Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૫

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૫

4 mins
3


સવારે કરણની નીંદર પૂજાની પહેલાં ઊડી જાય છે ત્યારે પૂજા કરણના શોલ્ડર પર સૂતી હોય છે. કરણ ને પૂજાના ચહેરા પર સવારના સૂર્યની જે કિરણો આવતી હતી તેનાથી પૂજાનો ગોરો રંગ વધુ નીખરતો હતો તે જોઈને કરણને પૂજાને જોયે રાખવાનું મન થાય છે. પૂજાની નીંદર ના બગડે માટે કરણ હાલતો પણ નથી અને પૂજાને જોયા જ કરે છે. એટલાંમાં કરણના ફોન પર રીંગ આવે છે તો કરણ તરત ફોન સાઇલેંટ કરે છે જેથી પૂજાની નીંદર ના બગડે. કરણ જોવે છે તો એકતાનો ફોન હતો અને મેસેજ પણ હતો.

કરણ કંઈ વિચારે ત્યાં પાછો એકતાનો ફોન આવે છે, જેના અવાજથી પૂજા પણ જાગી જાય છે અને કરણ ને ફોન રિસિવ કરવા કહે છે.

કરણ : "યેસ એકતા ?"

એકતા : "સોરી કરણ તને ડિસ્ટર્બ કર્યો, પણ હું આજે ન્યૂયોર્ક જાવ છું, ચારથી પાંચ દિવસ પછી તને ડાયરેક્ટ બોમ્બે જ મળીશ."

કરણ : "શું ન્યૂયોર્ક ! પણ કેમ અચાનક ?"

એકતા : "મારે વિવેક સાથે થોડી વાતો ક્લીયર કરવી છે અને એ ફોનમાં સરખા જવાબ નથી આપતો."

કરણ : "તું શ્યોર છે તારે એને હજી એક ચાન્સ આપવો છે ?"

એકતા : "આય એમ નોટ શ્યોર."

કરણ : "ઠીક છે."

પૂજા : "મને આપશો ફોન મારે પણ એકતા સાથે વાત કરવી છે."

કરણ : "તારે એકતા સાથે વાત કરવી છે ! એક મીનીટ, એકતા પૂજાને તારી સાથે વાત કરવી છે."

એકતા : "હા શ્યોર આપ ને, અને હા હવે પૂજા બરાબર છે ને ?"

કરણ : "તું જ પૂછી લે, આલે પૂજા વાત કર."

પૂજા : "હાય મિસ એકતા, હાવ આર યુ ?"

એકતા : "આય એમ ફાઈન, હાવ આર યુ મિસિસ જોષી ? હોપ નાવ યુ આર ફાઈન."

પૂજા : "યા આય એમ ફાઈન ઓનલી બિકોઝ યુ એન્ડ,,,"(આટલું કહીને પૂજા કરણ સામે જોવે છે.)

એકતા : "મી એન્ડ ?"

પૂજા : "એન્ડ મારા ઈ"

એકતા : "હાવ કિયુટ યાર, મારા ઈ, સાઉન્ડસ ગુડ. યુ ગાઈઝ આર સો લક્કી."

પૂજા : "થેંક્યું યાર, એન્ડ પ્લીઝ કોલ મી પૂજા."

એકતા : "ઓકે, પૂજા. તું પણ મને એકતા કહીને જ બોલાવજે."

પૂજા : "ઓકે, વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર અ બ્રેકફાસ્ટ."

એકતા : "થેંક્યું, બટ આજે આફ્ટરનુનના મારી ફ્લાઇટ છે સો પોસીબલ નહીં થાય, પણ બીજીવાર પાકું આવીશ."

કરણ : (પૂજા પાસેથી ફોન લઈ ને કહે છે.)"બ્રેકફાસ્ટ કરીને નીકળી જજે, વી આર વેઇટિંગ."

એકતા : "ઓકે તો હું હમણાં જ આવું છું, એન્ડ થોડીવારમાં નીકળી જઈશ. બાય."

કરણ : "બાય."(ફોન કટ કરી દે છે.)

પૂજા : "સારું એકતા આવે છે, હું એને સોરી પણ કહી દઈશ. હું આપણાં બધા માટે નાસ્તો બનાવી લવ, તમે પણ રેડી થઈને જલ્દી આવજો."

કરણ : "કેમ જલ્દી, એકતા આવે તે પહેલાં તારે કંઈ ખાસ કામ છે મારું ?"

પૂજા : "હું ફ્રેશ થઈને જાવ છું, તમે આવી જજો."

કરણ : "ઠીક છે સાંભળ તો ખરી, એકતા જાય પછી રેડી થઈ જજે, આજે આપણે બહાર ફરવા જશું."

પૂજા : "સાચે ?"

કરણ : "ના ના ખોટું બોલું છું, આપણ મંદિરે જશું."( પૂજા ગુસ્સામાં કરણ સામે જોવે છે.)" અને ગુડ મોર્નિંગ કિસ તો દેતી જા."

 પૂજા કરણની વાત સાંભળી ના હોય એમ જવા જતી હતી ત્યારે કરણે તરત પૂજાને પાછળથી કમરથી પકડીને પોતાની પાસે ખેંચી લીધી અને પોતે જ પૂજાને કિસ કરી દે છે. પૂજા પૂરા જોર સાથે કરણને પુશ કરીને ત્યાંથી શરમાઈને ભાગી જાય છે. કરણ પણ ખુશ થતો થતો પાછો સૂઈ જાય છે. પૂજા ફ્રેશ થઈને કિચનમાં જઈને નાસ્તો બનાવે છે અને બધું ફટાફટ રેડી કરે છે ત્યાં ડોર બેલ વાગે છે, પૂજા તરત ડોર ખોલે છે તો ત્યાં એકતા હોય છે. પૂજા, એકતાને અંદર આવવા કહે છે અને બંને ત્યાં હોલમાં બેઠા હોય છે.

પૂજા : "સોરી યાર મેં નશા માં તને"

એકતા : "લુચ્ચી કીધું એમ ને ?"

પૂજા : "સોરી, સાચે મારા મનમાં એવું કંઈ નહોતું."

એકતા : "હું સમજી શકું છું, પોતાના જીવનસાથીને લઈને પસેસિવ થવું એ નોર્મલ વાત છે. એ તારો કરણ પ્રત્યેનો પ્રેમ છે."

પૂજા : "જો કાલે તું મારી સાથે ન હોત તો વીર મારી સાથે શું કરત એ હું વિચારું છું તો પણ મને ડર લાગે છે."

એકતા : "કરણ જેવો જીવન સાથી હોય પછી ડરવાની જરૂર નથી. અને એમ પણ મને પણ કાલથી બે સારા ફ્રેન્ડ મળી ગયા, તું અને કરણ. અત્યાર સુધી મારી લાઇફમાં ફક્ત એક જ ફ્રેન્ડ હતો વિવેક, પણ જ્યારથી અમારી સગાઈ થઈ છે ત્યારથી,,"

પૂજા : "તારી સગાઈ થઈ ગઈ છે ?"

એકતા : "હા, મારા પપ્પાના ફ્રેન્ડના દીકરા સાથે મારી સગાઈ થઈ છે. અમે કોલેજમાં સાથે હતા, આમતો મારા બહુ ઓછાં ફ્રેન્ડ્સ હતા, જેમાંથી વિવેક સાથે હું થોડી નોર્મલ રહી શકતી."

પૂજા : "તો શું તું ન્યૂયોર્ક વિવેક ને મળવા જાય છે ?"

એકતા : "હા, થોડી વાતો છે જે ક્લીયર થવી જરૂરી છે."

 પૂજા અને એકતા વાતો કરતાં હતાં ત્યાં કરણ આવે છે. કરણ એ બ્લેક શોર્ટ્સ અને વાઇટ ટી-શર્ટ પહેર્યું હતું. કરણ આવીને એકતાને વેલકમ કરે છે અને પૂજાને જઈને તેના ગાલ પર કિસ કરીને પૂજાના શોલ્ડર પર હાથ રાખીને બેસે છે. કરણના આવા વર્તનથી પૂજાનો ચહેરો શર્મના લીધે લાલ થઈ જાય છે. પૂજા તરત ત્યાંથી ઊભી થઈ જાય છે,

પૂજા : "એકતાને લેટ થતું હશે, આપણૅ નાસ્તો કરતા કરતાં વાતો કરીએ ?"

કરણ : "હા ચાલો," (આટલું બોલીને બધા ટેબલ પર નાસ્તો કરવા બેસે છે.)

એકતા : "વાવ પૂજા ખૂબ ટેસ્ટી નાસ્તો છે, આજે તે મારા મમ્મીની યાદ અપાવી દીધી."

કરણ : "એકતા આર યુ શ્યોર કે તારે તારી આ રિલેશનશિપ ને હજુ ચાન્સ આપવો છે ? હું સાચું કહું છું, વિવેક તારા લાયક નથી, એને ભૂલીને આગળ વધવા માં જ તારી ભલાઈ છે, અને તેને એનાથી ઘણો સારો છોકરો મળશે જે તને પ્રેમ કરશે તારી પ્રોપર્ટીને નહીં."

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama