N.k. Trivedi

Inspirational

4.5  

N.k. Trivedi

Inspirational

નવલિકા."ઋણ વાત્સલ્યનું

નવલિકા."ઋણ વાત્સલ્યનું

4 mins
364


"પૂનમ," 

"હા, બોલો શું છે ?"

"મમ્મી ક્યારનાં વાસણ ઉટકે છે. અગિયાર વાગ્યા, મમ્મી ક્યારે સુવા જશે ? પાછા સવારે છ વાગે તો અચૂક ઉઠી જાય છે. જા ને જરા મમ્મીને મદદ કરને."

"નાં, મેં તમને કહ્યું હતું કે મને વાસણ ઉટકવા, કપડાં ધોવા, કચરા પોતા કરવા ગમતા નથી. તમને તો ખબર છે મને ઝાઝી રસોઈ પણ નથી આવડતી. આ બધી મેં તમને વાત કરી હતી પણ તમે મારા ઉપર લટ્ટુ હતા એટલે આ બધી વાત જાણતા હતા છતાં મને હા પાડી. બોલો હવે કાઈ કહેવું છે તમારે ?"

વિનય કાઈ પણ બોલ્યા વગર સગુણાબેન પાસે આવી ચુપચાપ વાસણ વિછળવા લાગ્યો. મહેશભાઈએ આ જોયું, સગુણાબેને હાથનાં ઇશારાથી શાંત રહેવા કહ્યું. કે તમે કઈ બોલતા નહીં, શાંત જળમાં વમળ ઉભા થશે.

"બેટા હું ઉટકી નાખીશ તું આરામ કર આખો દિવસ કામ કરી થાકી ગયો હોઈશ. મારે તો આ રોજનું થયું." 

"મમ્મી તને તો ખબર છે કે હું નાનો હતો ત્યારે પણ તને રસોઈમાં, નદીએ કપડાં ધોવામાં.... (ત્યારે આપણી પાસે ક્યાં વોશિંગ મશીન હતું.)...કચરા પોતા કરવામાં મદદ કરતો. મને કામ કરવાની મજા આવે છે." 

"સારું, બેટા....જેવી તારી ઈચ્છા."

"ભાઈ, તમેં કાલે રાત્રે મમ્મી સાથે શું ! વાત કરતા હતા ?"

"નાના વાતમાં કઈ નહોતું , હું મમ્મીને વાસણ ઉટકવામાં મદદ કરતો હતો. તને તો ખબર છે આપણે પહેલા પણ મમ્મીને કામમાં મદદ કરતા હતા."

"ભાઈ, હું પણ કામમાં મદદ કરીશ. તમે મમ્મીને રસોઈ અને વાસણ ઉટકવામાં મદદ કરજો બાકીનું કામ હું કરીશ."

બંને ભાઈઓએ નોકરી સાથે ઘરનાં કામને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું હતું. જેથી સગુણાબેનને પણ સમય મળવા લાગ્યો. પૂજાપાઠ પુરા થયા પછી મહેશભાઈ સાથે સમય પસાર કરતા જે પહેલા જરા પણ મળતો નહોતો. પૂનમ અને નાના દીકરાની વહુ ચાંદની સાથે આ બાબતે કોઈ ઘરમાં ચર્ચા કરતું નહોતું કે કાઈ કહેતું નહોતું.

વિનયને સાસરે લગ્ન પ્રસંગે જવાનું થયું. લગ્ન પ્રસંગ પતી ગયા પછી બધા ડ્રોઈંગ રુમમાં બેઠા હતા ત્યારે વિનયને તેના સાળાની વહુએ પૂછ્યું. "વિનયભાઈ અમને ખબર છે. તમે ઘર કામ બહુ સરસ રીતે કરો છો. થોડા દિવસ વધારે અહીંયા રહીને મને અને તમારા ભાઈ એટલે મારા પતિદેવને આ બધું કામ શીખવાડોને."

"ભાભી તમે કેવી વાત કરો છો ? તમે હો પછી મારા ભાઈ શું કામ ઘરનું કામ કરે ? તો તમારે શું આરામ કરવાનો ? મમ્મીને મદદ રૂપ થાવ એટલે તો ભાઈનાં તમારી સાથે લગ્ન કર્યા છે." પૂનમ એકદમ ઉકળીને બોલી તો ગઈ પછી તેને લાગ્યું કે મારી વાત સાંભળી ને બધાંજ મારી સામે જુવે છે. એટલે ફેરવી ટોળ્યું કે "ભાભી મારી વાતનો બીજો કોઈ અર્થ ન કરતા. મેં તો એમજ કહ્યું છે. એ અહીંયા ઝાઝો સમય રોકાય એ સારું ન લાગે એટલે."

પણ પૂનમ આ બનાવ પછી ખરેખર વિચારમાં પડી ગઈ કે મારી ભાભી હોવા છતાં મારા ભાઈ ઘર કામમાં મમ્મીને મદદ કરે તો મને ગમે ન ગમે. એટલે તો મેં ભાભી સાથે આવી રીતે વાત કરી. તો પછી હું વિનય અને તેની મમ્મી સાથે શું કરી રહી છું ? આ સવાલ પુનમનાં મનમાં ઘુમરતો રહ્યો.

"મમ્મી કાલથી હું તમને રસોઈ અને બીજા બધાં કામમાં મદદ કરીશ. તમે મને રસોઈ શીખવાડશો ને ?"

પહેલા તો સગુણાબેન વિચારમાં પડ્યા કે મેં આ જે સાંભળ્યું છે એ બરોબર છે ને ? પૂનમે ફરી કહ્યું. "મમ્મી, હું એમ જ વાત નથી કરતી, હું ખરેખર તમારી પાસેથી બધુંજ શીખવા માંગુ છું. અને મને આ વિનયે નથી કહ્યું. તેને તો કઈ ખબર જ નથી."

"હા, બેટા તારે જે શીખવું હશે એ બધું હું તને શીખવાડીશ, તું તો પુત્રવધુ છો, પુત્ર થી પણ વધુ."

આમ વાત ચાલતી હતી ત્યાં નાના દીકરાની વહુ આવી. "મમ્મી હું તમને બધાં કામમાં મદદ કરીશ. મને તો કામ આવડતું હતું. પણ પૂનમ ભાભી નહોતા કરતા એટલે હું પણ નહોતી કરતી. એમ વિચારીને ભાભી કઈ નથી કરતા તો મારે કામ કરીને જાત શું કામ ઘસી નાખવી. વળી ભાભીને ઘરમાં કોઈ કામ કરવા માટે અને મમ્મીને મદદ કરવા માટે કોઈ કહેતું પણ નથી."

ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું. સગુણાબેન પાસે પૂજાપાઠ અને મહેશભાઈને સમય આપવા સિવાય બીજું કોઈ કામ ન રહ્યું.

"બેટા, વિનય આ પુનમમાં આટલો મોટો ફેરફાર થવાનું કારણ શું છે ? બધુંજ સરખું ગોઠવાય ગયું, પૂનમ અને ચાંદની બે બહેનોની જેમ કામ કરે છે અને સંપીને રહે છે. મને બહુ ગમ્યું પણ કારણ સમજાતું નથી. બેટા, આ દુધનો ઉભરોતો નથી ને?"

"મમ્મી તમને પણ ખબર પડી જશે. જરા ધીરજ રાખો."

એક દિવસ સગુણાબેને પૂનમને વાત કરતા સાંભળી. "ભાભી ખૂબ ખૂબ આભાર. તમે જો તે દિવસે મારી આંખ ન ખોલી હોત તો આજે પણ મમ્મી કામ કરતા હોત. અને હું વહુ હોવા છતાં જલસા કરતી હોત. હું કેટલી મોટી ભૂલ કરી રહી હતી એ આજે મને સમજાય છે." 

"ભાભી, તમે મારી ભાભી છો. તમે શાનમાં સમજી જશો એવી મને અને વિનયભાઈને પુરી ખાત્રી હતી."

 "તો....આ.....તમારા.....લોકોની..સાઝીશ હતી. બંને છુપા રુસ્તમ નીકળ્યા." અને નણંદ....ભોજાઈનાં હાસ્યથી ફોન અને રુમ ગાજી ઉઠ્યા.

વિનય દૂર ઉભો ઉભો....સગુણાબેન સામે જોઇને મંદ મંદ હસતો હતો. સગુણાબેન સ્વાગત બોલ્યા ખરો છો, દીકરા તું...આજે તે ઋણ વાત્સલ્યનું ચૂકવી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational