Kalpesh Patel

Tragedy Classics

5.0  

Kalpesh Patel

Tragedy Classics

ન્યાય

ન્યાય

4 mins
1.7K


કેટલીક મોટી નદીઓ વિનાશક પૂર માટે જાણીતી છે. હુઆંગ હો(પીળી નદી)ને ચીની લોકો ‘ચીનની દિલગીરી’ (China’s Sorrow) તરીકે ઓળખાવે છે, કારણ કે તેના પૂરથી પુષ્કળ પ્રમાણમાં વિનાશ થાય છે.

ચીનનું હુવાંગ ગામ સાંસ્ક્રુતિક ધરોહર ધરાવતું ગામ હતું. કુદરતી વિષમતાથી દુખી થવાના બદલે, જે મળ્યું તે“ન્યાય” સમજતી. અંહી પ્રજા સાહસિક અને પ્રમાણિક, એકબીજાના દુખમાં સહકાર આપે અને હળીમળી રહે.

શહેરની ભાગોળે એક ફેંગ નામની વિધવા તેના દીકરા ચેંગ સાથે રહેતી. હુઆંગ હો(પીળી નદી)ના કિનારે આવેલા ખેતરમાં તનતોડ મહેનત કરી, મા દિકરો મહેનત કરી જે મળે તેનાથી ખુશ રહી જીવન વિતાવતા. છેલ્લા કેટલાય સમયથી વરસાદના અભાવથી હુઆંગ હો નદીના વહેણ સૂખા ભઠ હતા. આવા સૂખા નદીના પટમાં પાળો બનાવી, વહેણ ગામ તરફ વાળી એક તળાવ બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરવામાટે ફેંગના ખેતરનું સ્થળ નક્કી થયું. લોકોનું કલ્યાણ થતું હોય તો, પોતાના ખેતર સ્વેચ્છાએ ગામને સમર્પિત કરી નદીના વહેણમાં પાળો બાંધવાના કામમા અન્ય ગમવાસી સાથે મા દીકરો જોડાઈ ગયા.

સતત પાછલા ત્રણ વરસના દુષ્કાળને લઈ આ વરસની પહેલી પુનમે ચાલુ થઈ રહેલા નવા વરસની ઉજવણી ફિક્કી હતી, પણ લોકોના હૃદયે હુઆંગ હો નદીના પટમાં પાળો બની તળાવ બંધાઈ ચૂક્યું હોવાથી ઉમંગ હતો. ચીની નવા વરસની પંદર દિવસ ચાલતી ઉજવણીની તૈયારી ચાલૂ થઈ ગઈ હતી. ગામના દરેક ઘરે ફાનસના દિવડાઓ રાત્રે મનમોહક લગતા હતા. આજે પુનમ હતી, આકાશમાં એકાએક ઉમટી આવેલ કાળા ડીબાંગ વાદળથી, ચંદ્રના દર્શન દુર્લભ હતા.સૌ કોઈ આભ તરફ મીટ માંડીને નવા વરસની ઉજવણીના ભાગ રૂપે પૂનમના ચંદ્રની એકાદ ઝલક જોવા આતુર હતા. ત્યાં એકાએક હવાની રૂખ બદલાઈ. અને સુસવાટા ભેર પવન ફૂંકાયો. વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. જોત-જોતામાં ધોધમાર વરસાદ વરસવો ચાલુ થઈ ગયો.

હુવાંગ ગામના લોકોની નવા વરસની ઉજવણીના ઉમંગને આ કમોસમી વરસાદે બેવડાવી દીધો હતો. લોકો પોતપોતાના છોકરાઓ તથા પાળેલા કુતરા, બિલાડીઓને લઈ ઘરમાં પુરાઈ રહ્યા. નવા વરસ પછીના બીજા દિવસે વરસાદે વિરામ રાખ્યો. સુરજે તેની રોશની રેલાવી. ચારે બાજુ હજુ વરસાદી પાણી ભરાયેલા હતા. પણ વાતાવરણમાં ઠંડક હતી. કમોસમી વરસાદ સૌ માટે સોનાથી પણ અધિક મૂલ્યવાન હોવાથી, બધા ગામવાસી આનંદથી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં લાગી ગયા હતા.

આખા દિવસની મહેનત પછી ભરાયેલા પાણીનો નિકાલ થયો. સાંજે આખા ગામના લોકોએ સમૂહ ભોજન રાખેલ. સૌ કોઈ આનંદ અને ઉત્સાહથી હાજર રહેલા. ગામના મુખી વાંગ ચુ બધાનું અભિવાદન કરી આભાર માની રહ્યા હતા. તેમની ચકોર નજરે જોયું કે આ ઉજવણીમાં નદી કિનારે રહેતી વિધવા ફેંગ અને તેનો એક માત્ર દીકરો ચેંગ આવ્યા નથી.આ મા દિકરો કેમ નહીં આવ્યા હોય ? તેની ચિંતામાં તેઓ દુખી થતાં હતા. નવા વરસની સમૂહ ભોજની ઉજવણી પત્યા પછી, મુખી વાંગ ચુએ બે જુવાન છોકરા અને ફાનસ લઈ કડકડતી ઠંડીમાં નદીને કિનારે ડાબી બાજુએ આવેલ ફેંગની ઝૂંપડીએ આવ્યા અને જોયું તો ઝૂંપડીમાં કોઈ હતું નહીં. આ મા દીકરો ક્યાં હશે તેની ચિંતામાં પાછા ફર્યા.

રસ્તામાં નદીના વહેણને વાળી બાંધેલા નવા તળાવ પાસે આવ્યા ત્યારે ચારેકોર તળાવમાં ભરાયેલ પાણીએ તેમના હૃદયે ઉમંગ આણી દીધો. “વાંગ ચુ” એ ભગવાનનો પાડ માન્યો. ત્યાં દૂર તળાવના પાળા પાસે કોઈ હલચલ નજરે પડી. તેઓ અને છોકરાઓ ત્યાં જઇ ને જુવે છે તો તળાવની એક પાળીમાં બાકોરું પડેલું હતું. હાડ થીજાવી દે તેવી ઠંડીમાં તે બકોરા પાસે વિધવા “ફેંગ”ને તેની પીઠ દબાવીને બેસેલી જોઈ. “મુખી વાંગ” ચુએ તાબડતોબ ગામવાસીને પાવડા તગારા કોદાળી લઈ તેડાવી બાકોરું પૂરી દીધું. સખત ઠંડીને લીધી ફેંગનું શરીર જકડાઈ ગયેલું હતું, તેનો શ્વાસ ધીમો ચાલતો હતો. ઉનના ધાબળા લપેટી સારવાર આપી બચાવી દીધી. ભાનમાં આવ્યા પછી ફેંગની આંખમાં પાણી હતા, તે ચોધાર આંસુ એ રોતી હતી.

તેણે ગામવાસીને વિનંતી કરી કે તેઓ નવા બાંધેલા તલાવમાથી તેના ડૂબેલા દીકરાને શોધી આવે. કમોસમી વરસાદે એકાએક ધસમતા પાણીની આવકે નવા બાંધેલ તળાવના પળામાં બાકોરું પાડી દીધેલ હતું. ગામમાં આવી સહાય માટે ટહેલ નાખે ત્યાં લગી આ બાકોરું મોટી હોનારતનું કારણ બની શકે તેવું ભાળી, ફેંગ અને તેનો દીકરો ચેંગ, આ બાકોરા પાસે પીઠ રાખી બેસી ગયા. એક રાત અને એક દિવસના વરસાદ દરમ્યાન તેનો દીકરો તળાવમાં ડૂબી ગયો હતો.

નવા વરસની ઉજવણીના ઉમંગ વચ્ચે સૌ કોઈ દુખી હતા. ગામના લોકો માછલી પકડવાની જાળ લઈ આખું તળાવ ખૂંદી, ચેંગના મૃત દેહને લઈ તેઓ ગામમાં આવ્યા ત્યારે આખું ગામ ફેંગને કોઈ ચિંતા નહીં કરવાનો દિલાસો આપતા હતા. ચોધાર આસું એ રડતી ફેંગનું રડવાનું અટકતું નહતું. ગામના મૂખી “વાંગ ચુ”એ તેણે પોતાના શરણનું વચન આપ્યું ત્યારે, તે બોલી હું મારા ચેંગના અવસાનથી દુખી થઈ રડતી નથી. હું તો ભગવાનના “ન્યાય” સામે રડી રહી છું. હવે હું શું કરીશ ? આ ગામની ભલાઈ માટે ભવિષ્યમાં બલિદાન માટેની સ્થિતિમાં હું કેવી રીતે ફાળો આપી શકીશ ? ભગવાને મને કયા “ન્યાય”ને આધારે એક જ દીકરો આપ્યો હતો.

પકીર્ણ:- દરેક દેશમાં પૂરના વિનાશની લોકવાર્તાઓ અને લોકગીતોમાં થતી હોય છે. જે સ્થાનિક લોકોના ગીતોમાં જોવા મળે છે. કેટલાક લોકો આવા અકસ્માતો અંગે કેટલીક વાતો વહેતી મૂકી અકસ્માતની ઘટના બાદ તેને આ લોકવાર્તાઓ સાથે જોડીને કહેતા હોય છે. પરંતુ માણસ જન્મ જાત પ્રમાણિક અને બીજાના દુખે દુખી થઈ મદદ કરવા તત્પર હોય છે તે નક્કર હકીકત છે


Rate this content
Log in

Similar gujarati story from Tragedy