PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

પપ્પા વગર મને નો હોરવે

પપ્પા વગર મને નો હોરવે

1 min
274


નામ એનું પૂર્વી..

દવાખાનામાંથી લાંબો જંગ જીતી એ આબાદ બહાર આવી.

રાજકોટમાં રહેતા મનોજભાઈની એ દીકરી. સાત વર્ષની એ હમણાં થઈ પણ થોડા મહિના પહેલાં અચાનક બીમાર પડી ને માંદગી લાંબી ચાલી. સ્થાનીક દવાખાના ઘણા ફર્યા પણ નિદાન ન થયું.

આખરે ચોટીલાના એક ડોક્ટરે કહ્યું કે પૂર્વીના હૃદયમાં કાણું છે. જેની સારવાર માટે ખાનગી દવાખાનામાં મોટો ખર્ચ થાય.

શું કરવું? મનોજભાઈને મૂંઝવે. અમારા કાર્યકર કનુભાઈને આ ખ્યાલ આવ્યો ને એમણે મનોજભાઈને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં જવા કહ્યું. 

'પણ કનુભાઈ અમદાવાદમાં અમને આ બધુ જડે નહીં...'

મનોજભાઈને દિલાસાની સાથે સિવીલ હોસ્પીટલમાં પહોંચશો તો મદદ માટે મારા જેવો જ કિરણ તૈયાર હશેનું કનુભાઈએ કહ્યું ને મનોજભાઈ પહોંચી આવ્યા અમદાવાદ.

થોડા ધક્કા થયા મૂળ દર્દીઓ વધારે પણ આખરે પૂર્વીનું ઓપરેશન સફળતાપૂર્વક થયું.

આજે એ પૂર્વીને લઈને ખાસ મળવા આવ્યા. પૂર્વી એકદમ મીઠડી. સફરજન આપ્યું તો કહે, મને ના ભાવે. પપ્પાની એ વહાલુડી દીકરી. મે એને અમદાવાદ ભણવા રહીજાનું કહ્યું તો હસીને કહે, 'પપ્પા વગર મને નો હોરવે...'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational