Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૨

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૨

4 mins
12


સચિન : "આવી રીતે મારું ટીશર્ટ પકડીને જ એક્ઝામ આપવી છે ?"

આરતી : (તરત પોતાની આંખો ખોલે છે અને તરત સચિનને છોડી દે છે.)

"સોરી, હું પડવા જતી હતી માટે તારું ટીશર્ટ પકડ્યું હતું."

સચિન : (આરતીના માથામાં ટાપલી મારીને)"અરે પાગલ મને ખબર છે, આતો તારી મસ્તી કરતો હતો, હવે જલ્દી કહે કે તને શું નથી આવડતું, એ જલ્દી શીખવાડી દઉં."

આરતી : "હા, ઠીક છે તો પછી આ બંને પ્રશ્નો નથી સમજાતાં તો."

સચિન : "અરે આ તો ખૂબ ઈઝી છે, જો હું સમજાવું."

પછી સચિન આરતીને બંને પ્રશ્નો ખુબ સરળ રીતે સમજાવે છે અને આરતીને એ પ્રશ્નનો સમજાય જાય છે અને યાદ પણ રહી જાય છે. પછી સચિન પોતાના ક્લાસમાં જતો રહે છે અને આરતી પણ એક્ઝામ આપવા જાય છે. થોડીવાર પછી આરતી એક્ઝામ આપીને બહાર આવે છે ત્યારે સચિન બહાર ત્યાં આરતીની રાહ જોતો હોય છે.

આરતી : "થેંક્યું, તે જે સમજાવ્યું તે મુજબ મે બધું લખી લીધું છે."

સચિન : "આમ ખાલી થેક્યું થી ના ચાલે, તારે.."

આરતી : "શું મારે ?"

સચિન : (આરતીની થોડો નજીક જાય છે અને આરતીનો હાથ પકડીને કહે છે.)"તારે મારી સાથે મૂવી જોવા આવવું પડશે."

આરતી : (આ સાંભળીને આરતીને શોક લાગે છે કે શું સાચે સચિન તેની સાથે મૂવી જોવા માગે છે ?)"શું કીધું તે ?"

સચિન : "લાગે છે એકઝામ આપીને તારા કાન બગડી ગયા છે, ક્યાંક તું બેરી તો નથી થઈ ગઈને ?"

આરતી : (બંને હાથોથી સચિનને મારે છે.)"નથી આવવું તું જ એકલો જા."

સચિન : "પાકું ને, તારે નથી આવવું ને ?"

આરતી : "ના નથી આવવું."

સચિન : "ઠીક છે તો હું મારી ગર્લફ્રેન્ડને લઈ જાવ."

આરતી : "તારી ગર્લફ્રેન્ડ પણ છે ?"

સચિન : "એક નહીં ઘણી છે, વિચારી લઉં કે કોને લઈ જાઉં."

 સચિનની આ વાત સાંભળીને આરતી ત્યાંથી પગ પછાડીને જતી રહે છે, એ જોઈને સચિનને ખૂબ હસવું આવે છે અને સચિન સમજી જાય છે કે આરતીને જેલેસી થાય છે. ત્યારે તો સચિન આરતીને જવા દે છે અને જોવા માગે છે કે આરતી ક્યાં સુધી રિસાઈને રહે છે. આરતી પણ ફોન કરીને પોતાના ડ્રાઈવરને બોલાવીને ઘરે જવા નીકળે છે.

સચિન વિચારે છે કે, શું સાચે આરતી જેલેસ હશે કે પછી મારી વાતોથી કોઈ ફેર નહીં પડ્યો હોય ? જો ફેર પડત તો આવી રીતે જતી ના રહેત, મારી સાથે થોડો વધારે ઝગડો કરત. પરંતુ આરતી તો પોતાની કારમાં જતી રહી અને પાછળ ફરીને એકવાર પણ ન જોયું. આ વાતથી સચિનને દુઃખ થાય છે. પછી સચિન પણ મૂવી જોવા જવાના બદલે જમવા જાય છે અને ત્યાંથી સીધો પોતાના ક્લાસમાં જતો રહે છે.

સચિન ભણવામાં ખૂબ હોશિયાર હોય છે પરંતુ અમુક ખરાબ સંગતના કારણે થોડો આડે રસ્તે ચડી ગયો હતો પરંતુ પૂજાની એક વાતના લીધે આજે સચિન પાછો પહેલાં જેવો બની ગયો હતો. સચિન ક્લાસમાં તો જાય છે પણ ભણવાના બદલે આરતીના જ વિચાર આવે છે. સચિન વિચારતો હતો ત્યાં આરતીનો મેસેજ આવે છે.

સચિન તરત મેસેજ વાંચે છે તો સચિનના મોઢા પર એક સરસ સ્માઈલ આવી જાય છે. આરતીનો મેસેજ હતો કે,"મૂવી કેવું છે ?" એ વાંચીને સચિને પોતાનો સેલ્ફી ફોટો આરતીના રિપ્લાયમાં મોકલ્યો. જે જોઈને આરતીની ખુશીનો પાર ના રહ્યો. આરતીએ તરત પૂછ્યું,"કેમ મૂવીમાં ન ગયો ? તારી એકપણ ગર્લફ્રેન્ડ ન આવી ?"

 જેના જવાબમાં સચિને લખ્યું,"ના મારી ગર્લ ફ્રેન્ડ તો પગ પછાડીને જતી રહી તો પછી હું પણ મૂવી જોવાના બદલે ક્લાસમાં આવી ગયો." આ વાંચીને આરતી ખૂબ શરમાઈ છે. ત્યાં પાછો સચિનનો મેસેજ આવે છે,"મારી ગર્લ ફ્રેન્ડ શરમાય છે પણ જવાબ નથી આપતી, તું કઈક ટ્રિક શિખવાડને એને મનાવવાની કે એ મારી સાથે મૂવી જોવા આવે." 

આરતી કંઈ રિપ્લાય નથી કરતી પરંતુ એક સ્માઈલીવાળું ઈમોજી મોકલે છે, અને પછી તરત ફોન બંધ કરી દે છે કારણકે આરતીના દિલના ધબકારા એટલાં વધી ગયા હોય છે કે આરતી કંફ્યુઝ થઈ જાય છે કે હવે સચિનનો મેસેજ આવશે તો કદાચ સચિન મારા દિલની વાત સમજી જશે માટે આરતી ફોન બંધ કરી દે છે.પરંતુ એ વાતની તો સચિનને ખબર હોય છે અને સચિન એ પણ જાણતો હતો કે આરતી હવે મેસેજ નહીં કરે માટે પોતે પણ સ્માઈલીવાળું ઈમોજી મોકલે છે, અને પાછો ભણવા લાગે છે. 

 માયા બહેન આરતીના રૂમમાં આવે છે તો જોવે છે તો આરતી એકલી એકલી હસતી હોય છે એ જોઈને માયા બહેન સમજી જાય છે કે આરતીને કોઈ ગમવા લાગ્યું છે. માયા બહેન એ હંમેશા પોતાના બાળકોને એમના નિર્ણયમાં સપોર્ટ કર્યો હતો અને જો નિર્ણય યોગ્ય ન હોય તો સલાહ આપીને સાચો રસ્તો પણ દેખાડ્યો હતો.  

માયા બહેન : "સચિન ના વિચાર કરશ ?"

આરતી : (જોયા અને સમજ્યા વગર બોલે છે.)"હા મમ્મી હું સચિનના જ વિચાર કરું છું કે કાશ મેં સચિનને મૂવી જોવા જવાની હા પાડી દીધી હોત."

માયા બહેન : "તો હવે કહી દે કે તું એની સાથે મૂવી જોવા જઈશ."

આરતી : (તરત ભાનમાં આવે છે અને બોલે છે.)"મમ્મી તું અહીં, ક્યારે આવી ?"      

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama