Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

નવી વહુની મસાલેદાર રસોઈ

નવી વહુની મસાલેદાર રસોઈ

2 mins
439


અવનીનો આજે લગ્ન કર્યા પછીનો પહેલો દિવસ હતો.

સાસરીમાં સવાર ના નહિ ધોઈ ને રસોડા માં પ્રવેશ કરે છે.

એણે ચા ની બહુ તલપ લાગી.

 કેમ કે એને ઊઠીને રોજ પહેલા ચા પીવાની આદત હતી.

 એ પણ જાયફળ, ઈલાયચી, સૂંઠ ને, અદરકવાળી મસાલેદાર ચા.

 એ થોડી મુંઝાતી હતી.

પણ આદતવશ ચા ની તપેલી ગેસ પર રાખી,

 ચા ના મસાલા ઉમેરે છે.

ત્યાંજ બહારથી પતિ નિખિલનો અવાજ આવે છે.

અવની મારા માટે પણ ચા બનાવજે.

 કેટલી સરસ ચા ની મહેક આવે છે.

 એક પછી એક દરેક ને ચા ની ખુશ્બૂ રસોડા તરફ ખેચી લાવે છે.

 અને દરેકે ચા પીધા પછી.

 અવની ની ચા ના ખૂબ વખાણ કર્યા. નિખિલ કહે ભાઈ અમારી તો સવાર સુધરી ગઈ.

આટલી સરસ ચા જો મળી ગઈ.

વખાણ સાંભળી.

 પોતાની કદર ના બે ચાર શબ્દો

અવની ને ખુશહાલ કરી ગયા.

ચા નાસ્તામાંથી પરવારી.

ત્યાં સાસુ એ કહ્યું." અવની બેટા આજે બપોરે અમદાવાદથી આપણે ત્યાં મહેમાન આવવાના છે, અને રસોઈ પણ તારે જ બનાવવાની છે ."

કરેલા વખાણે.

 નવી વહુના હાથમાં,

 નવો જાદુ અને નવા પ્રાણ ઉમેર્યા.

 દાળ, શાક, ભાત, મીઠાઈ, કઢી પકોડા, સલાડ, આ બધું હોંશે હોંશે બનાવવા લાગી.

કેમ કે અવની ના પિયરમાં,

 નાનપણથી જ અવની ને રસોઈનો શોખ હતો.

 અને દાદી માં ખૂબ સરસ મસાલેદાર રસોઈ બનાવતાં.

 અને દાદી માં એ ને ખૂબ સારી રીતે સમજ આપી હતી.

 મસાલાઓ વિશે.

  દાદી માં એ સમજાવ્યું કે.

 મસાલા ફક્ત સુંગંધ અને ટેસ્ટ માટે નહિ .

પણ આપણા હેલ્થ માટે પણ બેસ્ટ છે.

દાદી માં એણે સમજણ આપે છે કે, આપણે મસાલાનો ઉપયોગ કરી એ છીએ, તેનાથી રસોઈ તો સારી બને છે.

રસોઈ દેખાવ માં આકર્ષક લાગે.

 જોઈને

 મોઢામાં પાણી આવી જાય.

કેટલાક મસાલાઓ ઔષધીય કામ કરે છે.

 જેનાથી પાચન શક્તિ સારી રહે છે.

 પેટમાં ગેસ થતો નથી.

 તેમ જ ભૂખ પણ વધારે લાગે.

 ઊંઘ પણ સારી આવી જાય.

ખોરાક પચી જાય.

અને વધારાની ચરબી જમા ના થાય.

આમ ગરમ મસાલા,

 અને મસાલા વિશે અદભૂત જાણકારી હતી એના પાસે.

દાદીમાં એ પણ શીખવ્યું કે,

 જેમ ખોરાકમાં ખારાશ, તીખાશ, કડવાશ, તુરાશ, મીઠાશ, બધું સપ્રમાણ હોય તો જ,

રસોઈ ટેસ્ટી બને. જિંદગીનું પણ આવું જ છે.

 દરેક પ્રકાર ના અનુભવો થકી જ,

 જિંદગી શ્રેષ્ઠ બને છે.

દાદી માં ના નીચે ઘડાયેલી અવની બેસ્ટ કુક હતી.

જોત જોતા માં બધી રસોઈ બનાવી. ડાઇનિંગ ટેબલ પર રાખી,

 બધા ને જમવા માટે બોલાવે છે.

રસોઈનો દેખાવ, અને સુંગંધથી સૌના મોઢામાં પાણી આવવા લાગ્યું.

કુટુંબ ના દરેક સભ્યો એ,

 પહેલાં કોળીયે જ, અવનીના ભરપેટ વખાણ કર્યા.

સાસુ એ કહ્યું "હું નસીબદાર છું કે મને આવી વહુ મળી".

ત્યાં બાજુ માં થી જ,

નીખીલ બોલ્યો" મારી તો જિંદગી બની ગઈ

અવની મળી ગઈ".

અવનીનો ખુશ ખુશ થઈ ગઈ.

 જાણે ! એને કોઈ ખજાનો મળી ગયો હોય ! જાણે ! કોઈ પ્રમાણપત્ર મળી ગયું હોય.

હા ગૃહિણી ને બીજું જોઈએ પણ શું ?

થોડી કદર.

થોડો પ્રેમ.

 વખાણના બેચાર શબ્દો.

બસ આનાથી વધારે ક્યાં કઈ એ માગે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational