Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

પાલતું

પાલતું

1 min
78


એકલાં રહેતાં પ્રિતી બહેને એક બિલાડી પાળી હતી ચટાપટાવાળી, એનું નામ કાબરી રાખ્યું હતું.

પ્રિતીબહેનને કાબરી ખુબજ વ્હાલી લાગે એને નાનાં બાળકની જેમ જ લાલનપાલન કરે ને કોઈ સગાં સંબંધીઓને ત્યાં કોઈ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું હોય તો પણ કાબરીને બાસ્કેટમાં લઈને જાય.

સગાં સંબંધીઓને આ કાબરીથી ચીડ ચડતી.

લોકો અંદર અંદર વાતો કરતા કે આવો તે કેવો ગાંડો શોખ છે પાલતું પ્રાણીઓ ને પાળે એનો આપણાંને શું વાંધો હોય પણ બીજાનાં ઘરે લઈ જઈને બીજાનાં ઘરને શું કામ ગંદું કરતાં હશે.

આટલું જ બધું પાલતું પ્રાણી વહાલું હોય તો એ પ્રમાણે વ્યવસ્થા કરી ને ફરે એમને ગમે એમાં આપણાં જેવાં ને તકલીફ સહન કરવી પડે છે.

આવો બડબડાટ પ્રિતી બેનને કાને પડતાં જ એ પ્રસંગ છોડીને ચાલ્યા ગયાં ઘરે.

ઘરે જઈને કાબરીને ભેટીને ખુબજ રડી પડ્યા કે તું પાલતું પ્રાણી નથી.

તું તો મારાં હૃદયનો ટુકડો છે... તું તો મારાં ઘરનું સદસ્ય છે.

કાબરી પણ સમજતી હોય એમ પ્રિતી બહેનને ચાટવા લાગી ને મ્યાઉં મ્યાઉં કરવા લાગી ને ગેલ કરવા લાગી.

આ ઘટના પછી પ્રિતી બેને કોઇપણ સગાં સંબંધીઓને ત્યાં સારાં કે ખોટાં પ્રસંગે જવાનું ટાળવા લાગ્યાં.

કોઈ બહુ જ દબાણ કરે તો કહી દે હું બધું જ સહન કરી લઉં પણ મારી કાબરીને પાલતું પ્રાણી કહે એ મને મંજૂર નથી.


Rate this content
Log in