પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી ૧
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી ૧


પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત હોવાથી દરેક પાત્રનો પરિચય આપવો શક્ય નથી પણ છતાં મારી કથાના અમુક મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં.
સિકંદર : મારી કથાનો ખલનાયક, તે કોણ છે તે કથા વાંચ્યા પછી સમજાશે.
ડૉ હેલ્મ: ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક.
ડૉ સાયમંડ : ડૉ હેલ્મ નો આસિસ્ટન્ટ
કેલી : ડૉ હેલ્મની દીકરી અને એપીએએલ કંપનીની વૈજ્ઞાનિક ટીમ ની મેમ્બર
ઇયાન : એપીએએલ નો વૈજ્ઞાનિક
સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક
ઇયા : સિરમ ની આસિસ્ટન્ટ
શ્રેયસ : એપીએએલ નો આધેડ વયનો વૈજ્ઞાનિક
વર્ષ : ઈ.સ.૨૨૫૦
એક સ્પેસ વેહિકલ માં ૧૬ લોકોની ટીમ પ્રવાસ કરી રહી છે. તેઓ પાછલા ૫ વરસથી નિરંતર પ્રવાસ કરી રહ્યા છે. તેઓ પૃથ્વીથી ૪ પ્રકાશવર્ષ દૂર નીકળી ગયા છે. તે સ્પેસ વેહિકલનો કપ્તાન છે રેહમન. તેની ટીમમાં બીજા ૧૫ જણ છે. કેલી , ઇયાન , વુલમર્ગ , જેમ્સ , પીટર , ડૉ સીકર , શ્રીકાંત , સરોજ ,વેન , બ્રુસ , શ્રેયસ, વિલ્હેમ , કૃષ્ણા, બ્રિજ અને કેસર.
આ ટીમ નું લક્ષ્ય છે પ્રતિપદાર્થની શોધ. આ ટીમ એપીએએલ કંપની માટે કામ કરી રહી હતી.આ એક ગુપ્ત મિશન હતું અને તે માટે જયારે રેહમન ને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે જો ટીમ ચૂઝ કરવાનો અધિકાર હોય તો જ હું મિશન પર જવા તૈયાર છું. વૈજ્ઞાનિકો , ડૉક્ટરો કે પાઈલટો તેમને હું સિલેક્ટ કરીશ. રેહમને પોતાની ૧૩ લોકોની ટીમ તૈયાર કરી પણ કંપનીએ કહ્યું બીજા બે વૈજ્ઞાનિકો ને અમે સાથે મોકલવા માંગીયે છીએ અને આખું મિશન કંપની સ્પોન્સર કરી રહી છે તો આટલું તો માનવું પડશે. કમને રેહમન તૈયાર થયો.અને સ્પેસમિશનમાં બે જણા એડ થયા તે હતા કેલી અને શ્રેયસ.શ્રેયસ માટે રેહમને વિરોધ કર્યો કે ૪૬ વર્ષનો વૃદ્ધ આ મિશનમાં શું કરશે ? પણ કંપની માની નહિ એટલે તેને સાથે લઇ લીધો.પ્રતિ પદાર્થોને કલેક્ટ કરવા કંપનીએ જુદા જુદા મશીનો આપ્યા હતા.
ટીમ ની ઓળખાણ
રેહમન : કપ્તાન
ડૉ સીકર : ટીમ નો ડૉક્ટર
વિલ્હેમ અને કૃષ્ણા : પાઇલટ
બ્રિજ અને કેસર : કો-પાઇલટ
કેલી , ઇયાન , વુલમર્ગ , જેમ્સ , પીટર ,શ્રીકાંત,સરોજ ,વેન , બ્રુસ , શ્રેયસ : વૈજ્ઞાનિક તેમજ એન્જિનિયર
આ ટીમ ની સાથે ચાર રોબો પણ હતા જેમનું કામ વૈજ્ઞાનિકો અને પાઈલટોને અસિસ્ટ કરવું તેમજ જરૂર પડે તો રીપેરીંગ તેમજ સ્પેસ વેહીકલમાંથી બહાર જઈને કોઈ કામગીરી હોય તો તે બજાવવી. રોબોટને નામ પણ હતા ઈમિન , સિરસ , ફુરચા અને કાયલી. સ્પેસ મિશનો હવે સામાન્ય વાત હતી.
સામાન્ય રીતે મિશનો નવા વસવાટ લાયક ગ્રહો શોધવા, નવી પ્રજાતિઓ શોધવી અથવા અવનવી ધાતુઓ શોધવાના થતા પણ આવું વિચિત્ર અને આટલું લાબું મિશન પહેલી વાર લોન્ચ કરવામાં આવ્યું હતું.રીજનલ સ્પેસ એજન્સીઓને આ મિશન વિષે જુદી માહિતી આપવામાં આવી હતી.તેમને કહેવામાં આવ્યું હતું કે કોઈ નવો ગ્રહ ડિટેકટ થયો છે તે વસવાટ લાયક છે કે નહિ તેની શોધખોળ કરવા ટીમ મોકલવામાં આવી રહી છે.અને તે માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી.
વર્ષ : ઈ.સ. ૨૨૫૦ જગત ની સ્થિતિ
અત્યારના જગત ની સ્થિતિ જોઈ લઈએ. જગત ચાર રીજન માં વહેચાયેલું છે ABSECT રીજન , SANGET રીજન , GRIBS રીજન અને JICAPT રીજન.નાના કે મોટા દેશોનું કોઈ અસ્તિત્વ નથી. દેશો ચાર રીજન માં વહેંચાઈ ગયા છે.જગત ચાર રીજન માં ૨૧૦૦ માં જ વહેંચાઈ ગયું હતું પણ તેની શરૂઆત ૨૦૭૫ માં થઇ.૨૦૭૫ માં ચોથું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે યુનાઇટેડ નેશન નું નૂતનીકરણ કરવામાં આવ્યું પહેલાના યુનાઇટેડ નેશન ઓર્ગનાઈઝેશનો વિશ્વયુદ્ધ રોકવામાં નિષ્ફળ ગઈ એટલે તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને અમેરિકા પાસેથી તેનો દોર ભારત, ચીન અને ખાડી દેશોએ મળીને આંચકી લીધો. એક ક્રાંતિકારી નેતાનો ઉદય થયો રાજન કુમાર તેમને યુનાઇટેડ નેશન ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ચોથા વિશ્વયુદ્ધ માં જગત ની ૭૫ ટકા વસ્તી નો નામશેષ થઇ હતી અને મોટાભાગની સંપત્તિનો નાશ થઇ ગયો હતો.ભુખમરીએ માઝા મૂકી હતી. રોગચાળો ફેલાયેલો હતો. રાજનકુમારે પહેલીવાર ચાર રીજનની સંકલ્પના આપી અને તે પછીના ૨૫ વર્ષ તેમણે તે સંકલ્પના સાકાર કરવા પાછળ હોમી દીધા.નાના નાના દેશો તરત માની ગયા કારણ તેમની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી, કુદરતી સંપત્તિઓને પણ ખુબ નુકસાન પહોંચ્યું હતું. નાગરિકો ભુખમરી અને રોગચાળાથી ત્રસ્ત હતા. પણ મોટા દેશો તે માટે તૈયાર ન હતા પણ ધીરે ધીરે સમજાવટ ને અંતે તેઓ માન્યા અને ઈ. સ. ૨૧૦૦ માં જગત ચાર ભાગોમાં વહેંચાઈ ગયું રશિયા અને યુરોપિયન દેશોને મળીને GRIBS રીજન , ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા મળીને ABSECT રીજન ,એશિયા , ઓસ્ટ્રેલિયા અને નાના ટાપુઓ મળીને JICAPT રીજન , આફ્રિકા અને ખાડી દેશો મળીને SANGET રીજન.
રીજન ના નામો જુદા જુદા દેશોના પહેલા અક્ષર લઈને રચવામાં આવ્યા હતા. નાના દેશોએ નામ માટે થઈને મોટો હોબાળો મચાવ્યો પણ રાજનકુમારે કૂટનીતિ વાપરીને તેમણે શાંત કર્યા. તેમણે સમજાવ્યું કે નામમાં ભલે પ્રાધાન્ય ન મળ્યું પણ સત્તા અને સંપત્તિમાં જરૂર મળશે.પછી ચાર રીજન વચ્ચે અણુશસ્ત્ર નિશાસ્ત્રીકરણ ના કરારો થયા , નોલેજ ટ્રાન્સફરના કરારો થયા , એજ્યુકેશન સિસ્ટમ શેરિંગ ના કરારો થયા. હવે આખા જગતમાં શિક્ષણનું સ્તર એક જેવું હતું. ઈ.સ. ૨૧૨૦ માં રાજનકુમાર નું મૃત્યુ થયું ત્યાં સુધીમાં જગતમાં શાંતિ છવાઈ ગઈ હતી અને ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ માઝા મૂકી હતી.
સ્પેસ મિશન શા માટે લોન્ચ કરવામાં આવ્યું ? રાજનકુમારના મૃત્યુ પછી શું થયું ? મિશનને ગુપ્ત કેમ રાખવામાં આવ્યું ? કેલી અને શ્રેયસ ને છેલ્લી ક્ષણે શા માટે મિશન માં સામેલ કરવામાં આવ્યા ? શું થઇ રહ્યું છે ૨૨૫૦માં અને તેનો સંબંધ ૨૦૭૫ સાથે કેવી રીતે છે ? જાણવા માટે વાંચતા રહો મારી કથા.