Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dilip Ghaswala

Drama Tragedy


2  

Dilip Ghaswala

Drama Tragedy


પપ્પાની ભેટ

પપ્પાની ભેટ

4 mins 370 4 mins 370

અમુલખ રાય શહેર ના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ. એમનો એકનો એક દીકરો સૌમ્ય નાનપણ થી જ તેજસ્વી બધી જ કળામાં. શાળાજીવનથી જ તેણે ભણવામાં, રમતમાં, ગાવામાં, તરવામાં અનેક પારિતોષિક પ્રાપ્ત કરેલાં. બસ એક જ વાતનું એને દુઃખ હતું કે એને એની મા નો પ્રેમ ક્યારેય ન મળ્યો. અને એટલે જ અમુલખ રાયે એને માબાપ બંને નો પ્રેમ મળી રહે એ માટે એમણે બીજા લગ્ન નહિ કરેલા. અને ધંધાની અતિ વ્યસ્તતામાંથી પણ સૌમ્ય ના ઉછેરમાં કોઈ કસર ના છોડી હતી અને સૌમ્ય પણ નામ પ્રમાણે જ સૌમ્ય જ હતો.


સમય વહેતાં સૌમ્ય એન્જિનિયરીંગ ના છેલ્લા વર્ષમાં આવી ગયો. એટલે એણે એના પિતાજી ને એક દિવસ કહ્યું કે," હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવું તો તમે મને શું ભેટ આપશો. . ?"

પિતાજીએ કહ્યું," તું કહે તે આપું. મારે તને સંપત્તિ સાથે સંસ્કાર પણ ભેટ આપવાના છે. બોલ શું જોઈએ છે તારે ?" સૌમ્ય એ કહ્યું, " પપ્પા મારે ઓડી કાર જોઈએ છે. " પિતાએ કહ્યું ," પણ એને માટે તારે ગોલ્ડ મેડલ જીતવો પડશે. " સૌમ્ય એ કહ્યું , "ડન. . ઇટ્સ એ ડિલ. "


અને શરત મુજબ સૌમ્ય હવે બમણી મહેનત કરવા લાગ્યો. યુનિ.માં ફર્સ્ટ આવવાની મહેનત કરવા લાગ્યો. અને પરિણામ ના દિવસે એણે પોતાનું લેપટોપ ખોલીને પરિણામ જોયું તો એ આખી યુનિ. માં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ અને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. ખુશી થી ઉછળી પડયોને પપ્પાને જાણ કરી કે પપ્પા તમારી શરત મુજબ હું જીતી ગયો છું. સાંજ સુધીમાં મને ઓડી કાર જોઈએ. દોસ્તો ને પાર્ટી આજ ગાડીમાં લઈ જઈ ને આપીશ. " પપ્પા એ કહ્યું, "ઓકે મારા દીકરા. . આજે તારી મમ્મી જીવતી હોત તો એને કેટલો આનંદ થાત. તારી ભેટ તને મળી જશે" એવું કહીને એમની આંખો ભીની થઇ ગઇ. અને એ એક બિઝનેસ મિટિંગ માં જવા નીકળી ગયા.


સૌમ્ય ત્યારબાદ તેના મિત્રો સાથે કોલેજ ગયો બધાને મળવા અને એણે બધાને ઓડી ની વાત કરી. બપોરે એ ઘરે આવ્યો અને એને એમ કે એના પપ્પા એ ભેટ મોકલી હશે. પણ આ શું ? ઘરે એના સ્ટડી ટેબલ પર એક નાનું અમસ્તું ગિફ્ટ પેકેટ જ પડેલું. પીળા રંગના રેપર થી બાંધેલું એણે જોયું તો એને ગિફ્ટમાં ગીતાનું પુસ્તક જ દેખાયું. અને એનો મિજાજ ગયો. એનું કારનું સ્વપ્ન ચૂર ચૂર થઈ ગયેલું લાગતાં જ એણે પપ્પાને ચિઠ્ઠી લખી. "પપ્પા. તમે મારી સાથે ચિટિંગ કર્યું છે એનું મને પારાવાર દુઃખ છે. તમને તમારા પૈસા વધારે વ્હાલા લાગ્યા એક દીકરા કરતા. એટલે હું હવે ઘર છોડી ને જતો રહું છું. અને મારા કમાયેલા પૈસાથી ઓડી કાર લઈ ને જ હવે ઘરે પરત આવીશ. મારી શોધખોળ ના કરતાં. તમે તમારી બિઝનેસ મિટિંગ જ કર્યા કરજો. મને ભૂલી જજો. આજે મને મારી મા યાદ આવે છે. એ હોત તો આવું નહિ બનતે. ખેર. જે થયું તે. મને ભૂલી જજો. લિ.તમારો સૌમ્ય. જે હવે તમારો નથી. "


અને ઘરે થી ભાગી ગયો. અને બીજા શહેર માં જઇ પોતાની ઓળખ છુપાવી ને એક ઇલેક્ટ્રોનિક કંપનીમાં નોકરી એ લાગી ગયો. ભણવામાં ગોલ્ડ મેડલ હતો એટલે પગાર પણ સારો નક્કી થયો હતો. અને આમ ને આમ પાંચ વર્ષ નીકળી ગયા. એની નોકરીમાં બઢતી થતી જ ગઈ. અને એ ચીફ એન્જિનિયર બની ગયો. એટલે કંપની વાળા એ કાર આપવાનું કહ્યું તો એણે વધારાના પૈસા ઉમેરીને ઓડી લીધી. પાંચ વર્ષમાં એનો ગુસ્સો પણ ઉતરી ગયો હતો. એ માફી માંગી શકે એવો સક્ષમ થઈ ગયો હતો અને એણે પપ્પાને કોલ કર્યો. " હેલો પપ્પા?? કોણ. રામુ કાકા? પપ્પા ને ફોન આપો. શું ? પપ્પા નથી? વોટ? પપ્પા ગુજરી ગયા ને પાંચ વર્ષ થઈ ગયા. . ?? હું ઘરે આવું છું તરત જ. અને એ મારતી મોટરે ઘરે પહોંચ્યો તો ઘરે રામુકાકાને બધી વાત પુછી ને કહ્યું ; " મને બોલાવ્યો કેમ નહિ??" રામુકાકાએ કહ્યું , " શેઠ પાસે તમારું સરનામું જ ક્યાં હતું. અને તમે એમને ક્યારેય કોલ જ ક્યાં કર્યો છે??" અને એની નજર એના સ્ટડી ટેબલ પર પડેલા ગિફ્ટ બોક્સ તરફ ગઈ. હજુ એ જ હાલતમાં ત્યાં હતી. એ ત્યાં ગયો અને બુક જોઈ તો ગીતા હતી એમાં. ગીતાને હર્દય સરસી ચાંપી ને રડવા લાગ્યો ત્યાં જ એક અવાજ આવ્યો. . એણે નીચે જોયું તો કારની ચાવી ગીતા ની પાછળ હતી તે નીચે પડી હતી. અને એક ચિઠ્ઠી પણ હતી. દીકરા તારી મારા તરફની આ ભેટ. . સંસ્કાર સાથેની. આપણી ડિલ મુજબની. . "


અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. રામુકાકા એ પાણી આપ્યું પછી જણાવ્યું. "શેઠે તમારી ચિઠ્ઠી વાંચી કે તરત જ ફસડાઈ પડ્યા અને ડોકટર આવે એ પહેલાં જ ગુજરી ગયા. ગેરેજમાં જ હજુ પણ તમારી કાર એવી ને એવી જ છે. કોઈને પણ વાપરવાની ના પાડી હતી. તમે ઘર છોડ્યું ને કલાકમાં જ કાર ઘરે ડ્રાઈવર મૂકી ગયો હતો. શેઠ તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. પણ તમે જ એને સરપ્રાઈઝ આપી દીધું. " સૌમ્ય ખૂબ ખૂબ રડ્યો અને ગીતા અને ચાવી ને હૃદયમાં દાબી દીધી. અને પોતાના ક્ષણિક ગુસ્સા પર જાતને કોસવા લાગ્યો. .Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Drama