Chinamyi Kotecha

Fantasy Inspirational

4.5  

Chinamyi Kotecha

Fantasy Inspirational

પ્રેમની પરાકાષ્ઠા -6

પ્રેમની પરાકાષ્ઠા -6

2 mins
282


[અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે દર્શન અને સ્વરા પહેલી મુલાકાતમાં જ એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે. અને એક અનોખી આત્મીયતા અનુભવે છે.]

સ્વરાને તો જીવનમાં પહેલી વાર કોઈએ પોતાના વિશે પૂછ્યું હોય, પોતાના વિશે વાતો કરતો હોય, એવું મળી ગયું. પોતાની મમ્મીના કરુણ મોત પછી સ્વરા જાણે ખુદનું અસ્તિત્વ જ ભૂલી ગઈ હતી.

કલાકો વાતો કરીને આખરે દર્શનની મમ્મીના કહેવાથી બંને વાતો કરતા અટકે છે. સ્વરા પોતાના ઘરે જવા ઊભી થાય છે.

" સ્વરા, આ..લે...ડાયરી અને પેન, તું તારી દિલની બધી લાગણીઓ આ ડાયરીમાં લખતી રહેજે અને હા.. મારી મમ્મીને પુસ્તક વાંચવાનો ખુબ શોખ છે. તેની પાસે ઘણા બધા પુસ્તકો છે. તને ગમે તે પુસ્તક તું વાંચવા લઈ જજે. "

સ્વરાને તો જાણે નવી દુનિયા મળી ગઈ. એ તો ડાયરીમાં પોતાની બધી લાગણીઓ લખે છે. અને પુસ્તક વાંચનમાં પોતાની સમગ્ર વેદનાઓ ભૂલી જાય છે.

હવે સ્વરા હસતા હસતા વહેલી ઊઠી જાય છે. પૂર્વી માસીને ચા-પાણી બનાવવામાં પણ મદદ કરે છે. દાદા-દાદીને પગે લાગીને ખૂબ વ્હાલ કરે છે. દાદાજીના ખોવાઈ ગયેલા ચશ્મા પણ તે તરત ગોતી આપે છે.

હવે તો સ્વરા નવા નવા કપડાં પહેરવા માંડે છે. વ્યવસ્થિત તૈયાર થઈને કલાકો સુધી અરીસામાં પોતાની જાતને જોતી બેસી રહે છે. પોતાનામાં આવેલ આ ફેરફારથી સ્વરા મનમાં ને મનમાં મીઠી મૂંઝવણ અનુભવે છે.

 ઉલ્લાસ થાકેલો ઓફિસેથી ઘરે આવે ત્યારે સ્વરા તેને સ્વચ્છ પાણીનો ગ્લાસ આપે છે. અને પછી પપ્પાની બાજુમાં બેસી જાય છે. અને ઉલ્લાસ જયારે ફ્રેશ થઈને આવે છે તો પોતાના મનપસંદ પકોડા અને ચા લઈને ને સ્વરા તેની પૂર્વી માસી સાથે આવે છે. આજે તો સ્વરા પોતાના હાથથી ગરમ ગરમ પકોડા પપ્પા ને ખવડાવે છે. અને મોબાઇલમાં મમ્મીનું ગમતું ગીત તેના જ અવાજમાં ગવાયેલું વગાડે છે.

"પલ.. પલ.. દિલ કે પાસ, તુમ રહેતી હો..."

 ઉલ્લાસ સ્વરાને ખુશ જોઈને ખુબ ખુશ થઈ જાય છે. દીકરીને વહાલથી વળગી પડે છે. બંનેની આંખોમાં જાણે ચોમાસું. પણ આ અશ્રુઓ ખુશીના હતાં. ઘણા દિવસે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે.

 સ્વરા માસી પાસે ઘરકામ પણ શીખવા માંડે છે. અને સાંજે સમય મળ્યે પોતાના નાના ભાઈબહેનને ન સમજાય તે નોટમાં લખી લખીને ભણાવે છે અને સમજાવે છે.

ધીમે ધીમે સ્વરા કવિતાઓ અને ગીત લખવા માંડી છે. દર્શનની મમ્મી તે ગીત દર્શનને વાંચી સંભળાવે. દર્શનનો કંઠ ખૂબ સૂરીલો હોય છે. સ્વરાએ લખેલા ગીતો પોતાના કંઠે ગાઈને સંભળાવે છે.

સ્વરારાને દર્શન ખૂબ ગમવા લાગ્યો છે. પણ તે પોતાના દિલની વાત દિલમાં રાખે છે. હવે બંને સંગીતની તાલીમ લેવા સાથે જ જાય છે. સ્વરા હાર્મોનિયમ શીખે અને દર્શન ગાયનની તાલીમ લે છે.

એકવાર સંગીત શિક્ષક દર્શનનું ગીત ટી. વી. પર આવતી સ્પર્ધામાં મોકલી આપે છે. ત્યાં દર્શન પસંદગી પામે છે અને સ્પર્ધાને અંતે દર્શન વિજેતા પણ બને છે.

( વધુ આવતા અંકે )


Rate this content
Log in

Similar gujarati story from Fantasy