Ishita Raithatha

Drama Romance

4  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૬

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૬

5 mins
6


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.

તો વાચક મિત્રો આગળ જોઈએ કે, એકતા ના જીવન માં આગળ શું થશે ? કરણ અને પૂજા, એકતાને તેના જીવનમાં સાચો નિર્ણય લેવામાં મદદ કરશે ? એકતાને જીવનમાં શું સાચો પ્રેમ મળશે ? વિવેક, એકતાની કદર કરશે ?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અભિપ્રાય જરૂરથી આપજો.

અત્યાર સુધીની વાર્તા

પૂજા: "એકતાને લેટ થતું હશે, આપડે નાસ્તો કરતા કરતાં વાતો કરીયે ?"

કરણ: "હા ચાલો," (આટલું બોલીને બધા ટેબલ પર નાસ્તો કરવા બેસે છે.)

એકતા: "વાવ પૂજા ખૂબ ટેસ્ટી નાસ્તો છે, આજે તે મારા મમ્મીની યાદ આપવી દીધી."

કરણ: "એકતા આર યુ શ્યોર કે તારે તારી આ રિલેશનશિપ ને હજુ ચાન્સ આપવો છે ? હું સાચું કહું છું, વિવેક તારા લાયક નથી, એને ભૂલીને આગળ વધવા માં જ તારી ભલાઈ છે, અને તેને એનાથી ઘણો સારો છોકરો મળશે જે તને પ્રેમ કરશે તારી પ્રોપર્ટી ને નહીં."

 હવે આગળની વાર્તા ભાગ - ૩૬

એકતા, કરણ અને પૂજા સાથે નાસ્તો કરીને થોડીવારમાં ત્યાંથી નીકળી જાય છે. એકતા ને બહાર સુધી પૂજા અને કરણ બંને જાય છે. એકતાને મૂકીને જેવી પૂજા અંદર આવે છે કે કરણ ત્યાંજ ડોર બંધ કરીને પૂજાને ડોર ની પાછળ ઊભી રાખી દે છે અને પોતાના બંને હાથ પૂજાની આજુબાજુ રાખીને પૂજાને ત્યાંથી હલવા નથી દેતો.

પૂજા: "આ તમે શું કરો છો ?"

કરણ: "તને જોઇને મારું મન બદલી ગયું છે."

પૂજા: "ના હો, તમે કીધું હતું તમે આજે મને ફરવા લઈ જશો, અને એમપણ કાલે તો આપડે અહીંથી જતા રહેશું."

કરણ: "હા તો આપડે થોડીવાર પછી જાશું, અત્યારે તો થોડીવાર પહેલાં પ્રેમની સફર માં ફરિયે પછી આપડે બહાર ફરવા જશું."

પૂજા: "રહેવા દો, હજી મારે નહાવાનું પણ બાકી છે."

કરણ: "ઇટ્સ ઓક, યુ સ્મેલ ગુડ."

પૂજા"બટ યુ નોટ."(પૂજા આટલું બોલિ કે કરણ ને તરત શરારત સુજી, કરણ તરત પૂજાને પોતાના શોલ્ડર પર ઉપાડી લે છે.)

પૂજા: "આ શું કરો છો ? છોડો મને, આવિરિતે ક્યાં લઇ જાવ છો ?"

કરણ: "તે કીધું ને કે મારા માંથી સારી સ્મેલ નથી આવતી તો,,"

પૂજા: "તો શું ?"

કરણ: "તો હવે તું જ મને નવડાવી દે."

આટલું કહીને કરણ પૂજાને લઈને સ્વિમિંગ પુલમાં જંપ કરે છે. પૂજા પોતાના બંને હાથથી કરણ ને ખુબ ટાઇટ પકડી લે છે. પૂજાને ડર લાગતો હતો કારણકે પૂજાને તરતાં નહોતું આવડતું, પરંતુ કરણ હતો ને પૂજાને બચાવવા. કરણ તો ખૂબ મજા કરે છે જ્યારે પૂજા પહેલાં તો થોડી ડરતી હતી પરંતુ કરણ ના સપોર્ટ થી થોડીવારમાં પૂજાની બિક પણ ઓછી થવા લાગી. સ્વિમિંગ નો આવડવા ના લીધે પૂજા કરણ ને એક સેકન્ડ માટે પણ છોડતી નહોતી, જેની કરણ ને ખુબ મજા આવતી હતી.

આ બાજુ આરતીની આજે પણ એક્ઝામ હતી, સચિન રોજની જેમ આરતીને તેડવા તેના ઘરે પહોંચી ગયો હતો. આરતી સચિનને જોઈને તેની સાથે જવાની ના પાડે છે.

સચિન: "ચાલ હવે, મોડું થશે તો તારી એક્ઝામ મિસ થઈ જશે. પછી ઓલી તારી બેસ્ટી મારો વારો કાઢશે."

આરતી: "ઓહ તો તું બેસ્ટી ની બીક ના લીધે મને લેવા આવશ ?"

સચિન: "ના, એવું નથી."

આરતી: "તો શું છે ?"

સચિન: "મને એક જ્યોતિષ એ કીધું છે કે તમારા દિવસ ની શરૂવાત જો જગડો કરવાથી થશે તો તમારા જીવનમાં બીજી તકલીફ નહીં આવે, અને એ પણ જો સુંદર છોકરી સાથે જગડો કરવાથી થશે તો તો જલ્સા જ છે."

આરતી પોતાના બંને હાથથી સચિનને મારવા લાગે છે. આરતીના નાજુક હાથની માર સચિનના બોડીને કંઈ અસર નથી કરતી. સચિન રોજ સવારે પહેલાં જીમ જાય અને પછી કૉલેજ જાય, સચિને જીમ માં જઈને પોતાની બોડીને ફિઝિકલ રીતે ખૂબ સ્ટ્રોંગ બનાવી હતી. સચિનની બોડી ખૂબ વેલ શેઇપ હતી. પરંતુ આરતીની સુંદરતા અને માસૂમિયત સામે બધું જાંખું પડતું હતું. આરતી નો ગોરો રંગ અને આરતીની કાળી આંખો જે કાજલ કરવાથી વધુ સુંદર લાગતી હતી, આરતીના સિલ્કી અને ભૂરા વાળ જે આરતીની કમર સુધી આવતા હતા જે અત્યારે તો સચિનને મારતા મારતા આરતીના ચહેરા પર પણ આવતાં હતાં. 

સચિન:(આરતીના બંને હાથ પકડીને)" આ મારી સિંહણ શાંત ક્યારે થશે ?"

આરતી: "મારે આજે તારી સાથે નથી આવવું."

સચિન: "વિચારી લેજે, મારા જેવા હેન્ડસમ છોકરાને કોઈ પણ તરત હા પાડી દેશે."

આરતી: "હવે તો તું એકલો જ જા, હું પણ જોવ છું કે તારી સાથે કોણ આવે છે ?"

આટલું કહીને આરતી પગ પછાળીને પોતાની કારમાં બેસી ગઈ, તો સચિન પણ હસતો હસતો તેની કારની પાછળ પોતાનું બાઈક લઈને નીકળ્યો. આ બધું વિપુલભાઈ અને માયાબહેન બાલ્કની માં ઊભા ઊભા જોતાં હતાં.

વિપુલભાઈ: "આ તો પેલો છોકરો છે ને જેને પૂજાને હેરાન કરી હતી ? તો આરતી આની સાથે વાતો શામાટે કરે છે ?"

માયા બહેન: "એ બંને ફ્રેન્ડ છે અને સચિન સરો છોકરો છે, આતો થોડી ખરાબ સંગત થઈ ગઈ હતી પરંતુ પૂજાએ ત્યારે સચિન ની અગેન્સ્ટ કંપલેન્ટ ના કરી ત્યારથી સચિન પાછો સુધરી ગયો છે."

વિપુલભાઈ: "આવા છોકરાવ જલ્દી નો સુધરે, તું આરતીને સમજાવી દેજે કે એનાથી દૂર રહે."

માયા બહેન: "આરતી મારી પણ દીકરી છે, મને પણ એની ચિંતા છે. મેં સચિનની આંખોમાં પસ્તાવો જોયો છે, તમે ચિંતા ના કરો અને એમપણ આપણી આરતી ખૂબ સમજદાર છે."

વિપુલભાઈ: "જો તું કહે છે તેમ સચિન સુધરી ગયો હોય તો મને પ્રોબ્લેમ નથી, પણ તું એ લોકોનું ધ્યાન રાખતી રહેજે."

આટલી વાત કરીને વિપુલભાઈ ઓફિસ જવા નીકળી ગયા. આરતી પોતાની કારના સાઇડ મીરરમાંથી સચિનને જોતી હતી, ત્યાં એક સિગનલ પર અચાનક સચિન ગાયબ થઈ ગયો. આરતીને સચિન માટે ચિંતા થવા લાગી. આરતીએ બારીની બહાર પણ જોયું, કારમાંથી ઉતરીને પણ આજુબાજુ બધે જોયું પણ સચિન ક્યાંય નો દેખાણો. સિગનલ ખુલતાની સાથે આરતી કારમાં બેસીને જાય છે ત્યાં થોડે આગળ પહોંચે છે તો તેની કારની એકદમ બાજુમાં સચિન તેના બાઈક પર હોય છે અને તેની પાછળ એક છોકરી બેઠી હોય છે જે જોઈને આરતીને ખૂબ ગુસ્સો આવે છે અને સચિન આરતીની સામે આંખ મારીને સ્માઈલ કરીને બાઈકને બ્રેક મારે છે જેથી પેલી છોકરી સચિનના શોલ્ડર પર નમી જાય છે અને સચિન તરત બાઈક ફાસ ચલાવીને ત્યાંથી જતો રહે છે.

તો વાચક મિત્રો શું સચિન અને આરતી બંને આવિરિતે ઝગડતાં જ રહેશે કે પછી એકબીજાને પ્રેમ પણ કરશે ? શું વિપુલભાઈ વિચારતા હતા તે સાચું હશે ? કે પછી માયાબહેન નું અનુમાન સાચું હશે સચિન પ્રત્યેનું. શું સચિન ખાલી આરતીને જેલેસ કરવા બીજી છોકરીને પોતાની સાથે કૉલેજ લઈ ગયો ?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.

ક્રમશ:..


Rate this content
Log in

Similar gujarati story from Drama