MITA PATHAK

Romance Inspirational

4.0  

MITA PATHAK

Romance Inspirational

પ્રેમનો નિચોડ - ચારિત્ર્ય

પ્રેમનો નિચોડ - ચારિત્ર્ય

3 mins
212


આજે શેરી બનેલી ઘટના જોઈને મને એક વિચાર આવ્યા જ કરે છે. મારો તો છોકરો છે ! તાંબાના લોટા જેવો ઘસી લઈશ એટલે પાછો ઉજળો પણ તારી દીકરી છે જે પેટમાં લઈને ફરશે તેનું શું ? હા તો તેમા તારો છોકરો પણ એટલો જ જવાબદાર છે. હા તો મારા છોકરા ઉપર કોઈ આંગળી નહી કરે અને થોડા દિવસમાં ભૂલી જશે પણ, તારી દીકરીને મરવા વારો આવશે. ત્યારે મને એક વિચાર આવે છે કે સમાજનો ન્યાય આ બાબતે કેવો હશે ? સમાન હશે કે પછી આંધળો હશે. બધા જ માટે આ સૂત્ર સરખું હોવું જોઈએ 'શિલમ પરમ ભૂષણમ' પછી એ સ્ત્રી હોય કે પુરુષ જો માફી અપાય તો બંને સરખી જ હોય અને સમાજમાં જીવવાનો અધિકાર સરખો જ હોવો જોઈએ. અને ચારિત્ર્ય તો એક ઘરેણું જે બધા માટે સરખું છે. ખરેખર કહું તો........... ચારિત્ર્યથી મોટું કોઈ આભૂષણ નથી અથવા તો ઘરેણું નથી. ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે પણ બુદ્ધિથી ચારિત્ર્ય આવતું નથી. એટલે આપણા દાદી કે દાદીના મુખે આપણે સાંભળવા મળતું કે છોકરાઓને તમે કંઈ ન આપો ચાલશે પણ સંસ્કાર જરુર આપજો. બીજું બઘુ તમને જીવનના અનુભવે મળશે પણ સારા સંસ્કાર તમને પરંપરાઓથી જ મળે છે. ચારિત્ર્ય એટલે તમારુ વર્તન અને તમારા બોલ ચાલથી તમારામાં રહેલી સારા અને નરસા ની ઓળખ થાય છે. ચારિત્ર્ય તો પાછું સફેદ કાગળ જેવું છે એક વાર ડાઘ પડે એટલે બધાની આંખો સફેદ કાગળ ને કયારેય નહીં જુએ લોકો ને ખાલી ડાઘ જ દેખાશે એટલે તેની ખૂબ સાચવણી અને કેળવણી કરવી પડે છે. જેમ કોઈ તમારી મહામુલ્ય વસ્તુનું જતન કરો છો તેમ જ. જેમકે સોના ચાંદીના, હીરાના ઝવેરાત હોય, તેવી જ રીતે જ તેનું જતન કરવું જોઈએ. 

  સારા ગુણો કેળવવા માટે ધ્યાન સારી જગ્યાએ લગાડવું જોઈએ જેમકે, ધાર્મિક પુસ્તક, સારુ વાંચન, ભગવાન તરફ આસ્થા, ઈન્દ્રિયો પર કાબુ, યોગ, ધ્યાન વગેરે જેવા પરિબળોના માધ્યમથી સંસ્કારો નું સિંચન કરવું જોઈએ. જગતમાં પૈસાનું મહત્વ નથી તેટલું ચારિત્ર્યનું મહત્વ છે. હું તો પેલા લડતા બંને વ્યક્તિઓને કહેવા માંગતી હતી. ભૂલ બંને એ કરી છે તો ડાઘ બંને ઉપર અને તમારે બંને ના કુટુંબ એટલો જ ડાઘ લાગશે.જો તમે એકબીજાને નહી સ્વીકારો તો દુનિયા તો તમાશો જોવો ઊભી જ રહેશે, ચાર દિવસ વાતો કરશે. અને જો તમે સમાજ તરફ ધ્યાન આવશો તો બે જિંદગી બગડશે. બાકી સમાજનું કંઈ જ નહિ જાય..હજું ઝઘડાનું નિવારણ કરવા મે મારા બનતા પ્રયાસ કર્યા બંને પક્ષને આ બધું કહી સમજાવાની કોશિશ કરી પણ ગુસ્સો અને અહમ કોનું સાંભળે..."પપ્પા હું એક છોકરીને દિલથી ચાહું છું અને હું એની સાથે જ લગ્ન કરીશ " તું મારી સામે બોલે છે ? સમાજમાં મારું નામ છે હું તેને ધૂળમાં નહિ મળવા દઉં. આટલી રકઝક પછી પણ આ જ શબ્દો. તું મારો છોકરો છે એ બગડેલી અને વંઠેલ છોકરીઓ જેનામાં સંસ્કાર જેવું કંઈ છે જ નહિ લગ્ન પહેલા મોઢું કાળુ કરી નાખ્યું છે, એ આપણા મોભાદાર કુટુંબની વહુ ના બની શકે. તું મારી સાથે ઘરે ચાલ. પણ પપ્પાએ એ મારે લીધે આ જગ્યાએ ઊભી છે. એ હું કંઈ ના જાણું, હવે આમા પેલી છોકરીનો એકલાનો વાંક થોડો છે, તાળી બે હાથે વાગી છે. અને સજા ખાલી છોકરીને ભોગવાની...!!?? પ્રેમ બંને પાત્રએ કર્યો છે અને તેનો નિચોડ ખાલી પ્રેમીકા એ ભોગવાનો શા માટે ? કેમકે સ્ત્રી અસ્તિત્વ પીરસી દે છે જે દુનિયાને દેખાય છે તેથી, સ્ત્રીનું ચારિત્ર્ય ખરાબ છે.પણ માનસ ભૂલી કેમ જાય છે.તેની ઉત્પત્તતિનું કારણ એક સ્ત્રી જ છે. સમાજે બંને પક્ષે ન્યાય કરવાની જરૂર છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance