પ્રતિસૃષ્ટિ- સ્પેસ સ્ટોરી ૧૦
પ્રતિસૃષ્ટિ- સ્પેસ સ્ટોરી ૧૦
(પાછલા ભાગમાં જોયું કે ઇયા મિસાનીને મળે છે અને સિરમની બધી ઇન્ફોર્મેશન આપે છે શ્રેયસ ડો. હેલ્મને મળીને સાયમંડના છેતરપિંડીની વાત કરે છે હવે આગળ )
બધી વાત પૂર્ણપણે સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે 'જે અંદાજિત આંકડો મેં તારવ્યો તે હિન્દુ પુરાણોમાં ચોક્સાઇપૂર્વક સદીઓ પહેલા લખાયેલો છે ?' શ્રેયસે કહયું 'જે થિયરી તમે બનાવી છે તે થિયરી હિન્દુ પુરાણોમાં બહુ પહેલા લખાયેલી છે ફક્ત દેવતાઓના નામ લખેલા હોવાથી લોકો તેને વિજ્ઞાનની દ્રષ્ટિથી નથી જોતા. ડો હેલ્મે કહ્યું 'મારે હિન્દુ પુરાણોનો અભ્યાસ કરવો પડશે.' કેલી શ્રેયસની બૌદ્ધિકતાથી અંજાઈ ગઈ હતી. શ્રેયસે કેલી તરફ જોઈને કહ્યું કે 'તમારી પ્રતિબ્ર્હ્માંડની થિયરી વિષે હિન્દુ પુરાણોમાં ખુલીને તો નથી કહ્યું પણ એવી સૃષ્ટિની વાત જરૂર છે જ્યાં સમય ઉંધી દિશામાં વહેતો હોય. જેમ આપણી સૃષ્ટિ છે તેમ ક્યાંક પ્રતિસૃષ્ટિનું અસ્તિત્વ પણ છે. જ્યાં સમય ઉંધી દિશામાં વહેતો હોય.' કેલી પહેલીવાર કોઈ પુરુષ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી હતી કારણ તેને શ્રેયસની આંખોમાં પ્રેમ દેખાઈ રહ્યો હતો. જો કે તે જાણતી હતી કે શ્રેયસ લગભગ ૪૫ વર્ષનો તો હશે.
ડો. હેલ્મે ઘડિયાળ તરફ જોયું અને કહ્યું ઓહ આપણને મોડું થઇ ગયું છે એક્ઝિબિશનમાં હાજરી આપવાની છે અને બપોર પછી મારે બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડની થિયરી પર પ્રકાશ પાડવાનો છે. એક્ઝિબિશન સેન્ટર પર પહોંચીને ડો. હેલ્મ બધાને મળવામાં વ્યસ્ત થઇ ગયા અને કેલી અને શ્રેયસ સાથે ફરતા રહ્યા અને એક બીજા સાથે વાતચીત કરતા રહ્યા. જુદી જુદી કંપનીઓના ટેબ્લો ત્યાં હતા જેમાં નવા પ્રોડક્ટનું લોન્ચિંગ થઇ રહ્યું હતું, નવી રિસર્ચોની ડિટેઈલ્સ અપાઈ રહી હતી. શ્રેયસને કેલી જુદા જુદા ટેબ્લો તેમજ સ્ટોલ પર જઈને રસપૂર્વક બધું નિહાળી રહ્યા હતા અને એક હૉલમાં જુદા જુદા ફિલ્ડના એક્સ્પર્ટો લેક્ચર આપી રહ્યા હતા. બપોર પછી ડો. હેલ્મ નું બે કલાકનું લેક્ચર હતું જેમાં તેમણે પોતાની બ્રહ્માંડ તેમજ પ્રતિબ્રહ્માંડની થિયરી પહેલી વાર જગત સામે મૂકી અને બધાએ તાળીઓ વગાડીને તેમની થિયરીનું સ્વાગત કર્યું. પછી શ્રોતાઓએ તેમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા જેના ડો. હેલ્મે સંતોષકારક જવાબ આપ્યા જેમાંથી એક મહત્વનો પ્રશ્ન એક વ્યક્તિએ પૂછ્યો 'શું પ્રતિબ્રહ્માંડમાં જેવું શક્ય છે ?' ત્યારે ડો. હેલ્મે અંતરની વાત કરીને વર્મ હૉલની વાત કરીને કહ્યું કે શક્યતા ખરી પણ હું ૧૦૦ % આશ્વસ્ત નથી. તે લેક્ચર પછી રાત સુધી ચર્ચાનો વિષય ડો. હેલ્મ ની થિયરી હતો. પછીના બે દિવસ એક્ઝિબિશન અને કોન્ફરન્સ સરસ રીતે ચાલતી રહી. એકઃ જગતમાંથી લોકો અહીં આવ્યા હતા. આ દરમ્યાન શ્રેયસને કેલી એકબીજાની વધુ નજીક આવ્યા. શ્રેયસે રિચાનો ફોટો કેલીને દેખાડ્યો. પોતાની અને રિચા વચ્ચેની સામ્યતા જોઈને કેલી ચકિત થઇ ગઈ. કેલીએ કહ્યું હમમમ એટલેજ મને પહેલીવાર મળ્યા ત્યારે મને ઘૂરીને જોઈ રહ્યા હતા. શ્રેયસના ગાલ શરમથી લાલ થઇ ગયા. તેની આ માસુમિયત જોઈને કેલી હસી પડી. તેને હસતી જોઈને શ્રેયસ પણ હસી પડ્યો
પણ એક્ઝિબિશનના છેલ્લા દિવસે એવી ઘટના બની કે આખા જગતમાં હડકંપ મચી ગયો. છેલ્લા દિવસે સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે SANGET રીજનના ચેરમેન આવ્યા હતા અને તે ભાષણ કરી રહ્યા હતા તેજ વખતે અચાનક મધમાખીઓનું ટોળું તેમની તરફ આવતું હોય તેમ લાગ્યું અને જોતજોતામાં તે તેમના શરીરમાંથી પસાર થઇ ગયું અને તે નીચે પડી ગયા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને તેમનું માથું એક તરફ ઢળી ગયું. આખા હૉલમાં ભાગદોડ મચી ગઈ. સિક્યુરિટીએ માંડ બધાને શાંત કર્યા અને બધાને એક પછી એક બહાર કાઢ્યા. ત્યાં હાજર પોલીસ ચીફ જલ્દી ચેરમેનની બોડી પાસે પહોંચી ગયા અને નિરીક્ષણ કરવા લાગ્યા. તેમણે નિરીક્ષણ કરીને કહ્યું અજબ વાત છે ન તો બુલેટ ચાલવાનો અવાજ આવ્યો ન તો કોઈએ બુલેટ જોઈ પણ ઘા જોઈને લાગે છે કે કોઈએ ચેરમેનને એકદમ નજીકથી શૂટ કર્યા છે. JICAPS રીજનના ઓફિસીયલોની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. SANGET રીજનના ચેરમેનની હત્યા તેમના રીજનમાં થઇ હતી. બધાએ જોયું કે તેમની હત્યા થઇ પણ કોને કરી અને કેવી રીતે કરી તે વિષે કોઈને કઈ ખબર પડી ન હતી.
SANGET રીજનની ચેરમેન સાથે આવેલી ડોક્ટરની ટીમ અને JICAPS રીજનના ડોક્ટરોએ ચેરમેનના બોડી ની તાપસ કરી તો અંદરથી એક બુલેટ મળી આવી જે કોઈએ અંદર પ્રવેશતા જોઈ નહોતી. બધાએ ફક્ત એકજ દ્રશ્ય જોયું હતું જાણે કોઈ મોટું મધમાખીઓનું ટોળું તેમની તરફ ધસ્યું અને તેમના શરીરમાંથી પસાર થઇ ગયું. પ્રોગ્રામનું રેકોર્ડિંગ પોલીસ ચીફે જાતે જોયું પણ તેમાં પણ એટલોજ જવાબ મળ્યો. હત્યાઓ થતી હતી પણ આ જાતની હત્યાનો પહેલો બનાવ હતો. રખે બંને રીજન વચ્ચે યુદ્ધની નોબત ન આવે તે માટે JICAPS રિજનની સરકારે SANGET રીજનની તપાસ એજન્સીને મદદ માટે બોલાવી અને સાથે GRIBS અને ABSECT રીજનની સરકારને તેમના એક્સ્પર્ટોને મદદ માટે મોકલવા માટે કહ્યું.
SANGET રીજનમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક ધોરણે ડેપ્યુટી ચેરમેન સિરોકામાંએ સત્તાના સૂત્રો સાંભળી લીધા. બીજે દિવસે તે ઘટનાના વિસ્તૃત સમાચાર અને તેનું વિશ્લેષણ ડો. હેલ્મ, કેલી અને શ્રેયસ સાથે બેસીને જોઈ રહ્યા હતા. ડો હેલમે શ્રેયસ સામે જોઈને કહ્યું કે 'શું પોલીસને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ ઘટના કેવી રીતે બની અને તેની પાછળ કોનો હાથ છે ?' શ્રેયસે નકારમાં માથું હલાવ્યું અને કહ્યું 'કોઈ ફાયદો નહિ થાય કારણ એક તો તેઓ વિશ્વાસ નહિ કરે અને જો વિશ્વાસ કરી લેશે તો પણ કોઈ જાતની એક્શન નહિ લઇ શકે કારણ તે બીજા રીજનનો નાગરિક છે અને હવે તેને મોટું પીઠબળ પણ મળી ગયું છે. જાણકારીથી ફક્ત સિરમને ચેતવણી મળશે કે આપણે બધું જાણીયે છીએ એટલે પછી આપણો નંબર લાગશે. ડો. હેલમે પૂછ્યું તો પછી આપણે શું કરવું જોઈએ ?' શ્રેયસે કહ્યું 'આપણી પાસે તેનો જવાબ હોવો જોઈએ અને હજી આપણો જવાબ ફક્ત કાગળ ઉપર છે.' શ્રેયસે કહ્યું' હમણાં તો JICPAS રીજનમાં જ છું. મારા એક મિત્રને મળીને હું દક્ષિણ તરફ જવાનું છું આજ વિષય માટે ચર્ચા કરવા. ૧૫ - ૨૦ દિવસ પછી આવીશ ત્યાં સુધી તમે પણ વિચારો અને કદાચ હું કોઈ સોલ્યૂશન લઈને આવું. એમ કહીને ત્યાંથી નીકળ્યો.
કેલી તેને મુકવા બહાર સુધી આવી. શ્રેયસને જતો જોઈને તેની આંખના ખૂણા ભીના થઇ ગયા. તે વિચારવા લાગી કે તે શ્રેયસ તરફ શા માટે આકર્ષિત થઇ છે ? શું તેની પત્ની મારા જેવી દેખાતી અને હવે તે નથી તે સહાનુભૂતિને લીધે આકર્ષણ અનુભવે છે કે પછી તેને શ્રેયસ સાથે પ્રેમ થઇ ગયો છે. શું શ્રેયસના મનમાં પણ મારા પ્રત્યે મારા જેવી જ લાગણી હશે ? તેણે પોતાના મનને ટપારી, હજી ચાર દિવસ પણ નથી થયા મળીને આટલા જલ્દી કોઈ નિર્ણય પર ન પહોંચવું જોઈએ અને તે અંદર નીકળી ગઈ અને શ્રેયસ દૂર પોતાની કાર ઉભી રાખીને કારની સ્ક્રીન ઉપર તેને અંદર જતી જોઈ રહ્યો. તેના અંદર ગયા પછી તેણે પોતાની કાર આગળ વધારી.
મર્ડર કેવી રીતે થયું ? કોણે કર્યું ? શું શ્રેયસ અને કેલી વચ્ચે જે આકર્ષણના બીજ રોપાયા છે તે પ્રેમમાં પરિણામશે ? શ્રેયસ દક્ષિણમાં ક્યાં જઈ રહ્યો છે ? જાણવા માટે વાંચતા રહો 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી.'