Bindya Jani

Thriller

4  

Bindya Jani

Thriller

પુસ્તકપ્રેમી પુષ્પા

પુસ્તકપ્રેમી પુષ્પા

1 min
425


પુષ્પા લાકડીના ટેકે લાઇબ્રેરીમાં આવી. અને દરેક પુસ્તકોની પ્રેમથી છાતી સરસા ચાંપ્યા. અને જાણે કે તેની સાથે વાત કરતી હોય તેમ તે દરેક પુસ્તકોની મળતી ગઈ, ને તેની આંખમાંથી અશ્રુધારા વહેતી ગઈ. 

પુસ્તકો સાથે તેને એવો નાતો બંધાઈ ગયો હતો કે તે તેના અંગત મિત્રો બની ગયા હતા. અને તેના કારણે જ તેનું નામ "પુસ્તકપ્રેમી પુષ્પા" પડી ગયું હતું તે આખી લાઇબ્રેરી ફરી વળી. દરેક પુસ્તકોને પ્રેમથી મળી અને પાછી ફરી રહી હતી, ત્યારે ત્યાં રહેલા રમેશભાઈનો અવાજ સાંભળ્યો. પુષ્પાબેન, "આ લાઇબ્રેરીમાં હવે તમે ઓડિયો બુક પણ સાંભળી શકશો" રમેશભાઈના શબ્દો સાંભળીને પુષ્પાના પગમાં નવું જોમ આવી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Thriller