પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૩
પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૩


(પાછલા ભાગમાં જોયું કે સિકંદર ને એક મેસેજ મળે છે અને તે સાયમંડના હાથમાં ધુરા આપીને નીકળી જાય છે અને તેના ગયા પછી તે બધા રોબોટ્સ ને ડિએક્ટિવેટ કરે છે પણ સિકંદર ને આ બીક પહેલાથી હતી તેથી મિસાનીને પણ એક ડિવાઇસ આપ્યું હોય છે. સિવાનના વીહિકલમાં બધા વર્મ હોલની નજીક પહોંચી ગયા છે હવે આગળ)
વહેલી સવારે જયારે સફાઈ કર્મચારી તે વ્યક્તિ અને કૂતરાની નજીક પહોંચ્યો અને તેમનું નિરીક્ષણ કરવા લાગ્યો અને તે વ્યક્તિને હાથ લગાડ્યો તેવો જ તેને કોઈ વિચિત્ર આભાસ થયો અને તે ઉલ્ટી કરવા લાગ્યો તેના શરીર પર લાલ ચકામાં ઉભરી આવ્યા અને તે ઠંડીથી ધ્રુજવા લાગ્યો.
આવી ઘટના બધા રીજન ના મોટાભાગના શહેરોમાં થઇ હતી. બધી જગ્યાએ હડકંપ મચી ગયો. કોઈ અજાણ્યા વાયરસ નો અટેક થયો હતો. રિજનની સરકારોએ તાત્કાલિક પગલાં લીધા અને દરેક ઈન્ફેક્ટેડ વ્યક્તિઓને આઇસોલેટેડ ચેમ્બરમાં ખસેડ્યા છતાં આ પગલું લેતા ત્રણ દિવસ લાગ્યા તેમાં હજારો લોકોને ચેપ લાગી ચુક્યો હતો. બધાને આઇસોલેટ કર્યા છતાં સરકારને ખાતરી નહોતી કે બધાજ ઈન્ફેક્ટેડ વ્યક્તિઓ પકડાઈ ગયા છે. સરકારોએ પોતાના મેડિકલ ઓફિસરોને તે વાયરસની દવા તાત્કાલિક ધોરણે શોધવા આદેશ આપ્યો પણ તે વખતે ઘણા બધાના કોમ્પ્યુટરો અને કોલિંગ ડિવાઈસોમાં મેસેજ ફરવા લાગ્યો કે ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધાને લીધે આ વાયરસનો અટેક થયો છે.
વર્મહોલમાં દાખલ થયેલું વેહિકલ એકદમ સ્થિર થઇ ગયું જાણે તે હવામાં લટકી ગયું હોય પછી અચાનક આગળ વધવા લાગ્યું જાણે કોઈ શક્તિ તેને ખેંચી રહી હોય પછી તે ગોળ ગોળ ફરવા લાગ્યું અને ફરી સ્થિર થઇ ગયું. બધા દિગ્મૂઢ હતા કોઈને ખબર ન હતી કે શું થઇ રહ્યું છે ઇંજિન તેની મેળે બંદ થઇ ગયું હતું. પછી તે થોડી વાર એવી રીતે ચાલ્યું જાણે કોઈ શક્તિ તેને ક્યાંક ધકેલી રહી હોય. પછી કોઈ ધક્કો માર્યો હોય તેમ આગળ ધકેલાયું. ચારે તરફ અંધકારનું સામ્રાજ્ય હતું. થોડી વાર પછી વેહિકલ સામાન્ય થયું અને ઇંજિન ફરી શરુ થયું. ફરી તે સામાન્ય ગતિથી આગળ વધ્યું.
થોડીવાર પછી તેમને અવકાશ દેખાયું જ્યાં બહુ ઓછા તારા ચમકી રહ્યા હતા. સિવાને પોતાનું વેહિકલ સ્થિર કર્યું. સૌથી પહેલી કળ કેલીને વળી તેણે પોતાની સાથે લાવેલું ડિટેક્ટર ઓન કર્યું અને સિગ્નલ પ્રસારિત કર્યા અને થોડી વાર પછી તે રડવા લાગી. બધા તેની સામે જોઈ રહ્યા. તેણે કહ્યું મારી થિયરી સાચી પડી ખરેખર પ્રતિબ્રહ્માંડનું અસ્તિત્વ છે અને આપણે અત્યારે પ્રતિબ્રહ્માંડમાં છીએ. ઇયાને પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી કે આપણે પ્રતિબ્રહ્માંડમાં છીએ. કેલીએ કહ્યું પ્રતિપદાર્થની હાજરીને લીધે હું કહી શકું છું. ઇયાનના ચેહરા પર પ્રશ્નચિહ્ન જોઈને તેણે આગળ કહ્યું આપણું બ્રહ્માંડ પદાર્થનું બનેલું છે જેમાં પરમાણુના કેન્દ્રમાં ઘન ભારવાળો પ્રોટોન અને તેની ફરતે ઋણભાર ઈલેક્ટ્રોન હોય છે જયારે પ્રતિપદાર્થમાં પ્રતિ ઈલેક્ટ્રોન ઘન ભારવાળો અને પ્રતિપ્રોટોન ઋણભારવાળો હોય છે. બ્રહ્માંડમાં પ્રતિપદાર્થનું અસ્તિત્વ હતું પણ પદાર્થ અને પ્રતિપદાર્થની ટક્કર થઈને એક્મેકનું અસ્તિત્વ નાબૂદ કર્યું અને ઉર્જાનું નિર્માણ થયું.
સિવાને પોતાના વેહિકલમાં લાગેલા ડિટેક્ટરો ઓન કર્યા અને અવલોકન કર્યા અને ચાર પાંચ કલાકને અંતે કહ્યું હું બહુ અદભુત દ્રશ્ય જોઈ રહ્યો છું આપણે જ્યાં છીએ તે ખરેખર જુદી જગ્યા છે. આપણું બ્રહ્માંડ બહુ વિસ્તૃત છે. જયારે અહીં તો લાગે છે કે ધીમે ધીમે બધું સમેટાઈ રહ્યું છે. વુલમાર્ગે કહ્યું હું સમજ્યો નહિ. સિવાને કહ્યું આપણા બ્રહ્માંડમાં જયારે મારા સેન્સેટિવ સિગ્નલ મોકલું છું ત્યારે ત્યારે તેની તરંગ લંબાઈ વધી જાય છે, તે બતાવે છે કે આપણું બ્રહ્માંડ ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે જયારે અહીં તરંગલંબાઇ ઓછી થઇ ગઈ જે બતાવે છે કે આ બ્રહ્માંડ સંકોચન પામી રહ્યું છે. વુલમાર્ગે પૂછ્યું હવે આપણે અહીં શું કરવાનું છે. રેહમને કહ્યું વૈજ્ઞાનિક ટીમની લીડર કેલી છે એટલે તે કહે તેમ કરશું. પોતાનું નામ સાંભળીને કેલી ભાનમાં આવી અને તેણે સીવન તરફ ફરીને પૂછ્યું આપણી પાસે કેટલા મીની વેહિકલ છે. સિવાને કહ્યું ચાર. કેલીએ કહ્યું ઓકે ઇયાન , હું , શ્રેયસ અને પીટર એક એક વેહિકલ લઈને અને દરેકની પાસે એક એન્ટીમેટર કલેક્શન મશીન હશે અને બાકી લોકો અહીંથી બેકઅપ આપશે. શ્રેયસે પૂછ્યું આપણા ચારેમાંથી કોઈના પર મુસીબત આવી તો અહીંથી શું કરશે ? કેલી પાસે તેનો કોઈ જવાબ ન હતો. શ્રેયસે કહ્યું અહીં એક સ્પેર મીની વેહિકલ હોવું જરૂરી છે તેથી તું અહીં રહે અને બધા શું કરે છે તેનું મોનીટરીંગ કર. બધા શ્રેયસની વાતથી સહમત હતા એટલે કેલીએ પોતાની જીદ પડતી મૂકી અને વેહિકલમાં રહેવા તૈયાર થઇ ગઈ. ત્રણ મીની સ્પેસ વેહિકલ જુદી જુદી દિશામાં ગયા.
ઇયાનનું સ્પેસ વેહિકલ જ્યાં પ્રવાસ કરી રહ્યું હતું તે દિશામાં મોટેભાગે અંધકાર હતો અને ડિટેક્ટર જે દિશા બતાવતું તે દિશામાં વધી રહ્યું હતું. ખુબ પ્રવાસ કર્યા પછી તેને પ્રકાશ દેખાયો. હવે તેણે એવો ગ્રહ શોધવાનો હતો જ્યાં તેને કોઈ ગેસ મળી શકે. ખુબ મથામણને અંતે એક ગ્રહ ડિટેકટ થયો જ્યાં તેને આંટી હાયડ્રોજનની હાજરી વર્તાઈ. ૪૦ કલાક ને અંતે તે ત્યાં પહોંચ્યો અને મશીનનું કંટ્રોલર ઓન કર્યું એટલે ચેમ્બરમાં એન્ટિહાયડ્રોજન ભરાવા લાગ્યો. તે ગ્રહ ધીમે ધીમે પોતાની ધરી પર ફરી રહ્યો હતો. અંતે એક પૃથ્વી દિવસ જેટલા સમયમાં ચેમ્બર પૂર્ણ રીતે ભરાઈ ગઈ. પીટર પણ ઇયાનની જેમ સફળ રહ્યો હતો પણ તેને થોડો વધારે સમય લાગ્યો કારણ તે જે ગ્રહ પર પહોંચ્યો ત્યાં એન્ટિહાયડ્રોજનની માત્ર બહુ ઓછી હતી.
શ્રેયસ પોતાનું સ્પેસ વેહિકલ લઈને દૂર સુધી નીકળી ગયો હતો તેની પાસે સૌથી મહત્વની મશીન હતી. અન્ટિન્યુટ્રીનો કંટ્રોલિંગ & કલેક્ટિંગ મશીન હતું એટલે તેણે એવો કોઈ તારો શોધવાનો હતો જેમાંથી અન્ટિન્યુટ્રીનોનો ધોધ વાછૂટતો હોય અને છેક દસ પૃથ્વીદિવસને અંતે તે એવી સોલાર સિસ્ટમ શોધવામાં સફળ રહ્યો. અહીં સાથરો સમેટાઈ રહ્યો હોવાથી બધા તારાઓ બલ્બની જેમ ફ્યુજ થઇ ગયા હતા. બહુ ભયાનક વાતાવરણ હતું. એક ગ્રહ પર શ્રેયસ પહોંચ્યો જે પોતાની ધરી પર ભમરડાની જેમ ફરી રહ્યો હતો અને તેની ગતિ વધારે હોવાથી તેના વાતાવરણમાં પ્રવેશ કરીને તેણે મશીનને ઓન કર્યું. ધીમે ધીમે તેની ચેમ્બર ભરાવા લાગી. ૨૫ પૃથ્વી દિવસને અંતે તેની ચેમ્બર ભરાઈ ગઈ અને વચ્ચે વચ્ચે તે ઓલ વેલના સંકેતો મોકલતો રહ્યો. જેમ જેમ સમય જતો હતો તેમ તે પોતાને ઉર્જાવાન અનુભવી રહ્યો હતો અને તેના મનમાં વિચિત્ર લાગણી થવા લાગી હતી. જયારે તે પાછો વળી રહ્યો હતો ત્યારે કેલી માટે બેકરાર થઇ ગયો હતો તેને મંઝીલ ખુબ દૂર લાગી રહી હતી.
હવે પૃથ્વી પર થોડા પાછળના સમયમાં જઈએ. મિસાનીને ખબર પડતી ન હતી કે શું કરવું જોઈએ. તેણે સિકંદરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક મારા ને સાયમંડનું મર્ડર કરવા રોક્યો હતો પણ તે નાકામ રહ્યો હતો. તે પોતાની ઓફિસમાં માથે હાથ દઈને બેઠો હતો તે વખતે પાછળથી ઇયા પ્રવેશી અને તેના ગળામાં હાથ નાખ્યા અને પૂછ્યું શું થયું આટલા ટેંશનમાં કેમ છો ? મિસાનીએ બનેલી ઘટના વિષે તેને કહ્યું. તમારા જેવી દૂરનું વિચારનાર વ્યક્તિ આ રીતે નિરાશ થઇ જાય તે ખોટું છે. તમે સિકંદરના ઈશારે ક્યારથી ચાલવા લાગ્યા. તમે ભૂલી ગયા કે તમે જગતના સૌથી મોટા ધાર્મિક સંગઠન ના ચીફ છો અને તમે જુદા જુદા ધાર્મિક સંગઠનોને એક છત્ર નીચે લાવ્યા છો અને ધર્મનું માહાત્મ્ય વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમે સાયમંડને તેના હથિયારથી જ કેમ નથી મારતા. મિસાનીએ તેના ચહેરા તરફ જોયું અને કહ્યું સિકંદરે એવું કરવાની ના પાડી છે. ઇયાએ કહ્યું સિકંદર અત્યારે અહીં નથી એટલે નિર્ણય તમારેજ લેવાનો છે. ઇયાએ પૂછ્યું શું બાકીના રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ ગયા છે ? મિસાનીએ કહ્યું લગભગ થઇ ગયા હોવા જોઈએ. ઇયાએ તેની પાસે ડિવાઇસ માગ્યું કે મિસાનીએ તે ચુપચાપ તેના હાથમાં આપી દીધું. ઇયાએ તેમાં સાયમંડનો ફોટો અપલોડ કર્યો અને ઇન્સ્ટ્રક્શન લખી કિલ સાયમંડ. અને તે ડિવાઇસ ટેબલ પર મૂકીને પોતાના હાથ કમર પર મૂકીને મિસાની તરફ જોયું અને કહ્યું જોયું કેટલું આસાન હતું. તે ડિવાઇસમાં એક મેસેજ ઝળકી રહ્યો હતો અને તે વાંચવા માટે તે ડિવાઇસને હાથમાં લેવા ગઈ ત્યાંજ તે ઓફિસમાં જાણે વાવઝોડુ આવ્યું હોય તેવો અવાજ થયો અને ઇયા જમીન પર પડી હતી અને તેના શરીરમાંથી રક્ત વહી રહ્યું હતું.
.
શું થશે શ્રેયસ સફળ રહેશે ? ઇયાએ સાયમંડને મારવાનો મેસેજ ટાઈપ કર્યો હતો તો તે પોતે કેમ મરી ગઈ ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી