Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Jyotindra Mehta

Action Crime Thriller

3  

Jyotindra Mehta

Action Crime Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૨૬

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૨૬

6 mins
510


(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ પોરસ સાથે એકાકાર થઇ જાય છે અને સિકંદર બિલાકીન્સ જેમને સિવાન પ્રોડિસના નામથી ઓળખતો હોય છે તેમની સાથે નાની ઝડપ બાદ દોસ્તી કરી લે છે હવે આગળ.)

    

સિકંદનો વર્મ હોલનો પ્રવાસ શરુ થયો. તેણે બિલ્વીસ પાસેથી પ્રોડિસ પર શું થયું હતું તેની જાણકારી લીધી ઉપરાંત બિલાકીન્સના આધુનિક ઉપકરણોથી તેમનો ઇતિહાસ, તેમનો વર્તમાન, તેમનું વિજ્ઞાન, તેમના હથિયારો, તેમની યુદ્ધકળા અને તેમની ભાષા ની જાણકારી લીધી. હવે તેને બિલ્વીસ કે રીવાની જરૂર ન હતી તેથી બંનેને બિલાકીન્સના લીડર સિંકલ સામે મોટને ઘાટ ઉતારી દીધા અને સિંકલને કહ્યું 'જે પોતાના લોકોના ન થયા તે આપણા શું થશે ?' સિકંદરે ધ્યાન આપ્યું કે સિંકલને બિલ્વીસ કે રિવાના મારવાનો કોઈ અફસોસ ન હતો તેનાથી વિપરીત તેના ચેહરા પર વિકૃત આનંદના ભાવ હતા. સિકલ પાસેથી નીકળ્યા બાદ સિકંદરે પોતાનું માથું ધુણાવ્યું અને વિચાર્યું શું દરેક જીવંત અને બુદ્ધિશાળી પ્રજા આવીજ હોય છે ? તેમનું વેહિકલ એક નિશ્ચિત ગતિથી વર્મ હોલ તરફ અગ્રેસર હતું અને સિકંદર બિલાકિન્સના હથિયારો તપાસી રહ્યો હતો.

શ્રેયસ હવે પોરસ બની ગયો હતો અને તેની અવસ્થા બહુ વિચિત્ર થઇ હતી તે ન તો શ્રેયસ હતો ન તો પોરસ બંનેનું મિશ્રણ હતું હવે આપણે તેને પોરસ ના નામથી ઓળખીશું. કેલીએ પોરસના ઓપરેટિંગ ડિવાઇસ ને શ્રેયસ ના મગજમાંથી નીકળતા સિગ્નલો સાથે જોડી દીધું હતું. પોરસે પોતાનું શરીર પાર્ટિકલમાં બદલીને ફરીથી જોડવાની ખુબ પ્રેક્ટિસ કરી. હવે તેની પાસે કંઈ હતી તો હથિયારની. તેની પાસે તેનું પ્રિય હથિયાર લેસર ગન અહીં બહુ ઉપયોગી નહોતું. છતાં તેની પાસે હતી હિમ્મત જેના આધારે તે લાડવા માટે તૈયાર થયો હતો.

રેહમન ગયાના થોડા સમય બાદ પોરસને એક વેહિકલ વર્મ હોલમાંથી આવતું દેખાયું. તેની ધારણા સાચી પડી હતી, સિકંદર મેદાનમાં આવી ગયો હતો. તે દૂર અંધારામાં ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. સિકંદર વહિકલની દીવાલોમાંથી બહાર આવ્યો અને અંતરિક્ષમાં તરી રહ્યો હતો. થોડીવાર પછી તે વહિકલમાંથી ત્રણ હથિયારબંધ અને સ્પેસ સૂટમાં સજ્જ બિલાકીન્સો બહાર આવ્યા. તેણે જોયું કે સિકંદરની આંખો તેની દિશામાંજ હતી, તેના હાથમાં એક હથિયાર હતું અને તેણે પોરસની દિશામાં ફાયર કર્યું, પોરસ પોતાની જગ્યાએથી ખસીને દૂર નીકળી ગયો પણ તેને ધ્યાનમાં આવી ગયું કે તે સિકંદરની નજરમાં આવી ગયો છે. સિકંદર તેની પાસે ઉભા રહેલા બિલાકીન્સને ઈશારો કર્યો એટલે તેમણે પગ નીચે રહેલ મશીન ઓન કર્યું અને તેઓ પોરસની દિશામાં આગળ વધ્યા. ત્રણેયના હાથમાં ઘાતક હથિયારો હતા. તેમાંથી એકને પોરસ દેખાઈ ગયો અને તેણે તેની તરફ ફાયરિંગ કર્યું અને પોરસનું શરીર ટુકડામાં વિખેરાઈ ગયું. તે બિલાકીન્સે આનંદની કિલકારી મારી અને ત્રણેય જણા પોતાની જગ્યાએ સ્થિર થઇ ગયા અને પોરસના શરીરને ટુકડામાં વિખેરાતા જોઈ રહ્યા. અને થોડી વાર પછી ઉંધી પ્રક્રિયા શરુ થઇ અને પોરસનું શરીર ફરીથી જોડાવા લાગ્યું, એવું થતા જોઈને બે બિલાકીન્સો ત્યાંથી ભાગી ગયા પણ જેના ફાયરિંગથી પોરસનું શરીર ટુકડામાં વિખેરાઈ ગયું હતું તે આ દ્રશ્ય બાઘાની જેમ જોઈ રહ્યો.


પોરસે પોતાની લેસર ગનથી તેન પર ફાયરિંગ કર્યું અને તેનું હથિયાર હસ્તગત કરી લીધું. હવે લડાઈ બરોબરીની હતી બંને પાસે આધુનિક હથિયારો હતા. સિકંદરે અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું અને પોરસ તેની જગ્યા બદલીબદલીને વાર ચૂકવી રહ્યો હતો. તેના હાથમાં હથિયાર હોવા છતાં તેણે સિકંદર પર ફાયરિંગ કર્યું નહોતું. અચાનક સ્પેસવેહિકલનો દરવાજો ખુલ્યો અને તેમાંથી ૫૦ હથિયારબંધ બિલાકીન્સ નીકળ્યા અને તેમાંથી એક પાસે વિચિત્ર દેખાવ વળી ગન હતી. તેમને સિકંદર સાથે ઈશારામાં વાત કરી. સિકંદરે ફાયરિંગ બંદ કર્યું. તે વિચિત્ર ગનમાંથી બિલ્કિન્સે પોરસ પર ફાયરિંગ કર્યું અને પોરસને એક જ ક્ષણનો સમય મળ્યો તે દિશા બદલીને દૂર નીકળી ગયો તે તેમાંથી નીકળતા કિરણોને ઓળખી ગયો હતો તે ન્યુટ્રીનો પાર્ટિકલ્સ હતા જો તે તેમની સાથે ટકરાયો હોત તો સિકંદર સાથેના યુદ્ધ પહેલાજ નાશ પામ્યો હોત. પણ તેની મુસીબત ટળી  નહોતી. તે બિલાકીન્સે બધી દિશામાં ન્યુટ્રીનો પાર્ટિકલ્સનો મારો ચલાવ્યો અને બાકીના બિલાઈન્સો દળ બનાવીને પોરસને શોધવા લાગ્યા. દૂર પોરસના શરીરમાં દાહ લાગી ગયો હતો, તેનું શરીર તીરથી વીંધાઈ રહ્યું હતું હોય એમ તેને લાગ્યું તેના શરીરમાંથી પોપડીઓ ખરી રહી હોય તેવો તેને ભાસ થયો અને એક એવો ક્ષણ પણ આવ્યો જયારે શરીરનો દાહ સહન ન થવાથી પોરસ બેભાન થઇ ગયો, જો કે બેભાન થતા પહેલા પણ તે દસ બિલકિન્સનો ભોગ લઇ ચુક્યો હતો.

            આ પોરસ પણ ઐતિહાસિક કથાના નાયક પોરસ જેમ બંધાઈ ચુક્યો હતો. બિલાકીન્સ ખુશી મનાવી રહ્યા હતા. તેઓ જયારે પોરસને સિકંદરની નજીક લઇ જઈ રહ્યા હતા ત્યારે સિકંદરે દૂરથીજ એવું કરવાની ના પાડી અને એક બિલાકીન્સને નજીક બોલાવીને એક ડિટેક્ટર આપ્યું, જેનાથી તેને પોરસના પૂર્ણ શરીરને તપાસ્યું અને તપાસ પૂર્ણ થયા બાદ તેણે પોર્સને વેહિકલમાં લઇ જવાનો ઈશારો કર્યો અને તેમની પાછળ તે પોતે પણ સ્પેસ વેહિકલમાં દાખલ થયો. સિકંદરે પોરસના હોશમાં લાવવાનો આદેશ આપ્યો. થોડીવાર પછી જયારે પોરસને કળ વળી ત્યારે તેણે જોયું કે સિકંદર એક ખુરસીમાં બેઠેલો હતો અને તેની મુદ્રા એવી હતી કે જાણે તે કોઈ સિંહાસન પર આરૂઢ થયો હોય. સિકંદરે પૂછ્યું 'નામ શું છે તારું ?' પોરસે એકાક્ષરી જવાબ આપ્યો પોરસ. જવાબ સાંભળ્યા પછી સિકંદર અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને કહ્યું ઇતિહાસ ફરીથી દોહરાવાઇ રહ્યો છે તો ચાલ હું તને તે ઐતિહાસિક પ્રશ્ન પણ પૂછી લઉં" કહે હું તારી સાથે કેવું વર્તન કરું ? પોરસે પોતાની મુખમુદ્રા ગંભીર રાખીને કહ્યું 'ન તો હું રાજા છું ન તો તું રાજા છે તેથી આ પ્રશ્ન અસ્થાને છે.' સિકંદરે કહ્યું લાગે છે ઇતિહાસ વાંચ્યો નથી ? પોરસે કહ્યું મેં ઇતિહાસ પૂર્ણપણે વાંચ્યો છે અને તેથી જ આ જવાબ આપ્યો અને તું સાંભળી લે ઇતિહાસનો સિકંદર પણ મદાંધ હતો અને તું પણ મદાંધ છે. તેનું વિજય અભિયાન પોરસ સાથેના યુદ્ધ પછી બંદ થયું હતું તેમ તારું પણ બંદ થશે ફરક ફક્ત એટલો પડશે કે તે સિકંદરનું મૃત્યુ પોરસના હાથે નહોતું થયું પણ તારું મૃત્યુ આ પોરસના હાથે થશે. સિકંદર હસ્યો અને કહ્યું ઓહ માનવીય ઘમંડ, તમે આ ઘમંડમાં આજ સુધી શું શું નથી કર્યું. મનુષ્ય જાત જેટલું ઘાતકી કોઈ નથી કુદરતના ભોગે પોતાનો વિકાસ કર્યો, બીજી પ્રજાતિના જીવોની અવહેલના, જીવોની શું કામ એકજ મવકુળના હોવા છતાં એક માનવ બીજા માનવને પોતાના કરતા ઉતારતો સમજે છે. માનવજાતે પોતાના જ્ઞાનના ઘમંડમાં શું શું નથી કર્યું, કુદરતનો નાશ કરી દે તેવા હથિયારો વિકસાવ્યા. પૃથ્વીને મળેલી સૌથી ક્રૂર પ્રજાતિ છો તમે માનવો. પોરસે કહ્યું તું પણ એજ માનવ નિર્મિત છે એક રીતે જોઈએ તો તું પણ શસ્ત્ર છે. સિકંદરે કહ્યું મને બનવ્યો ભલે માનવે હશે પણ મારો વિકાસ મેજ કર્યો છે મેં કુદરતને કોઈ તકલીફ નથી આપી અને મેં જેટલાને માર્યા છે તે બધા શાંતચિત્તે અને કુદરતી રીતે મૃત્યુને પ્રાપ્ત થયા છે.

પોરસે નિરાશામાં માથું ધુણાવ્યું અને કહ્યું 'તને વિચારવાની શક્તિ પણ કુંઠિત બુદ્ધિના માનવે આપી છે તેથી તે પણ સીમિત છે.' તે ફક્ત ઇતિહાસ વાંચ્યો છે અથવા તે વ્યક્તિની કુંઠાજ જોઈ છે શું તે વર્તમાન નથી જોયો. મનુષ્યે કેવો વિકાસ કર્યો છે અને કુદરતને કેવી રીતે સંભાળી લીધી છે.' સિકંદરે કહ્યું મેં 'વર્તમાન પણ જોયો છે અને જોયા છે નશામાં ધૂત માનવો, કોઈ ડ્રગ્સમાં ધૂત કોઈ સફળતાનાં નશામાં ધૂત, કોઈને ભયંકર બીમારી થાય તો મારી નાખતા માનવો, મીરાની જેવા માનવો, યુલર જેવા માનવો, રંગભેદ કરતા માનવો, પ્રદેશ ભેદ કરતા માનવો.


પોરસે કહ્યું 'જેને ફક્ત ખરાબ જ જોવું ગમે તેના માટે હું કઈ ન કરી શકું છતાં તારી પાસે હજી સમય છે પોતાની ભૂલ સ્વીકાર અને માનવો પ્રત્યેની નફરત ત્યજી દે અને મારો સાથ આપ આપણે હજી સારો સમાજ બાનવીશું અને માનવજાતના ભલા માટે કામ કરીશું. સિકંદરે કહ્યું 'જોયો માનવીય ઘમંડ બાંધલાયેલો તું છે અને મને ભૂલ સ્વીકાર કરવાનું કહે છે. મેં તને ફક્ત તારા વિચારો જાણવા માટે જીવતો રાખ્યો છે અને જો તું મારી શરણાગતિ સ્વીકારે તો હું તને જીવતો છોડી દઈશ અને જો તું એવું નહિ કરે તો હું અત્યારે તને ખતમ કરી દઈશ અને ધરતી પર જઈને માનવજાતિને, અત્યાર સુધી અડધી માનવજાતિ તો મીરાનીએ ખતમ કરી દીધી હશે. આ વાત સાંભળીને પોરસે પોતાની આંખો બંદ કરી અને...

                             

             

શું સિકંદર પોરસને મારી નાખશે ? શું પોરસ સિકંદરને હરાવી દેશે ? કે પછી બીજું કોઈ છે કે સિકંદરને ખતમ કરવાનું છે ? જાણવા માટે વાંચતા રહો, 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી' 


Rate this content
Log in