'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

પરીક્ષાનો ડર...? છૂમંતર...! 04

પરીક્ષાનો ડર...? છૂમંતર...! 04

2 mins
327


તરત જ મન બોલ્યો, ''એક મિનિટ દોસ્તો ! મારે તમને જાદુ દેખાડવો જ છે. જાદુથી તમે પાસ થઈ જાવ એવું કરવું જ છે. પણ થોડી વાત કરવાનું મન થયું ! એટલે થોડી વાત કરું છું. તો વાત એમ છે કે, મોટા થઈને કમાણી કરવા માટે જ ભણવું, એવું ન રાખો. ભણવાથી ખૂબ ફાયદો થાય છે. ભણવાની ઉંમરે નહિ ભણીએ, તો શું મોટા થઈને ભણવાનો સમય મળશે ? પણ આપણે ગાડીને પાટા ઉપર રાખીને જ ભણવાનું છે. ગાડીને પાટાથી ઊતરવા દેવાની નથી. કમાણી તો અંગૂઠાછાપ પણ કરી શકે છે. આપણે તો યોગ્ય રસ્તે રહીને ભણવાનું છે. પછી જોજોને ! જો પરીક્ષાનો ડર લાગે તો !''

લય  :  ''આ મનિયાની વાત થોડીક સમજમાંઆવી. આપણે જે શીખીએ, તે ઊંડાણપૂર્વક અને ધ્યાનથી શીખવું જોઈએ.''

પલ  :  ''અરે, ઓ લયલી ! તું વળી કયાં મનિયાના પાટલે બેઠો ?''

હવે બીજા બોલે, તે પહેલા મન પોતે જ બોલવા લાગ્યો, ''પરીક્ષા એ માત્ર આપણા સ્મૃતિરૂપ જ્ઞાનની પરીક્ષા છે, જ્યારે શિક્ષણ એ તો જિંદગીને સજાવનારું છે. શિક્ષણ આપણને દરેક પળે રસ્તો ચીંધતું રહે છે. પરીક્ષામાં નાપાસ થતાં આપણે આપણી જિંદગી હારી જતાં નથી. પણ હું જે જાદુ બતાવું છું, તે મુજબ કરશો, તો નાપાસ થશો જ નહિ ! મનમાં એક મંત્ર બોલ્યા જ કરવાનો, 'મારે પાસ થવું છે, મારે પાસ થવું જ છે.' આ મંત્ર ખૂબ ચમત્કારી છે. પાસ થવા માટે તમારી પાસે મહેનત કરાવશે, તમને યાદ રખાવશે અને પછી પરીક્ષાનો ડર તો દૂર જ ભગાડી દેશે. આ ડર નામના ભૂતને શીશામાં પૂરી દેશે. ભૂત ન હોય, તો ડર શાનો ?''

રવ  : ''આ વળી શું ભૂતની વાતો કરીને બીવડાવવા લાગ્યો ?''

જય  :   ''બીજું કાંઈ નથી ! ખોટેખોટો આપણો સમય બગાડે છે, ને વળી સમયનું જ્ઞાન દેવા બેઠો છે. એવા જો જાદુ હોત, તો કોઈ નાપાસ થાત ખરું ? પૈસા દઈને પણ જાદુ કરાવી લેત.''

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Children