પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૫
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૫


(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦માં જનજીવન કેવું છે, ડૉ હેલ્મ ભૂતિયા કણ ન્યુટ્રીનોને પકડવામાં સફળ થયા. તેમણે બનવેલા મશીનની ડિઝાઇન હેકરોએ તેમના એક સાયન્ટિસ્ટની મદદથી ચોરી લીધી પણ તેને બાહોશ પોલીસ ડિટેક્ટિવ રાયને પકડી લીધો હવે આગળ )
ડિટેક્ટિવ રાયનનું JICAPSના ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું. રાયનને ડિટેક્શનનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો. જુસાનને તો તેણે આસાનીથી પકડી લીધો હતો પણ તેને ઓફર આપનારની હત્યા પછી તેના અને હેકરો વચ્ચેની કદી તૂટી ગઈ હતી. તે પછી સરકાર કેસ બંધ કરવા માંગતી હતી. પણ અચાનક એક દિવસ રાયન પાસે એક પાર્સલ આવ્યું જેમાં એક ચીપ હતી. તે ચીપમાં એક વિડિઓ હતો. જેમાં જુસાનને ઓફર આપનાર વ્યકતિના મર્ડરનું રેકોર્ડિંગ હતું. તે પછી રાયનને એક પછી એક કલુ મળતા ગયા અને તે હેકરો સુધી પહોંચી ગયો. તેણે ડિવાઇસ પણ મેળવી લીધું જેના દ્વારા હેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં મશીનની ડિઝાઇનનો ડેટા પણ હતો. રાયને વધુ પૂછતાછ કરી એટલે ખબર પડી કે હેકરોએ બ્લેક માર્કેટમાં ડિઝાઇન વેચવા માટે હેકિંગ કર્યું હતું. તે મશીનની ડિઝાઇન ૬ મહિના પછી સારા ભાવે વેચવાના હતા. રાયનને હાશ થઇ કે ચાલો ચોરીનો માલ વેચાય વગર પડ્યો છે. રાયને ઓફિસિયલ કારવાઈ કરીને પછી તે ડિવાઇસ લેબને સોંપ્યું અને હવે સાવધાન રહેવાની તાકીદ કરી. તે પછી ડૉ. હેલ્મે ત્યાં કામ કરનારનો બાયોડેટા પોતાની પાસે મંગાવી લીધો હવે તે કોઈ જાતનું રિસ્ક નહોતા લેવા માંગતા.
રાયનના આ કારનામાની આખા રીજનમાં વાહવાહી થઇ. તેને પ્રમોશન આપવામાં આવ્યું ઉપરાંત તેને બેસ્ટ ડિટેક્શનનો એવોર્ડ અને ચેરમેન તરફથી મેડલ આપવામાં આવ્યું. તે પછીના ૧૫ દિવસ જુદી જુદી પાર્ટીઓમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવામાં વીત્યા. પછી એક દિવસ તેનો બાળપણનો મિત્ર અને પ્રખ્યાત ઇતિહાસકાર શ્રેયસ તેના ઘરે આવ્યો. શ્રેયસ ઇતિહાસકાર હતો અને જુદા જુદા દેશોમાં ફરતો અને જુદી જુદી સ્કૂલોમાં લેક્ચર પણ આપતો. બે ડ્રિન્ક લીધા પછી વાત શરુ થઇ. શ્રેયસ રાયનને વધાઈ આપતા કહ્યું. 'ભાઈ તારું નામ તો આખા જગતમાં ચર્ચાઈ રહ્યું છે આટલો મુશ્કેલ કેસ તે કેવી રીતે હલ કર્યો ?' રાયને કહ્યું, 'કેસ આસાન નહોતો દોસ્ત. બહુ મહેનત કરી ત્યારે કેસ સોલ્વ થયો છે. પછી કેસની શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત તેને કરી.' શ્રેયસ દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને સાંભળતી વખતે એક બે વખત તેની આંખોમાં ચમક આવી હતી જે રાયન નશામાં હોવાથી તે ધ્યાનમાં નહોતી આવી. બધી વાત પુરી થયા પછી શ્રેયસે કહ્યું 'મને ગર્વ છે કે તું મારો બાળપણનો મિત્ર છે. બહુજ સરસ રીતે તે કેસ સોલ્વ કર્યો છે. પછી શ્રેયસ ત્યાંથી નીકળ્યો. તેના ગયા પછી રાયને કોઈને ફોન લગાવ્યો અને કહ્યું 'હું કહું તેમ કરો.'
આ તરફ શ્રેયસ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં ગયો અને અંદર જઈને દરવાજો બંદ કર્યો અને પછી પોતાની બેગમાંથી એક યંત્ર કાઢ્યું અને આખી રૂમમાં ફરી વાળ્યો. જયારે તેને ખાતરી થઇ કે રૂમમાં કોઈ જાતનું બગિંગ ડિવાઇસ નથી એટલે તેણે પોતાનું વિડિઓ કોલિંગ ડિવાઇસ કાઢ્યું અને તે ઓન કર્યું. તેમાંથી નીકળતા સિગ્નલો પ્રાઇવેટ સેટેલાઇટથી પ્રસારિત થતા હતા અને તેની ફ્રીક્વન્સી જુદી હોવાથી કોઈ તેમને ટ્રેક કે રેકોર્ડ કરી શકવાનું ન હતું. તેણે એક અડ્રેસ લોગ ઈન કર્યું એટલે તે ડિવાઈસની સ્ક્રીન પર એક કાળો પડછાયો આવ્યો. તે પડછાયાએ પૂછ્યું 'શું રિપોર્ટ છે ?' શ્રેયસે રાયન સાથે થયેલ દરેક વાત ડિટેઈલમાં કરી. આખી વાત પુરી થઇ એટલે તે પડછાયાએ કહ્યું કે, 'હવે આપણે હરકતમાં આવવાનો સમય થઇ ગયો છે અને આપનો મેન ટાર્ગેટ સાયમંડ છે. અને રાયનને કોઈ જાતનો શક તો નથી થયો.' શ્રેયસે કહ્યું 'ના તે મારો બાળપણનો મિત્ર છે તેણે બધી વાત દોસ્તીદાવે કરી છે.' સામેથી શ્રેયસ ને ઓલ ઘી બેસ્ટ કહેવામાં આવ્યું અને સ્ક્રીન પછી નોર્મલ થઇ ગઈ. આ બધું થઇ રહ્યું હતું તે વખતે દરવાજાના પાસેના એક કાણામાંથી એક કેમેરા આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો. શ્રેયસનો કોલ પૂરો થયો એટલે કેમેરા ફરી દીવાલમાં સમાઈ ગયો અને દિવાલના રંગ ની પરત તેના પર ચઢી ગઈ.
શ્રેયસ બીજા દિવસના કામની તૈયારી કરવા લાગ્યો. બીજે દિવસે સાંજે ડૉ હેલ્મને સમાચાર મળ્યા કે ઘરે જતી વખતે ડૉ. સાયમંડની કાર એક્સીડેન્ટ થયો અને તે ખાઈમાં પડી ગઈ અને ખાઈમાં પડ્યા પછી તે સળગી ગઈ. ત્રણ દિવસ પછી ડૉ હેલ્મ અને તેમની ટીમે સાયમન્ડની બુરી રીતે સળગી ગયેલી લાશનો ઓટોમેટિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કર્યો. સાયમન્ડના પરિવારમાં કોઈ ન હોવાથી ભઠ્ઠીનું બટન ડૉ. હેલ્મે દબાવ્યું હતું અને તે વખતે તેમની સાથે રહેલ તેમની નાની દીકરી કેલી આ બધું જોઈ રહી હતી. તેણે બહુ માસૂમિયતથી પૂછ્યું 'ડેડી અંકલ ને કેમ તેમાં નાખ્યા ?' ડૉ હેલ્મે કહ્યું 'તે મારાથી નારાજ હતા અને મારી પાસે નહોતું ર્હેવું એટલે એનાથી દૂર જતા રહ્યા.' કેલીએ પૂછ્યું 'તે ક્યાં ગયા ?' ડૉ. હેલ્મે કહ્યું 'તે અનંતતા તરફ ગયા છે ત્યાં તેમના જેવા ઘણા બધા છે.' કેલીએ કહ્યું 'હું પણ ત્યાં જઈશ.' ડૉ હેલ્મે હસીને કહ્યું 'ત્યાં ફક્ત મર્યા પછી જવાય.' કેલીએ કહ્યું 'હું આમજ જઈશ અને બધાને ત્યાં મળીશ અને અંકલને પૂછીશ તે તમારાથી કેમ નારાજ છે !' તેમણે પોતાની માસુમ દીકરીનો ગાલ પંપાળ્યો. પછી સાયમંડના અસ્થિ એક ઝાડના નજીક ખાડો ખોદીને દફનાવ્યાં અને ત્યાં એક રોપ લગાવ્યો.
બીજે દિવસે ડૉ હેલ્મને સમાચાર મળ્યા કે જુસાન પોલીસ કેદમાંથી ફરાર થઇ ગયો છે.
(શું ખરેખર કેસ સોલ્વ થઇ ગયો છે ? શ્રેયસ કોણ છે ? શું રાયનને તેના પર શક થયો છે ? કોણ હતું દીવાલમાંથી જોઈ રહેલ કેમેરાની પાછળ ? શું સાયમંડનો ખરેખર અકસ્થમાત યો હતો કે તેનું મર્ડર થયું હતું કે પછી સાયમંડ મર્યો નથી. જુસાનના ગાયબ થવા પાછળ કોનો હાથ છે ? સવાલો ઘણા બધા છે તેના જવાબ મેળવવા વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી)