Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

ઓ મહાદેવ

ઓ મહાદેવ

1 min
42


ઓ મહાદેવ અમે અચૂકપણે અવળે પાટે ચઢી ગયા છીએ એમાંથી ઉગારીને અમને બહાર કાઢજો. પ્રાયશ્વિત કરવાનો પણ મોકો અમે ગુમાવી દીધો છે.. હે મહાકાલ દયા કરો.. આ સકળ વિશ્વનું કલ્યાણ કરો. 

આ કોરોના વાઇરસ, લમ્પીગ્રસ્ત હજારો ગાયોનું મૃત્યુ હ્રદય દ્રાવક છે.

મહાદેવ વાવાઝોડામાં કેટલા પક્ષી મૃત્યુ પામેલા.. હે મહાદેવ છેલ્લા બે વર્ષથી નિતનવા રોગોમાં માનવ, ને અબોલ જીવો મૃત્યુ પામેલા છે.

યેનકેન પ્રકારે પ્રભુ તમે ચેતવણી આપો છો પણ જે માણસોમાંથી માનવતા મરી પરવારી છે એ ક્યાં સમજે છે.

મહાદેવ તમારો શ્રાવણ માસનો પ્રારંભ થયો છે હવે તો દયા કરો.

એ મહાકાલ આ મહામારીનો રોગ તો તબેલા ઉપર તૂટી પડયો છે એનું પરિણામ એ આવ્યું કે મોંઘુ પશુધન મરીને મડદામાં ફેરવાઈ ગયું આ જોઈ આત્મા કકળી ઊઠે છે તો મહાદેવ તમને દયા નથી આવતી.

મહાદેવ તમે તો ભોળા શંભુ છો. તમારે શરણે આવેલાં નું રક્ષણ કરો છો.

મહાદેવ અમારાં અક્ષમ્ય અપરાધો માફ કરજો.

પરમ પિતા પરમાત્મા તમને એક અરજી કરું છું દરેક જીવ સૃષ્ટિ ને એમનાં પરિવારની આંત્યતિક સુરક્ષા કરો એવી પ્રાર્થના કરું છું.. 

સર્વ જીવોનું કલ્યાણ ને મંગલ કરજો મહાદેવ.


Rate this content
Log in