીને મળ્યો. કુલકર્ણીને પૂછ્યું પાયલ મેડમ ક્યાં છે ? કુલકર્ણીએ કહ્યું કે તે તો ઘરે હશે, તે અહીં રહેતા નથી. કુલકર્ણીના જવાબથી જોબનપુત્રા થોડો ઓઝપાઈ ગયો. જોબનપુત્રાએ કહ્યું તમેજ મેડમ ને લેવા તેમના ઘરે ગયા હતા શુક્લા મર્ડર કેસ માટે. પછી જોબનપુત્રાએ કુલકર્ણીને પુરી વાત કરી એટલે કુલકર્ણીએ પોતાની ગાડી કાઢી અને સોમના બંગલે પહોંચ્યો. ઘરે નોકર હતો તેને પૂછ્યું મેડમ ક્યાં ? એટલે તેણે કહ્યું મેડમ તો તમારી સાથે ગયા હતા. જોબનપુત્રાએ કહ્યું આ બધું તો રહસ્યમય છે, પહેલા સોમ સર ગાયબ થયા અને હવે પાયલ મેડમ. કુલકર્ણીએ કહ્યું સોમ સર ? પછી જોબનપુત્રાએ પાછલા દિવસની ઘટના વિષે વાત કરી એટલે કુલકર્ણી માથું પકડીને બેસી ગયો.


          ત્યાંજ એક યુવકનો બંગલામાં પ્રવેશ થયો, નોકરે આગળ વધીને કહ્યું આવી ગયા વિકી બાબા ! જોબનપુત્રા અને કુલકર્ણી પ્રશ્નવાચક ચહેરે જોઈ રહ્યા એટલે તે યુવક આગળ વધ્યો અને કહ્યું હું વિક્રાંત સોમ અને પાયલનો દીકરો. કુલકર્ણી તેની તરફ જોઈ રહ્યો ૬ ફૂટ અને બે ઇંચની ઊંચાઈ, પહોળા ખભા, ગોરો વાન, ગોળ ચેહરો, માંજરી આંખો. ડેનિમ જીન્સ પહેરેલો યુવક કોઈ ફિલ્મ ના હીરો જેવો સુંદર લાગી રહ્યો હતો. વિક્રાંતે આગળ પૂછ્યું અને વાત શું છે? ગઈકાલે મૉમ નો ફોન હતો મને અર્જન્ટ બોલાવ્યો. કુલકર્ણીએ કહ્યું તમે બેસો હું આખી વાત કરું છું પછી કુલકર્ણીએ સોમ પર લાગેલા આરોપોથી લઈને આજ સુધીનો ઘટનાક્રમ કહ્યો. વિક્રાંતે કહ્યું હું બધી વાત સમજી ગયો છું હવે આપ જઈ શકો છો અને તમારો નંબર આપીને જાઓ જેથી આપની જરૂર પડે તો હું કોન્ટેક્ટ કરી શકું. કુલકર્ણીને આટલી ઉંમરના છોકરા પાસેથી આવા આદેશાત્મક લહેજાની આશા ન હતી પણ તે અને જોબનપુત્રા ઉભા થઈને નીકળી ગયા.


      તે લોકો ગયા પછી તે શાંતિથી સોફામાં બેઠો અને પછી ધીમે ધીમે મંત્ર બોલવા લાગ્યો અને પછી ઉભો થઈને ચાલવા લાગ્યો જાણે ઊંઘમાં ચાલતો હોય પછી તે સોમના બેડરૂમમાં પહોંચ્યો અને તે બેગની નજીક ગયો જે સોમ બ્લેક્મેલરને પૈસા આપવા લઇ ગયો હતો. પછી તેમાં કંઈક શોધવા લાગ્યો. તેના હાથમાં લોકેટ આવ્યું અને તેને ધ્યાનથી જોવા લાગ્યો પછી એક મંત્ર બોલીને તેને સળગાવી નાખ્યું તે વિચારવા લાગ્યો કે પપ્પા આવી ભૂલ કેવી રીતે કરી શકે. પછી તેણે પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર લગાવ્યો અને કહ્યું કાદરભાઈ મારે તમને મળવું છે.         


Rate this content
Log in

Similar gujarati story from Drama