Ajay Parker ' ભાવિ '

Romance

3  

Ajay Parker ' ભાવિ '

Romance

ઓળખીતો સ્પર્શ

ઓળખીતો સ્પર્શ

1 min
172


શાળામાં ભણતી વખતે થયેલો સ્પર્શ બીના ભૂલી નહોતી. એની સાથે એક છોકરો ભણતો. જે તેના મામાને ત્યાં રહીને અભ્યાસ કરતો. કશીક વાત પર બીના અને મયુરની પંજો લડાવવાની હરિફાઈ થઈ હતી. આજ એ વાતને વીસ વીસ વરસના વહાણા વાઈ ગયા. આજે તેના લગ્ન લેવાઈ રહ્યાં હતાં. બીના પીઠી ચોળવાની રાહ જોઈ રહી હતી. હજુ જાન આંગણે આવી ન હતી. પાદરમાંથી ઢોલ શરણાઈના અવાજો આવી રહ્યા હતા. 

થોડી વારમાં તો જાન છેક આવી પહોંચી. આગતા સ્વાગતા પછી બીનાને પીઠી ચોળાઈ. પછી ચોરીમાં લાવવામાં આવી. બીના હજુ પેલા જૂના સ્પર્શને યાદ કરી તેનાં સંસ્મરણો વાગોળી રહી હતી.

હસ્ત મેળાપ કરવામાં આવ્યો. બીનાના શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું. બીના આખી ધ્રુજી ગઈ કારણ સ્પષ્ટ હતું. બિનાએ તે યુવકને જોયો જ નહોતો. પણ કોઈએ ' મયુર ' કહીને બૂમ પાડી. બીના ઘડીભર ડઘાઈ ગઈ. આજ પહેલી જ વાર તેના હાથનો સ્પર્શ થયો. જાણે કે તે આ સ્પર્શને ઓળખતી હતી. શું આ એ જ સ્પર્શ હતો ? જે વર્ષો પહેલાં બચપણમાં થયો હતો !


Rate this content
Log in

Similar gujarati story from Romance