પ્રહલા
પ્રહલા
🌻 પ્રહલા એક પ્રકાશ
વાત છે ભયયુગ ના સમયની. ત્યાં હતું એક તપોલોક.એ રાજ્યમાં હિરણ્ય વર્મા રાજા નો સૂર્ય તપતો હતો.
અહીં સૂર્યની પૂજા થતી, પરંતુ સમયની ગતિએ પૂજા ધીમે ધીમે અહંકારના તેજમાં ફેરાઈ ગઈ.
રાજા હિરણ્યવર્મા કહેતો ફરતો
“ખરો પ્રકાશ હું જ છું. નભ નો સૂર્ય તો ફક્ત માત્ર મારી છાયા છે.”
હું છું તો આ સૃષ્ટિ છે. તપલોક ના બધા મંદિરમાં હવે મંત્રો ની જગ્યા એ મદિરા વહેતી થઈ.
રાજાએ તેના મહેલને પ્રજાના પૈસે સોનાથી મઢાવ્યો. તેની દીવાલ ચમકતી રહેતી , પરંતુ એ ચમકમાં કોઈ લાગણીની ઉષ્ણતાં નહતી. ભય અને અહંકારથી ભરેલી તપલોક ની ચમક ધમક.
તેના આદેશથી રાજ્યમાં સૂર્યની પૂજા બંધ થઈ ગઈ.
ફૂલોના ખેતરો પર તાળા, મંદિરોમાં અંધકાર.
પણ આખા તપલોક માં એની એક રાજકુમારી હતી પ્રહલા.કે જેની
આંખોમાં પ્રકાશ જીવતો હતો. તેના હૃદયમાં સૂર્યની કિરણો ધબકતાં હતાં.
દરેક પ્રભાતે તે રાજમહેલની પાછળના જૂના બગીચામાં જતી,
જ્યાં તેણે છુપાવેલો એક ફૂલનો છોડ હજુ જીવતો હતો.
તે સુરજમુખીનો છોડ.
રોજ સવારે નભમાં રહેલ સૂર્યને અનુસરે, જેમ કોઈ બાળક માં ને જુવે કે ભક્ત પ્રભુ ચરણે શીશ જુકાવે .
પ્રહલા તેના ફૂલોનું અચૂક જતન કરતી,
સુરજમુખીના ફૂલ તેને મૂક સંદેશ આપતાં કે લાખ નિરાશાઓ માં આશા એ સાચો ધર્મ છે.
શ્રદ્ધા દિશા છે,કોઈ પણ ધર્મનું પહેલું પગથિયું છે .”
---
એક રાત્રે, રાજાને ખબર પડી,કે તેની દીકરી હજુ પણ સૂર્યને નમન કરે છે.
ગુસ્સે ભરાઈ રાજા બોલ્યો,“દીકરી તારી આવી વર્તણુક એ રાજવંશનું અપમાન છે.
આ ફૂલો કાપી નાખો. હું છું તો પ્રકાશ છે.
બધા ના સુખ નો સૂરજ ફક્ત મારી મરજી ને આધીન છે.”
સૈનિકો આવ્યા — બગીચા સળગાવ્યા.
પ્રહલા ધૂળમાં પડી ગઈ, અને ધગધગતા ખેતરમાંથી ધુમાડા વચ્ચે તેણે જોયું —
એક ડાળીએ રહેલ સૂર્યમુખી ફૂલ, જે આગ વચ્ચે પણ અડગ હતું ,
તેનું મોઢું અહંકાર ના અંધકાર તરફ નહીં, પણ શ્રદ્ધા ના અદૃશ્ય પ્રકાશ તરફ હતું
પ્રહલાને તે ફૂલે કીધું “પ્રકાશને જોવું એટલે આશા, અનીસ્ટના
અંધકાર સામે ઉભા રહેવું. અને જે આવુ કકરે તે બધાય આ શ્રુષ્ટિના સૂર્યમુખી છે.”
પ્રહલા એ ફૂલને હાથમાં લીધું અને આગ થી બચાવ્યું.
અને એ ક્ષણે આખું તપલોક પ્રકાશથી ઝળહળી ગયું.
હિરણ્યવર્મા મહેલની ખિડકીમાંથી જોઈ રહ્યો હતો.
સૂર્યની કિરણો, તેની આંખોમાં ચમકી ગઈ.
તેને આજે પહેલી વાર સમજાયું.
તે જેને પ્રકાશ કહેતો હતો, એ તો માત્ર તેના અહંકારનું પ્રતિબિંબ હતું.
સાચો પ્રકાશ તો તેની દીકરી પ્રહલાની વિનમ્ર શ્રદ્ધામાં હતો.
---
તે દીવસની સવારથી .
તપોલોકના ખેતરો ફરી ખીલી ઊઠ્યા.
હર ફૂલ સૂર્ય તરફ મોઢું ફેરવી હસી પડ્યું.
રાજા નત મસ્તકે બગીચામાં આવ્યો, પ્રહલાને શીશ જુકાવી નમન કર્યા.
અને એ દિવસે સૌએ જોયું.
મંદિર માંથી મદિરા વહેતી બંધ થઈ. મંત્રોચ્ચાર ચાલુ થયાં.
એક ફૂલ ધીમે ધીમે મનુષ્ય બની ગયું,
અને પ્રહલા ધીમે ધીમે પ્રકાશમાં વિલિન થઈ ગઈ.“તે તપલોકની સૂર્યમુખી બની ગઈ —
જે કદી મુશ્કેલીઓની રાતથી નથી ડરતી.” 🌻
---
✨ સંદેશ:
પ્રહલા અને સૂર્યમુખી બંને એ જ કહે છે, આભાસી પ્રકાશમાં
પણ સત્યને ઓળખી
અને એ તરફ સતત વળતું રહે તે જ સાચું જીવન છે.
---
