Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ફરીથી જન્મ કયાં ઈચ્છો છો ?

ફરીથી જન્મ કયાં ઈચ્છો છો ?

2 mins
182


આમ તો કરેલાં કર્મો અનુસાર જ જન્મ મળતો હોય છે એ કોઈ પણ જગ્યાએ એમાં આપણું કંઈ ચાલતું નથી, પછી એ ગરોળીરૂપે હોય કે સિંહ રૂપે.

દર જન્મમાં માણસ તો ન જ બનાય પણ છતાંય જો ઈશ્વર મને ફરીથી જન્મ આપે તો હું વિયેતનામમાં જન્મ લેવાની ઈચ્છા રાખું છું.. બાકી તો આ જન્મમાં ઘણું જાણ્યું ને માણ્યું ને સમજાયું કે ફરીથી કોઈ અવતાર ન મળે એવું થાય તો ઘણું સારું પણ ક્યાં કશું ચાલતું નથી.

વિયેતનામ સાઉથ એશિયા ખંડમાં આવેલું છે... ત્યાં માણસ કુદરતી સાનિધ્યમાં જ જીવે છે ને માણસ માણસને માન આપે છે. જો ભૂલથી એકબીજાને અથડાઈ જાય તો અહીંની જેમ મારમારી કે અપશબ્દો બોલતાં નથી.. એકબીજા ને દોડીને ઊભા કરે છે ને એમની ભાષામાં માફી માંગી ને હસતાં હસતાં ઝૂકીને અભિવાદન કરે છે ને પછી પોત પોતાની દિશામાં કામ પર જતાં રહે છે.

વિયેતનામનાં આબોહવા એકદમ શુદ્ધ ને ફળ ફળાદિ, શાકભાજી બધું જ કુદરતી રીતે પાકેલું મળે છે કોઈ કેમિકલ્સ નહીં. રોડ પર કચરો નહીં ને કોઈ ભિખારી પણ નહીં. બહું મહેનતું પ્રજા એકબીજાને મદદરૂપ બને.. ત્યાં ૭૦ વર્ષનાં વૃદ્ધો પણ સાયકલ પર ફૂલ, ફળ ફળાદિ ને ગૃહ ઉપયોગી વસ્તુઓ વેચવા નીકળી પડે છે.

વિયેતનામ એટલે ધરતી પરનું જીવંત સ્વર્ગ સમાન છે. જિંદગીમાં એકવાર તો વિયેતનામ જવું જ જોઈએ.. હું તો એક વીક રોકાઈ આવી મને તો ફરીથી ત્યાં જ જવાની ઈચ્છા છે. બાકી તો પ્રભુ ઈચ્છા

ત્યાંની શુદ્ધ આબોહવા ને કેમિકલ્સ વગરનાં ખોરાક થકી હોસ્પિટલ પણ ઓછી છે ને ૭૦ થી ૮૦ વર્ષનાં વૃદ્ધો જાતે કામ કરી શકે છે, ઢીંચણનો કોઈ દુખાવો થતો નથી કે કોઈ અન્ય મોટા રોગ

સાચું જીવન તો ત્યાં જ જીવાય છે.

ભ્રષ્ટાચાર હશે પણ ત્યાં ઓછાં પ્રમાણમાં છે, ઠેર ઠેર પોલીસ ઊભી નથી રહેતી પણ બધાં જ નિયમો અનુસરે છે, અહીં તો સી સી ટીવી કેમેરા હોય કે પોલીસ ઊભી હોય કાયદાને ખિસ્સામાં રાખીને ફરે છે લોકો ને એકબીજાનાં સુખની ઈર્ષા કરે છે ત્યાં આમાંનું કશું જ નથી. ત્યાં તો ત્યાંના વડાપ્રધાન ( રાજા ) જો રસ્તા પર નિકળે તો પાંચ મિનિટ માટે જ રોડ પર પબ્લિક ને ઊભી રાખે .. ને ત્યાંના વડાપ્રધાન પોતે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. વિયેતનામમાં કોઈ પણ કામને નાનું ગણાતું નથી ને અરસ પરસ સમજૂતીથી જિંદગીને હસતાં હસતાં જીવી જાણે છે.


Rate this content
Log in