પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૧૬
પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૧૬
(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ સ્પેસ એકેડમીના એડમિશનની ટેસ્ટ સફળતાપૂર્વક પર પાડે છે. અને તે પોતાના અતીતને યાદ કરે છે. હવે આગળ )
શ્રેયસે સ્પેસ ટ્રેઇનિંગ એકેડમીમાં એડમિશન લીધું તેના ૧૫ દિવસ પહેલાની ઘટના.
APALની વિશાળ ઓફિસમાં રેહમન APALના ડાયરેક્ટર બેન સાથે વાત કરી રહ્યો હતો. બેને રેહમનને કહ્યું 'આપણી સ્પેસ એજન્સી આજ સુધી કદી ન થયું હોય તેવું મિશન લોન્ચ કરી રહી છે અને મારી ઈચ્છા છે કે તું તેને લીડ કરે.' રેહમને પૂછ્યું 'મિશન શું છે ?' બેન ધીમે ધીમે તેને સમજાવવા લાગ્યો અને રેહમનના ચેહરા પર જુદા જુદા ભાવ આવતા રહ્યા. રેહમને કહ્યું 'આને મિશન નહિ સુસાઇડ અટેમ્પટ કહેવાય કારણ આ આ ફક્ત વન વે મિશન છે જ્યાં જવાય તો ખરું પણ પાછા આવવાના ચાન્સીસ ૦.૦૦૦૧ % છે. અને ચાલો હું માનું કે મારામાં સ્પેસ એક્સ્પ્લોરેશનનો કીડો છે બાકી લોકો કેવી રીતે તૈયાર થશે ? અહીંયા તો ડેથ ફાઇનલ છે.' બેને કહ્યું તારા અને મારા જેવા લોકોની કંઈ નથી ફક્ત આપણે તેમને શોધવા પડશે અને આપણી પાસે બે વર્ષનો સમય છે અને કોઈ નહિ મળે તો આપણે બંને જઈશું આ મિશન ઉપર. રેહમન અપલક નેત્રે બેનને જોઈ રહ્યો. રેહમને પૂછ્યું 'એવું તો કયું સંકટ આવી પડ્યું છે કે આવું મિશન લોન્ચ કરવું પડે અને તમે પોતે આવવા તૈયાર છો.' બેને સિરમના રોબોટ અને SANGETના ચેરમેનના મર્ડરની વાત કરી અને કહ્યું કે 'જો સિરમ આવા બીજા રોબોટ્સ બનાવી લેશે તો આખા જગતમાં હાહાકાર મચાવી દેશે.' રેહમને કહ્યું 'આટલુ મોટું મિશન લોન્ચ કરવા કરતા સિરમ ને ખતમ કરવો આસાન છે.' બેને કહ્યું 'અસલી મુસીબત સિરમ નથી પણ તેનો રોબોટ છે અને જીન્ન બોટલથી બહાર આવી ગયો છે અને તે જીન્નને મારવો આસાન નથી અને સિરમની પાછળ કોણ કોણ છે તે વિષે પણ કઈ ખબર નથી. સિરમ પૂર્ણ રીતે જાસૂસી એજન્સીઓની નજરમાં છે થોડા નામ સામે આવ્યા છે છતાં પૂર્ણ જાણકારી મળી નથી.
રેહમને અવઢવમાં હતો. તેની મનોદશા સમજીને બેને કહ્યું 'તરત જવાબ આપવાની જરૂર નથી ઘરે જઈને વિચાર કર, આખા મિશનનું પ્લાનિંગ તારા અને જીકારોના કહેવા પ્રમાણે થશે. તારી જવાબદારી સ્પેસ વેહિકલ હશે અને તેની ડિઝાઇન અને ગ્રાઉન્ડ સપોર્ટનું કામ જીકારો કરશે. રેહમને કહ્યું 'ઠીક છે આપણે કાલે મળીયે.' જેવો રેહમન ત્યાંથી ગયો બેને એક કોલ જોડ્યો અને કહ્યું કે રેહમન કાલે જવાબ આપશે. સામેથી તેને કડક અવાજમાં કહેવામાં આવ્યું કે 'તમારે જે કરવું પડે તે કરો પણ રેહમન આ મિશન માટે તૈયાર થવો જોઈએ.'
રેહમન ઘરે આવીને વિચાર કરવા લાગ્યો. બેને જયારે મિશનની વાત કરી ત્યારે તેણે ભલે એક્સેપટ ન કરી પણ ઊંડે ઊંડે તે પણ આ મિશનની જવાબદારી લેવા માંગતો હતો આ તેના માટે સોનેરી મોકો હતો પોતાના સ્પેસ એડ્વેન્ચરને પૂરો કરવાનો. સ્પેસ એક્સ્પ્લોરેશન તેનું પેશન હતું. તેણે આજ સુધી ઘણા બધા સ્પેસ મિશનોમાં ભાગ લીધો હતો. ૧૮ વર્ષનો હતો ત્યારે સ્પેસ ટ્રાવેલિંગની ટ્રેઇનિંગ લીધી હતી અને ત્યારથી તેની સ્પેસની જર્ની શરુ થઇ હતી અને આજે ૩૫ વર્ષની ઉમર સુધીમાં ૧૨ વર્ષ તેણે સ્પેસમાં વિતાવ્યા હતા અને તેણે ઘણા બધા ગ્રહો અને ઉપગ્રહોની મુલાકાત લીધી હતી. પણ યુનિવર્સની બહાર જવાનો મોકો તેને આકર્ષી રહ્યો હતો. પણ આ મિશનનું રિસ્ક ફેક્ટર મોટું હતું અને સૌથી મોટી મુસીબત ટીમ ભેગી કરવાની છે. ત્રણ જણા તો તેની નજરમાં હતા જે તેના જેવાજ હતા પણ આટલા દૂર જવું હોય તો મોટી ટીમ જોઈએ મિનિમમ ૧૦ જણ.
બીજે દિવસે તે બેનની સામે બેઠેલો હતો તેણે કહ્યું 'હું સ્પેસ મિશનમાં જવા તૈયાર છું અને હજી બીજા ત્રણ જણ છે
જેઓ આવવા તૈયાર છે પણ તેઓ વેહિકલ ઓપરેટર છે જયારે અહીં તો પ્યોરલી કવોન્ટમ ફિજીક્સના સાયન્ટિસ્ટ જોઈશે. બેને કહ્યું 'બે પોઝિટિવ આપણી પાસે બે વર્ષનો સમય છે ટીમ બનાવવા માટે.' રેહમને કહ્યું 'પણ જે કોઈ આ મિશન માટે આવશે તે મારા એપ્રુવલ બાદ આવશે.' બેને કહ્યું 'મને કોઈ વાંધો નથી પણ એટલું ધ્યાન રાખજે કે મિશનના ઓરીજીનલ મોટીવની જાણ કોઈને ન થવી જોઈએ.
૬ મહિના પછીનું દ્રશ્ય
એક અંડરગ્રાઉન્ડ લેબમાં સાયમંડ ખુરસીમાં બેઠેલો હતો અને તેની સામે ત્રણ સાયન્ટિસ્ટ હતા જે તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેઓ પોતાની પાસે રહેલા ડિવાઇસની ૩ડી પ્રિન્ટ સાથે મેચ કરી રહ્યા હતા. તેમાંથી એકે પોતાના સિનિયરને કહ્યું 'એની વોઇસ પ્રિન્ટ મેચ થાય છે રેટિના પ્રિન્ટ મેચ થાય છે પણ તેનો ચેહરો થોડો જુદો પડે છે હવે આપણે શું કરશું ? શું આપણે બીજો ક્લોન તૈયાર કરવો પડશે ?' તે સિનિયરે સિરમને કોલ કરીને આ જાણકારી આપી એટલે સિરમે કહ્યું 'ચિંતા કરવા જેવું કઈ નથી તેનો ચેહરો મેચ નહિ થાય કારણ જે ફોટો તમને મેં મોકલ્યો હતો તે મોડિફિકેશન પછીનો હતો જયારે આ ક્લોન ઓરીજીનલ સાયમંડ જેવો દેખાતો હશે. હું બે દિવસ પછી આવીશ અત્યારે હું એક જરૂરી ડીલ પતાવી રહ્યો છું.' સિરમ ના જવાબથી તે ત્રણેયને હાશ થઇ.
સાયમન્ડના ક્લોને તેમને પૂછ્યું 'હું કોણ છું ? તે સિનિયરે કહ્યું તમારું નામ સાયમંડ છો અને તમે સાયન્ટિસ્ટ છો અને એક એક્સીડંટમાં તમારી સ્મૃતિ ચાલી ગઈ એટલે તમને કઈ યાદ નથી. એક કામ કરો હું તમારા જીવનની માહિતી આપું છું કદાચ તમને કઈ યાદ આવી જાય,' એમ કહીને તેણે કાનમાં નાના સ્પીકર નાખ્યા અને સ્ક્રીન ઓન કરી. સ્ક્રીન ઓન કરી એટલે તેમાં સાયમંડ વિશેની માહિતી આવવા લાગી અને સ્પીકરમાં જે લખેલું હતું તે સંભળાઈ રહ્યું હતું. સાયમંડનો ક્લોન આભુંઢ બાળકની જેમ આ બધું સાંભળી રહ્યો હતો. તે ત્રણેય સાયન્ટિસ્ટ ઉઠ્યા અને તે સિનિયરે કહ્યું તમે આ બધું સાંભળો આપણે પછી મળીશું એમ કહીને ત્યાંથી જતા રહ્યા.
બહાર જઈને એક જાણે તે સિનિયરને પૂછ્યું 'શું કલોનને સાયમંડ ની માહિતી આપવું યોગ્ય છે ?' સિનિયરે કહ્યું 'હા એવું કરવું જરૂરી છે ક્લોન ભલે મોટો દેખાતો હોય પણ તેનું મગજ નાના બાળક જેવું કુમળું હોય છે. જો આપણે સાયમંડનાં જીવન વિશેની માહિતી આપીશું તો શક્ય છે જીન્સની અંદર રહેલી માહિતી તેના મગજમાં ટ્રાન્સફર થઇ જાય અને આ ક્લોન સાયમંડ જેટલો કેપેબલ થઇ જાય. અને કદાચ આપણે કોઈ માહિતી ન આપીયે તો તેના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠતા રહેશે અને જવાબ ન મળતાં તે કુંઠિત થઇ જાય અને વધારે ઉપયોગી ન રહે. આ માટે એક જૂનો કેસ છે કેસ નંબર AZSDA43નો રિપોર્ટ સ્ટડી કરી લેજે. સવાલ પૂછનાર સમજી ગયો હોય તેમ માથું હલાવ્યું. સાયમંડનો ક્લોન બે દિવસ સુધી બધી માહિતી ફરીફરીને જોતો રહ્યો પણ તેને કઈ યાદ આવતું ન હતું.
સિરમ જે દિવસે તેને લેવા આવવાનો હતો તે દિવસે અજબ ઘટના બની ત્રણ હથિયારધરી વ્યક્તિઓ લેબમાં આવી અને સાયમંડના કલોનને કિડનેપ કરીને લઇ ગઈ.
કિડનેપિંગ કોણે કર્યું ? શા માટે કર્યું ? આગળ શું થવાનું છે ? જાણવા માટે વાંચતા રહો 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ
સ્ટોરી.'