Mulraj Kapoor

Fantasy Inspirational Children

3  

Mulraj Kapoor

Fantasy Inspirational Children

પરીનો ચમત્કાર

પરીનો ચમત્કાર

2 mins
163


એક નાનું એવું ગામ, તેમાં રણમલ, તેની પત્ની સુલેખા અને તેમની સાત વર્ષની પુત્રી આભા રહેતાં હતાં. રણમલનો પરિવાર મધ્યમવર્ગનો શહેરમાં નોકરી કરતો હતો, વચ્ચે રજા મળતી ત્યારે પોતાને ગામ આવતો અને પરિવાર સાથે આનંદની પળો વિતાવતા હતાં. 

આભા ખુબ સુંદર સુશીલ અને સંસ્કારી હતી. તેની ચમકદાર આંખો, હસતી ત્યારે ગાલમાં ખંજન પડતાં હતાં. તેનું હાસ્ય ખુબ મોહક લાગતું હતું. તેને જોઈને કોઈને પણ તેના પર વહાલ આવે એવું વ્યક્તિત્વ હતું. સાલસ અને શાંત સ્વભાવ, મધ્યમવર્ગ હોવાથી પૈસે ટકે ખુબ હાલત બહુ સારી ન હતી. જે હતું તેમાં તેને આનંદ મળતો હતો. માબાપની ખુબ લાડકી હતી, અને તે પણ માબાપ ને એટલોજ વહાલ કરતી હતી. 

ગામમાં શાળા હતી તેમાં ભણવા જતી અને ખુબ મન દઈ ભણતી હતી. જે નવું શીખી આવતી તે સુલેખા સાથે ચર્ચા કરતી. મનમાં ઊઠતા સવાલો પણ કરતી. શાળામાં પરીઓની વાત આવતી ત્યારે તે ખીલી ઊઠતી હતી, તેને પરીની વાતો ખુબ પસંદ હતી.

"મા, આ પરીઓ ક્યાં રહેતી હશે ? આપણા બોલાવવાથી આપણી પાસે આવે ખરી ?" સુલેખા હસીને આકાશ તરફ આંગળી ચીંધી ને કહેતી "ઉપર આકાશમાં રહે છે અને આપણે જો ખુબ સારા બનીએ તો તેઓ આપણી વાત સાંભળે અને આપણને મળવા પણ આવે "

અભાએ આ વાત મનમાં બેસાડી  દીધી. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતી, કોઈને પરેશાન કરતી નહીં જેથી પરીઓ એની વાત સાંભળે અને મળવા આવે. 

તેના પિતા શહેરમા રહેતા હતાં અને આભા ખુબ ખુશ થતી કારણકે તેના માટે મીઠાઈ અને રમકડાં જરૂર લાવતા અને ખુબ મજા કરતા. 

તેવામાં શહેરમાં કોરોના રોગ ફાટી નીકળ્યો, ઘણાં લોકો બીમાર થઈ જતાં હતાં તેવા સમાચાર આવતાં હતાં.

ગામમાં બિમારીની ખાસ અસર થઈ ન હતી. સુલેખાને ખુબ ચિંતા થતી પણ આભાને આ બાબત કાંઈ વાત કરતી નહીં. 

આભાને વાત સમજ આવતી હતી પણ માતાની ચિંતા થતી હતી તે જોઈ શકતી અને ચૂપ રહી જતી. 

તે રાતે ચૂપચાપ આંખો બંધ કરીને મનોમન પરીને યાદ કરી પોતાના દુઃખ દુર કરવા વિનંતી કરી સૂઈ ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ હતી, પરી સાથે વાત કર્યા પછી તરત નિંદર આવી ગઈ.

બીજા દિવસે સવારે તેની નવાઈનો પાર ન રહ્યો, "આભા બેટા, ઊઠ જો તો કોણ આવ્યું છે " સુલેખા તેને ઊઠાડી રહી હતી, આભાએ આંખો ખોલી જોયું તો તેના પિતા સામે ઊભા હતાં. આભા મનોમન પરીનો ઉપકાર માની પિતાને જઈ ગળે લાગી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy