Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

પૈસા

પૈસા

2 mins
222


અતુલનો જન્મ સોનાની ચમચી લઈને થયો હતો. અતિશય લાડકોડથી ઉછેરવામાં આવ્યો. નાનપણથીજ પૈસા રૂપિયામાં રમતો કરી દીધો. જેમ જેમ મોટો થતો ગયો એમ એમ રૂપિયા પાણીની જેમ વાપરતો અને ભાઈબંધ દોસ્તારોને કહેતો કે મારાં દાદાજી પાસે અઢળક સંપત્તિ છે ને એ બધું મારું જ છે પૈસાની ગરમી થકી એ ભણી શકયો નહીં કારણકે શિક્ષક કંઈ કહે તો દાદાગીરી કરતો ને રૂપિયા ફેંકતો અને કહેતો મને કંઈ કહેવું નહીં મારાં દાદા પાસે અઢળક સંપત્તિ છે. હું તો ભણવા માટે નથી આવતો ખાલી મોજ-મસ્તી કરવા જ આવું છું.

શિક્ષકોએ અતુલના વાલી ને ફરિયાદ કરી. અતુલના પિતા સુરેશભાઈએ કહ્યું "સાહેબ આપ કહો તો હું તમને ચેક આપી જવું આપ આપની મન પસંદ રકમ ભરી દો પણ અતુલને ખાલી દશ ધોરણ સુધી પાસ કરાવી દો."

પ્રિન્સીપાલ ગુસ્સે થઈ ગયાં અને કહ્યું કે, "તમારાં દિકરાને હું સ્કૂલમાંથી કાઢી મૂકું છું આપ જઈ શકો છો."

અતુલ ભાઈબંધ પાછળ અઢળક પૈસા ઉડાડતો હતો. હવે તે કોઈના કહ્યાંમાં નહોતો. નાની ઉંમરે બૂલેટ પર ફરતો હતો ને રોજ રોજ ચાર પાંચ હજાર તો એમ જ ઉડાડી દેતો હતો.

એક વર્ષ થયું ને એણે ફરારી ગાડીની માંગણી કરી. હજુ લાઈસન્સ નહોતું એટલે ઘરનાંએ ના પાડી એટલે એણે ઘરમાં બધું તોડફોડ કર્યું. ને હું મરી જવું છું કહીને પંખે દોરડું બાંધી દીધું એટલે ઘરનાં સભ્યો ગભરાઈ ગયાં. ને એને કહ્યું કે તારી બર્થડે પર તને ગીફ્ટ આપીશ‌.

આમ અતુલની માંગણીઓ દિન પ્રતિદિન વધતી ગઈ અને પૈસા પાણીની જેમ વાપરતો રહ્યો. હવે ઘરનાને પોતાની ભૂલ સમજાઈ કે આપણે નાનપણથી અતુલને ખોટાં પૈસા બતાવી દીધાં. પણ હવે પસ્તાવો કરવાથી કંઈ વળે એમ નથી. અતુલ હવે તો વ્યસનોના રવાડે ચઢી ગયો અને પૈસા ખાલી થાય તો જ ઘરે લેવા આવતો હતો. અતુલને સુધરવાની સલાહ પણ આપી શકાતી નહોતી. અતુલ હવે ધમકી આપીને પોતાનું કામ કઢાવી લેતો હતો.

મા બાપ વિચારતા હતા કે નાનપણથી એને કાબૂમાં રાખ્યો હોત તો આ દિવસો જોવા ન પડયા હોત.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational