Ishita Raithatha

Romance

4  

Ishita Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં

પ્રેમની યાદોનાં ખાબોચિયાં

5 mins
13


અત્યાર સુધીની વાર્તા

પૂજા :"મને તમારા પર પૂરો વિશ્વાસ હતો કે તમે હું નશ માં હતી તેનો ફાયદો ઉઠાવ્યો નહીં હોય માટે તમે રૂમની બહાર ગયા કે તરત હું આ રૂમમાં આવી અને મેં થોડું ઘણું મારાથી થયું તે સરપ્રાઈઝ તમારા માટે કર્યું, હોપ યુ લાઈક ધિસ."

કરણ કંઈ કહેતો નથી અને તરત પૂજાને તેડીને બેડ પર લઈ જાય છે અને આજે બને એકબીજાને મન ભરીને પ્રેમ કરે છે અને આજે કરણનું પેશન તો આલગજ હતું. પૂજાને પ્રેમ કરવા માટે. પૂજા પણ આજે કરણની બનવા તૈયાર હતી, કરણે પણ આજે પૂજાને પોતાના પ્રેમમાં રંગી દીધી હતી. આખરે આજે પૂજા અને કરણ એક થઈ ગયા. બંને પ્રેમી પંખીડા ખૂબ ખુશ હતા.

હવે આગળની વાર્તા

 કરણ થાકી ગયો હતો માટે સૂઈ ગયો હોય છે, જ્યારે પૂજા વિચારે છે કે કરણ જાગે તે પહેલાં બંને માટે કંઈક સ્વાદિષ્ટ ભોજન બનાવે. માટે પૂજા તરત કરણનો હાથ હળવેકથી સાઈડ પર કરે છે અને બેડ પરથી ઉતારવા જાય છે. ત્યારે પૂજાનું ધ્યાન કરણના ચહેરા પર જાય છે. કરણ ના ચહેરા પર આજે જાણે દુનિયાભરની ખુશી હોય તેવું લાગતું હતું, જેના લીધે કરણનો ચાર્મ પૂજાને વધુ એટ્રેક્ટ કરતો હતો. પૂજા હળવેકથી કરણના ગાલ પર કિસ કરવા જાય છે ત્યારે કરણ તરત પોતાનો ચહેરો ફેરવી દે છે જેના લીધે પૂજા કરણને તેના લીપ્સ પર કિસ કરી દે છે.

પૂજા: (કરણ ને તેના શોલ્ડર પર હળવેકથી મારતા) "ચિટિંગ છે આતો."

કરણ: (પૂજાને કમરથી ટાઈટ પકડીને) "હવે તો આ બધાની આદત પાડી દેજે, કારણકે હવે આ જનમ માં તો તને મારાથી છુટકારો નહીં મળે."

પૂજા: "આ જનમ નહીં હું તો આવતા બધા જનમ તમારી સાથે તમરી પત્ની બનીને જ રહેવા માગું છું." (આટલું બોલીને શરમાઈ જાય છે.)

કરણ: "તો અત્યારે ક્યાં મૂકીને જતી હતી ?"

પૂજા: "આપડા માટે કંઈક જમવાનું બનાવવા, તમારી તો ખબર નહીં પણ મને ભૂખ બહુ લાગી છે, ક્યાંક ભૂખના લીધે મને ચક્કર આવી જશે એવું લાગે છે."

કરણ: "શું ચક્કર? હજુ હમણાં આપડે એક થયા અને આટલી જલ્દી તને ચક્કર પણ આવવા લાગ્યા !"(આટલું બોલીને આંખ મારીને હસવા લાગે છે.)

પૂજા: (પોતાના બંને હાથની મુઠીથી કરણને મારવા લાગે છે અને પોતાને છોડાવીને ત્યાંથી ભાગે છે, અને કહે છે,) "હવે તમારા માટે હું કંઈ નહીં બનાવું, ભૂખ્યા જ રહેજો પછી ખબર પડશે કે કોને ચક્કર આવશે."

કરણ: "કંઈ વાંધો નહીં આજે જમવામાં હું ફક્ત તને જ ખાઈશ."

આટલું બોલે છે ત્યાં પૂજા ગુસ્સા સાથે ત્યાંથી જતી રહે છે અને કરણ પાછો સુંદર સ્માઈલ સાથે સૂઈ જાય છે. પૂજા કિચનમાં જાય છે અને જોવે છે જે સામાન હતો તેમાંથી સુંદર અને સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, બધું જમવાનું કરણને ભાવે તેવું બનાવ્યું હતું. પૂજા ટેબલ સેટ કરે છે અને પછી કરણને બોલાવવા જાય છે ત્યારે કરણ બાથરૂમમાંથી નાહીને નીકળો હતો જેથી કરણની લોવર બોડી પર ફક્ત ટુવાલ વીંટ્યો હતો. કરણની વેટ બોડી જોઈને પૂજા ખૂબ શરમાઈ જાઈ છે, અને ઊંધી ફરીને કહે છે,

પૂજા: "પ્લીઝ વેર સમથીંગ કરણ."

કરણ: "તું કોણ કહે છે ? તે સાચે મારું નામ લીધું ?"

પૂજા: "સોરી, પણ પ્લીઝ હલો જલ્દી મને બહુ ભૂખ લાગી છે."

કરણ :(પૂજા હજુ બોલવાનું પૂરું કરે ત્યાં પૂજાને કમરથી પકડી લે છે.) "હાલો હું રેડી જ છું."

પૂજા તરત પાછળ ફરે છે તો પોતાને કરણની આટલી નજીક જોઈને પૂજાની તો બોલતી જ બંધ થઈ જાય છે. કરણ આ રીતે જ પૂજાને તેડીને નીચે ડાઇનિંગ રૂમમાં જાય છે અને ત્યાં જઈને ટેબલ પર પૂજાને બેસાડે છે અને ત્યાં પોતાની ચેર લઈને બેસીને પૂજાને પોતાના હાથે જમાડે છે. પૂજા માટે તો આ બધું એક સપનું હતું. 

જમ્યા પછી પૂજા ત્યાં ટેબલ ક્લીન કરે છે ત્યારે કરણ હોલમાં ટી.વી. પર એક્શન મૂવી શોધી રાખે છે અને રૂમમાં જઈને બ્લેક ટ્રેક અને વાઇટ સ્લિવ લેસ ટી-શર્ટ પહેરી આવે છે. થોડીવારમાં પૂજા આવે છે અને કારણની બાજુમાં બેસીને મૂવી સ્ટાર્ટ કરે છે તો આ તો એક્શન મુવી હોય છે જે જોઈને પૂજા કહે છે,

પૂજા: "આ શું ? એક્શન મૂવી ! મને નો ગમે આવી મૂવી."

કરણ: "આવી મૂવી જ જોવાય, મજા આવે."

પૂજા: "શું તમબુરો મજા આવે."

કરણ: (જોર જોરથી હસતાં હસતાં) "શું કીધું! તમબુરો!"

પૂજા: "એટલે કે મને આવા મૂવીમાં કંટાળો આવે."

કરણ: "તો તને કેવા મૂવી ગમે ?"

પૂજા: "મને રોમેન્ટિક મૂવી, ફેમિલી મૂવી,, એવા બધા મૂવી ગમે."

કરણ:"ઓકે"(આટલું કહીને ઊભો થઈને પૂજાને તેડી ને જવા જાય છે.)

પૂજા:"આ શું કરો છો! મૂવી નથી જોવું?"

કરણ:"તે તો કીધું તને રોમેન્ટિક, ફેમિલી મૂવી ગમે."

પૂજા: "હા તો? કરો સ્ટાર્ટ, એટલે જોઈએ આપડે."

કરણ: "એવા કંઈ જોવાના થોડીને હોય, રોમાન્સ કરવાનો હોય અને ફેમિલી બનાવવાની હોય, માટે તેને રૂમમાં લઈ જાવ છું."

પૂજા: "તમને એના સિવાય બીજું કંઈ સુજતું જ નથી."

આટલું બોલીને પૂજા કરણના શોલ્ડર પર જોરથી બાઈટ કરે છે જેના લીધે કરણ તરત પૂજાને નીચે ઉતરી દે છે. પૂજા તરત ત્યાંથી દોડે છે, કરણ પણ તેની પાછળ પાછળ દોડે છે. પૂજાને પકડવી સહેલી નહોતી તેમછતાં કરણ એ તરત પૂજાને પકડી લીધી અને પૂજાને ચીડવતા, પૂજાના કાન પાસે ધીરેથી કહ્યું, "આ બાઈટની સજા તને જરૂર મળશે." જે સાંભળીને પૂજાનો ચહરો શરમના લીધે ગુલાબી થવા લાગ્યો.

કરણને પૂજાનું શરમાવવું ખૂબ ગમતું હતું. કરણ પૂજાને રૂમમાં લઇ જાય છે અને અને બંને ખૂબ સુંદર સમય પસાર કરે છે. કરણ માટે આ સમય એના જીવનનો ખુબ સુંદર સમય હતો, બંને આ સમયને રોકી રાખવા માંગતા હતા. પૂજા પણ કરણ સાથે ખૂબ ખુશ હતી. પૂજા અને કરણ બંને એકબીજાને પ્રેમ કરતાં કરતાં સૂઈ જાય છે. ત્યારે કરણના ફોન પર એકતાનો મેસેજ આવે છે પરંતુ કરણ અને પૂજા સૂઈ ગયા હતા જેના લીધે કરણે તે મેસેજ જોયો નહીં.

તો વાચક મિત્રો શું લાગે છે, પૂજા અને કરણના પ્રેમને કોઈની નજર લાગશે ? કે પછી બંને એકબીજાને વધુ પ્રેમ કરવા લાગશે ? શું વીર પાછો આવશે ? શું એકતા, કરણ અને પૂજા સારા મિત્રો બનશે ? પૂજાની વાતો ભૂલીને એકતા પૂજાની મિત્ર બનશે ?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અભિપ્રાય જરૂરથી આપજો.


Rate this content
Log in

Similar gujarati story from Romance