Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

પ્રેરણાદાયી શિક્ષક

પ્રેરણાદાયી શિક્ષક

2 mins
266


પંદર વર્ષ પછી એ શહેરમાં રહેવા આવ્યો હતો. હા. . પણ સ્થિતિ જુદી હતી. પંદર વર્ષ પહેલા એ શહેરમાં અભ્યાસ કરતો હતો.

અને જોબમાં ટ્રાન્સફર આ શહેરમાં થઈ.

મને આ શહેરની હાઈસ્કૂલ યાદ આવી ગઈ હતી. સ્કૂલના મારા માનીતા ટીચર બાલુભાઈ સાહેબ. એ વખતે હું ઓલ્ડ એસ. એસ. સી. માં હતો.  

એ વખતે પણ શહેર મારા માટે નવું હતું.

સાહેબે મને પ્રોત્સાહન આપ્યું હતું. છેલ્લી પાટલી પરથી ત્રીજી હરોળમાં બેસાડ્યો.

સાહેબ અભ્યાસ માટે હંમેશા યોગ્ય પ્રેરણા આપતા હતા.

એ સર બે વિષય લેતા હતા. બંને વિષય સાયન્સના હતા.

આખરે રિઝલ્ટ આવ્યું ને હાઈસ્કૂલમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો.

જિલ્લામાં સાયન્સ વિષયમાં પ્રથમ નંબરે હતો. આચાર્ય શ્રી અને બાલુભાઈ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

સમય બદલાયો. . .

બે વર્ષ પછી પપ્પાની ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ હતી.

પંદર વર્ષ વિતી ગયા. શહેરમાં એક સોસાયટીમાં ઘર ભાડે લીધું. એ વખતે મારે બે દીકરીઓ હતી.

મોટી દીકરી ત્રીજા ધોરણમાં હતી. રવિવાર એટલે રજાનો દિવસ.

રજાના દિવસે હું ઘરના આંગણામાં ખુરશી પર બેઠો હતો ત્યારે મેં એક મોટી ઉમરની વ્યક્તિને જોઈ.

મને થયું કે હું એમને ઓળખું છું.

પછી યાદ આવી ગયું કે આ બાલુભાઈ સાહેબ છે.

હું ઝડપથી સાહેબ પાસે ગયો. એમને વંદન કરીને મારી ઓળખાણ આપી.

સાહેબ તરતજ મને ઓળખી ગયા.

એમની આંખોમાંથી હર્ષના આસું આવી ગયા.

એમની સાથે વાતચીતમાં ખબર પડી કે તેઓ પણ એમના દીકરા સાથે આજ સોસાયટીમાં રહે છે.

પછી હું સાહેબને મારા ઘરે લઈ ગયો.

મારી નાનકડી દીકરીને કહે કે તું પણ તારા પપ્પા જેમ હોશિયાર થજે એવા મારા આશીર્વાદ છે.

મારી દીકરી એમને પગે લાગી અને આશીર્વાદ લીધા.

ગુરુનું સન્માન કરવું જોઈએ. અને એમની સલાહ જીવનમાં અપનાવવી જોઈએ.

એક વર્ષ એ શહેરમાં રહ્યો. આજે પણ હું બાલુભાઈ સાહેબને યાદ કરું છું.


Rate this content
Log in

Similar gujarati story from Drama