Rajeshri Patel

Inspirational

3  

Rajeshri Patel

Inspirational

પ્રેમીઓનો ઈતિહાસ

પ્રેમીઓનો ઈતિહાસ

3 mins
142


મનુષ્ય તરીકે આપણી આસપાસના વિશ્વને સમજવા માટે આપણી પાસે પાંચ મુખ્ય ઈન્દ્રિયો છે. જેને સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બધી ઈન્દ્રિયો આપણા માટે બહુ જ મહત્વની છે. એક પણ ઈન્દ્રિયો વગર જીવન જીવવું ઘણું મુશ્કેલ બની જાય છે.

દિલ્હીનો એક યુવાન હતો. તેનું નામ સૌરભ હતું પચીસેક વર્ષની ઉમર હતી. સૌરભ અનાથ હતો. તે પોતાનું ગુજરાન ચલાવવા એક કપડાની દુકાનમા કામ કરતો હતો. દિવાળીનો તહેવાર હતો, સૌરભ તે દિવસે મોડે સુધી દુકાને કામ કરતો હતો. સાંજે 10 વાગે દુકાનેથી છૂટીને ઘરે જતો હતો ત્યાં રોડ પર અચાનક એક ગાડી આવીને પાછળથી સૌરભને ઠોકર મારી તો સૌરભ હવામાં ઊડીને જમીન પર પડ્યો અને માથામાંથી તેમજ કાનમાંથી લોહી વહેવા લાગ્યું તેથી સૌરભ બેભાન થઈ ગયો.

આજુ બાજુના ઘણા લોકો ભેગા થઈ ગયા. એમ્બ્યુલન્સને ફોન કરી હોસ્પિટલમાં ભરતી કર્યો.  જે ગાડીએ સૌરભને ઠોકર મારી હતી તે ગાડી એક છોકરી ચલાવતી હતી. તે પણ હેબતાઈને બેભાન થઈ ગઈ હતી. થોડી વારમાં તેને હોશ આવ્યો અને તે રડવા લાગી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આસપાસના લોકોએ બધી વિગત કીધી તેમજ હોસ્પિટલનું સરનામું આપ્યું. છોકરીએ પળનો પણ વિલંબ કર્યા વગર રીક્ષા કરી હોસ્પિટલ પહોંચી. સૌરભનું ઓપરેશન ચાલુ હતું. ચાર કલાક બાદ ડોક્ટર બહાર આવ્યા. કોઈ સગાવહાલા ના દેખાયા એવામાં આ છોકરી દોડીને ડોક્ટર પાસે પહોંચી. ડોક્ટરેએ છોકરીને કીધું કે સૌરભની દ્રષ્ટિ જતી રહીં છે. આ સાંભળીને તે છોકરી તો સ્તબ્ધ થઈ ગઈ. મનોમન ખુબ રડી. પણ હવે પસ્તાવાથી કશું બદલે એમ નહોતું. તેના લીધે આજ એક યુવાને પોતાની આંખ ગુમાવી. સવારે સૌરભને હોશ આવતા ડોક્ટરે બધી વાત કરી કે હવે તે ક્યારેય ઊગતાં સૂરજ કે ઊગતા ચાંદને નહીં જોઈ શકે. છોકરી પણ સાથે જ હતી તેણે પણ સૌરભની માફી માગી અને બહુ રડી. સૌરભે પોતાની બધી વાત કરી અને તેનું નામ પૂછ્યું તો કીધું મારું નામ મિત્તલ છે. હું પણ અહી દિલ્હીમાં એકલી રહું છું અને એક કંપનીમા કામ કરું છું. પરંતુ આજથી આપણે બંને સાથે રહેશું.

મિત્તલ સૌરભને પોતાની સાથે તેના ઘર પર લઈ ગઈ. મિત્તલે કીધું હવે તારી જિંદગીની પૂરી જવાબદારી મારી. આજથી હું જ તારું બધું ધ્યાન રાખીશ. મિત્તલ તો દિવસ રાત તેની સેવામાં જ લાગી ગઈ. સૌરભ જલ્દીથી સાજો થઈ ગયો. બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો. ધીમે ધીમે બંને એક બીજાને ઘણું સમજતા થઈ ગયા. એક વાર સૌરભે સવાલ કર્યો કે મિત્તલ દુઃખની વાત એ છે કે હું તારો અવાજ સાંભળી શકીશ, તને અનુભવી શકીશ પણ જીવનભર તને જોઈ નહીં શકું. આ વાત મિત્તલના મનમાં બેસી ગઈ.

એક દિવસ મિત્તલ સૌરભને હોસ્પિટલ લઈ ગઈ. સૌરભ પણ અચાનક હોસ્પિટલ જવાથી ચોંકી ગયો. મિત્તલ કહે ચિંતા તું ના કર ડૉક્ટરનો ફોન આવ્યો હતો. તને કોઈ આંખનું દાન કરવા માગે છે. સૌરભ તો ખુશ થઈ ગયો તેની ઈચ્છા મિત્તલને જોવાની પૂરી થશે. તે મિત્તલને હવે જોઈ શકશે. તેનું ઓપરેશન થયું અને આંખ પરથી પટ્ટી નીકળી તો સૌરભ બધું જોઈ શકતો હતો. સૌરભ તો રાજી રાજી થઈ ગયો, કૂદવા લાગ્યો અને મિત્તલ ક્યાં છે એમ બોલવા લાગ્યો. થોડી વાર ડોક્ટર આવ્યા અને તેને વાત કરી કે તને જેને આંખ આપી છે તે બીજું કોઈ નહીં પણ મિત્તલ ખુદ છે. આ વાત સાંભળીને સૌરભ તો રડવા લાગ્યો અને મિત્તલને ભેટી પડ્યો કે તે આ શુ કયું ? મિત્તલે કહે કે તારી ઈચ્છા હતીને કે તું મને જોઈ શકે તેથી મેં ચક્ષુદાન કર્યું.

મિત્તલ અને સૌરભની આ એક એવી પ્રેમ કહાની છે જેમાં બલિદાન પણ એવુ કે ના ક્યારેય સાંભળ્યું કે ના ભવિષ્યમાં આટલા સાચા પ્રેમીને સાંભળીશું. ખરેખર આવા પ્રેમીઓ જ ઈતિહાસ રચતા હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational