Jyotindra Mehta

Drama Fantasy Thriller

3  

Jyotindra Mehta

Drama Fantasy Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧૭

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી ૧૭

5 mins
407


(પાછલા ભાગમાં જોયું કે રેહમન સ્પેસ મિશન માટે તૈયાર થઇ જાય છે અને તે સ્પેસ મિશન ની તૈયારીઓ શરુ થઇ જાય છે. ૬ મહિના પછી જયારે સાયમંડનો ક્લોન તૈયાર થઇ જાય છે ત્યારે કોઈ તેનું અપહરણ કરે છે હવે આગળ ) 

 

     કિડનેપરો સાયમંડને કન્વર્ટીબલમાં બેસાડે છે અને થોડીવારમાં તે ઉડવા લાગે છે, કિડનેપરો શાંતિથી જઈ રહ્યા હતા કારણ તેમને ખબર હતી કે લેબ ઇલલીગલ રીતે ક્લોન તૈયાર કરતી હતી એટલે પોલીસ ને કહી નહિ શકે. નાના બાળકની જેમ સાયમંડનો ક્લોન કન્વર્ટિબલમાં બેસીને આજુબાજુના દ્રશ્યો નિહાળી રહ્યો હતો, તેના માટે આ બધું નવું હતું પણ અચાનક તેના મગજમાં આવ્યું કે આવી ઊડતી ગાડીમાં બેસવું તેનું સપનું હતું જે આજે સાકાર થયું. પોતાના મગજમાં આવો વિચાર કેમ આવ્યો તે વિષે તેને કઈ ખબર ન પડી પણ તે સફર ની આનંદ લઇ રહ્યો હતો. તે કવર્ટિબલ એક શાનદાર બિલ્ડીંગ સામે ઉભી રહી. તે ત્રણેય કિડનેપરો સાયમંડને બિલ્ડીંગની એક ઓફિસમાં લઇ ગયા જ્યાં યુલર તેમની રાહ જોઈ રહ્યો હતો. યુલરે તે ત્રણેયને ઈશારો કર્યો એટલે તેઓ સાયમંડને ત્યાં એક ચેરમાં બેસાડીને નીકળી ગયા. એટલામાં યુલરના ફોનમાં એક મેસેજ આવ્યો ગુડ જોબ હવે આને અને જે ડિવાઇસ સિરમ પાસેથી ચોર્યું છે તેને એક કન્વર્ટિબલમાં આ એડ્રેસ પર પહોંચાડો. યુલરે સામે લખ્યું મારા પૈસા. ડિવાઇસ અને સાયમંડ ત્યાં પહોંચશે એની પાંચ મિનિટમાં પૈસા તમારા એકાઉન્ટમાં પહોંચી જશે. યુલરે કહ્યું ડીલ આ નહોતી પણ એનીવે હું તમારા પર ભરોસો મૂકીને બંનેને મોકલું છું જો પૈસા ન મળ્યા તો આ સાયમંડને હું ફરીથી કિડનેપ કરી લઈશ. સામેથી લખાયું ઓકે આ ડીલ માં થોડું ડિલે થયું છે તો તે માટે હું તમને ડબલ પૈસા આપીશ. યુલર સાયમંડ તરફ ફર્યો અને પૂછ્યું તું કોઈ સિકંદરને ઓળખે છે ? સાયમંડે કહ્યું ના હું તો અહીં કોઈને નથી ઓળખતો. યુલરે એક બટન દબાવ્યું એટલે એક વ્યક્તિ આવી અને તેને થોડી ઇન્સ્ટ્રકશનો આપીને સાયમંડને ત્યાંથી રવાના કર્યો અને જતા પહેલા એક ડિવાઇસ તેના ખિસ્સામાં મૂક્યું. યુલરે વિચાર્યું એક ક્લોન માટે કોઈ ડબલ પૈસા શા માટે આપે મારે આમના પર નજર રાખવી પડશે.  


     આ તરફ સિરમ તેનો ઓફિસમાં આંટાફેરા કરી રહ્યો હતો જ્યારથી તેને લેબમાંથી સમાચાર મળ્યા ત્યારથી તે ચિંતિત હતો. ચાર દિવસમાં આ તેના માટે બીજા ખરાબ સમાચાર હતા. એક તો સિકંદરને કંટ્રોલ કરવાનું ડિવાઇસ ગાયબ હતું અને બીજું સાયમંડના ક્લોન ને કોઈ કિડનેપ કરી ગયું હતું. હવે તેને મદદ કરી શકે તેવી એકજ વ્યક્તિ હતી અને તે હતી યુલર. જેવો તેણે કોલ કરવા માટે પોતાનો ફોન ઉપાડ્યો તે નીચે પડી ગયો અને તેના શરીરમાંથી રક્તની ધારાઓ વહી નીકળી જાણે કોઈ ટેન્કમાં છિદ્રો થયા હોય અને પાણી વહી જતું હોય તેવું દ્રશ્ય હતું , તેણે રાડ પડી અને તે નીચે પડી ગયો. ઓફિસ સ્ટાફ દોડી આવ્યો પણ ત્યાં સુધીમાં સીરમ ના પ્રાણપંખેરું ઉડી ગયા અને ત્યાં એક મોટું લોહીનું ખાબોચિયું તૈયાર થઇ ગયું હતું. થોડીવારમાં ત્યાં પોલીસ આવી ગઈ અને સાથે ડોક્ટરોની ટીમ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બ્લડ પ્રેશર વધી જવાને લીધે રક્તવાહિનીઓ ફાટી ગઈ પણ અંગો કેવી રીતે ફાટી ગયા તે વિષે કોઈ કઈ ન કહી શક્યું વધુ તપાસ માટે સિરમની ડેડ બોડી સાથે લઇ ગયા. કંપનીના કર્મચારીઓ શૉક માં હતા કોઈને ખબર પડતી ન હતી કે આવું કઈ રીતે થઇ ગયું અને હવે તેમને ચિંતા પેઠી કે આવડા મોટા એમ્પાયરનું શું થશે કારણ સિરમ ના વિઝન ને લીધે કંપની આ લેવલ પર પહોંચી હતી.


   ૧૦ દિવસ પછી સિરમના અંતિમ સંસ્કાર થયા અને તેના ત્રણ દિવસ પછી બોર્ડ રૂમ માં બાકીના ડાયરેક્ટરોની નવા અનુગામી માટે મિટિંગ શરુ હતી. મિસ્ટર સંબિતરના નામ પર બધાએ રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યાંજ બોર્ડરૂમ નો દરવાજો ખુલ્યો અને સાયમંડ અંદર આવ્યો અને કહ્યું સોરી જેન્ટલમેન હું લેટ આવ્યો પણ શું કરું હું બહુ બીઝી હતો આપણી કંપનીની માહિતી મેળવવામાં. સંબિતરે પૂછ્યું તમે કોણ છો ? સાયમંડે હસીને કહ્યું ઓહ સોરી હું મારુ ઇન્ટ્રોડક્શન આપવાનું ભૂલી ગયો હું છું સિકંદર આ કંપનીના ૫૯ % શેરહોલ્ડર. સિરમ મારો ખાસ મિત્ર હતો અને તેનું મૃત્યુ થયું તેના ૧૦ દિવસ પહેલા તેણે શેર્સ મારા નામે કર્યા હતા અને આશ્ચર્ય છે કે તમે મારા વગર મિટિંગ શરુ કરી, શું તમે ડાયરેક્ટર ની લિસ્ટ માં મારુ નામ નહોતું જોયું. છેલ્લું વાક્ય બોલતી વખતે તેના અવાજ સાંભળીને ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિ કાંપી ગઈ. ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ બોર્ડ રૂમમાં છવાઈ ગઈ. પછી પાછું હસીને કહ્યું નો પ્રોબ્લેમ કઈ ફાયનલાઈઝ થાય તે પહેલા હું આવી ગયો છું. સંબિતરે થોડી હિમ્મત ભેગી કરીને કહ્યું કે આ સિરમ પોતાના શેર ટ્રાન્સફર ન કરી શકે. સિકંદરે કહ્યું કોર્પોરેટ એક્ટ ACZ 7B અનુસાર જો કોઈ શેરહોલ્ડર ચાહે તો બીજા શેર હોલ્ડરોને જણાવ્યા વગર પોતાના શેર ટ્રાન્સફર કરી શકે અને તે માટે કોઈની પરમિશનની જરૂર નથી. સંબિતર નું મોઢું સિવાઇ ગયું છતાં એક બીજા ડાયરેક્ટરે કહ્યું મને આમાં કોઈ કાવતરું દેખાઈ રહ્યું છે નક્કી તમેજ સિરમનું મર્ડર કર્યું હશે. સિકંદરે કહ્યું તમે આની તપાસ પણ કરાવી શકો છો હવે આ મિટિંગ માં ૫૯ % નો શેરહોલ્ડર હોવાને નાતે હું મારુ નામ મેનેજીંગ ડાયરેક્ટરની પોસ્ટ માટે પ્રસ્તુત કરું છું જો કોઈને આપત્તિ હોય તો અત્યારે કહી શકે છે. સંબિતરે કહ્યું આ મને માન્ય નથી અને હું તમારો દાવો કોર્ટમાં પડકારીશ. સિકંદરે કહ્યું શોખથી પડકારો પણ ત્યાં સુધી આ કંપનીનો હું જ એમ ડી છું અને હું ખાતરી આપું છું કે જ્યાં સુધી હું આ પોસ્ટ પર છું આ કંપની ખુબ આગળ વધશે અને આપણી કંપની સિક્રીસ નવી ઊંચાઇઓને અડશે. હું આજે એમ ડી નું પદ ગ્રહણ કરતી વખતે ચાર નવા યુનિટ્સ ની સ્થાપનાની જાહેરાત કરું છું જેમાં એક આપણા રીજનમાં અને બાકીના ત્રણ અન્ય રીજનમાં સ્થાપવામાં આવશે. આ જાહેરાતને મિટિંગ રૂમ માં હાજર રહેલ દરેક જાણે તાળીઓથી વધાવી જયારે સંબિતર અને અન્ય પાંચ ડાયરેક્ટર બોર્ડ રૂમ છોડીને નીકળી ગયા. સિકંદર તેમને જતા જોઈ રહ્યો અને તેના હોઠના ખૂણા અજબ રીતે વંકાયેલા હતા.


  મિટિંગ પુરી થયા પછી સાયમંડ એક રૂમમાં આવ્યો અને ખુરસીમાં બેસી ગયો અને એક ઓળો તેના શરીરમાંથી નીકળ્યો અને સામે જઈને એક શરીરનું રૂપ ધારણ કર્યું અને પૂછ્યું મજા આવી ? સાયમંડે પૂછ્યું કેવી મજા ? સિકંદરે કહ્યું ઓહ તને કઈ યાદ નથી ઉભો રહે તને દેખાડું છું કે શું થયું એમ કહીને ત્યાં રહેલ એક સ્ક્રીન તરફ આંગળી ચીંધી એટલે બોર્ડરૂમ માં જે થયું તે દ્રશ્ય દેખાવા લાગ્યું. તે થયા પછી પણ સાયમંડના ચેહરા પર કોઈ ભાવ ન હતા તે પોતાનું માથું પકડીને બેસી ગયો અને કહ્યું મારુ માથું ભયંકર રીતે દુઃખી રહ્યું છે. સિકંદરે આગળ વધીને કહ્યું બસ થોડા જ સમયની વાત છે પછી આદત પડી જશે એમ કહીને પોતાની એક આંગળી તેના માથા પર મૂકી અને સાયમંડનું માથું દુખતું બંદ થઇ ગયું. સાયમંડે પૂછ્યું કોર્ટમાં કઈ નહિ થાય બધા ડોકયુમેન્ટ્સ આપણા ફેવર માં છે અને ચાલ હવે તૈયાર થઇ જા આપણે કંપનીના કર્મચારીઓ માટે સંદેશ રેકોર્ડ કરાવવાનો છે.     

    

 સિકંદર સાયમંડને કબ્જા માં લઈને શું કરવા માંગે છે ? શા માટે ? આગળ શું થવાનું છે ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી


Rate this content
Log in

Similar gujarati story from Drama