Kaushik Dave

Comedy Drama

3  

Kaushik Dave

Comedy Drama

પરિવારથી ના મળે છુટકારો

પરિવારથી ના મળે છુટકારો

2 mins
173


'હવે તારાથી છુટકારો થાય તો સારું. ' પતિદેવ બોલ્યા.

' પણ મેં શું કર્યું છે ? મેં તમને કયો ત્રાસ આપ્યો ?' બોલતા પત્ની ગળગળી બની.

'ત્રાસ તો છે જ. આખો દિવસ રસોડામાં ભરાઈ જાય છે. ઓફિસ જવાના ટાઈમે જ બહાર આવે છે એ પણ ટિફિન ભરીને. '

'એતો સારું છે કે તમારું ટિફિન સમયસર બનાવું છું. નહિતર બહારનું જમવાનો વારો આવે. '

'એ હા. . યાદ આવ્યું. કાલે ટિફિન બનાવીશ નહીં. મારે ઓફિસ સ્ટાફ સાથે બહાર જમવા જવાનું છે. પણ તારા વખાણ તો થાય જ. તારા જેવી રસોઈ બહારની તો હોય જ નહીં. પણ. . . પણ. . '

બોલતા પતિદેવ હસ્યા.

' પણ શું ? તમને ભાવતું નથી ! સીધેસાદુ બોલો ને ! ને હા. . . હું એક અઠવાડિયા માટે તમારા સાસરે જવાની છું. બહુ દિવસથી ગઈ નથી. '

'મારા સાસરે ! ઓહ્. . . અરે તું તો જબરું બોલે છે. એમ કહે ને કે તારે પિયરે જવું છે. '

'આ તમે દરરોજ બોલો છો ને કે તારાથી છુટકારો થાય તો સારું. એટલે થયું કે એક અઠવાડિયું તમને છુટકારો મળી જાય. પછી તમે છો, આપણું ઘર છે ને ચાર દિવાલો છે બસ. તમે મને યાદ કરશો ને ! કે એમાં પણ છુટકારો મેળવવો છે ?'

' અરે પણ ત્રણ દિવસ માટે જા ને. મને આવો છુટકારો જોઈતો નથી. બહારનું જમીને મારું પેટ બગડશે પછી આવીને તારે જ સેવા કરવી પડશે. '

'ના. . ના. મને પણ આરામ જોઈએ. થોડા દિવસ તો તમારાથી છુટકારો થશે. હાશ. . હવે છુટકારો થશે. '

'અરે. . પણ તને જવાની ના પાડી નથી. પણ મારે પણ તારા પિયરનો લાભ લેવો છે. બહુ દિવસથી ગયો નથી. બોલ. . . ક્યારે જવું છે ? આતો હું મજાક કરતો હતો કે હાશ. . તારાથી છુટકારો થાય તો સારું. મજાક પણ ના કરી શકું !'

' હા. ‌હા. . કરો મારી મજાક. આખો દિવસ તમારી રાહ જોઈને બેસતી હોઉં છું. ને તમારે છુટકારો જોઈએ છે ? નહિ મળે તમને છુટકારો. હવે તો હું જવાની નથી. હું પણ મજાક કરતી હતી. તમે મારા વગર રહી શકો છો કે નહીં ?'

' તો ઠીક છે. પણ આપણે આ મહિનાના અંતમાં મારા સાસરે મુલાકાત લઈશું. '

' અરે પણ મારે તો મારા પિયર જવું છે. ' પત્ની હસી પડી.

બોલી:-' તમારાથી મારો છુટકારો નથી અને મારાથી તમારો. '


Rate this content
Log in

Similar gujarati story from Comedy