Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નવી શરૂઆત - મધ્યમ વર્ગની

નવી શરૂઆત - મધ્યમ વર્ગની

2 mins
151


બાજુવાળા પ્રભા બહેન અર્પિતા બહેનના ઘરમાં આવ્યા.

બોલ્યા:-'  હેં અર્પિતા આ નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવાની છે ? પાર્ટી બાર્ટી રાખવાની છે ?

અર્પિતા:-' નવા વર્ષમાં તો પાર્ટી કરવાની જ હોય ને. પણ તમે તો પાર્ટીમાં જતા નથી કે પાર્ટી કરતા નથી. '

પ્રભા:-' શું કરું. . મને પણ પાર્ટીનો શોખ છે પણ બીજાના ઘરે થતી હોય તો જ. બાકી આપણને ના ફાવે. આ અમારા એ ઓફિસના કામમાંથી નવરા પડે તો જ પાર્ટી કરવા જવા મળે. પણ તું કાંઈ કહેતી નથી. તારા ઘરે કેટલા વાગે પાર્ટી છે ? એવું હોય તો હું મદદ કરવા આવું ?'

અર્પિતા:-' ના. . ના. . મદદ કરવા ના આવતા. અમે તો સાંજે બહાર જવાના છીએ. પાર્ટી બહાર કરવાની છે. ને તમે ?

પ્રભા:-' સારું સારું. . . તું નસીબદાર છે. મારા ઘરે સાંજે મહેમાનો આવવાના છે. પણ પાર્ટી નથી કરી. શું કરું હું. એમના પર ફોન હતો કે ત્રણ કે ચાર મહેમાનોને સાથે લાવવાના છે. આ નવા વર્ષમાં મારે કેટલી બધી ઉપાધીઓ છે. હેં તારે આવી કોઈ માથાકૂટ છે ?'

અર્પિતા:-' તમે નસીબદાર છો. મહેમાન આવે એ મને ગમે. પણ મારા બધા સગા દૂર રહે છે. હું ઘરમાં હોત તો તમને મદદ કરતી. પણ શું કરું મારે બહાર જવાનું છે. '

પ્રભા:-' સારું સારું. . તો નવા વર્ષમાં નવી શરૂઆત કરો. આ તો તમને પૂછવા આવી હતી. જુઓને મારા ઘરે મહેમાનો આવવાના છે એટલે તમારા ઘરેથી ચાર ખુરશીઓ આપજો ને. મારું મિક્સર બગડી ગયું છે. હજુ પગાર પણ થયો નથી ને ચા, મોરસ અને તેલ પણ ખૂટી ગયું છે. મારે શું કરવું એ સમજાતું નથી. '

અર્પિતા:-' જો તમને વાંધો ના હોય તો હું મદદ કરું. મારી ખુરશીઓ લેતા જાવ. કાલે જ હું ડીમાર્ટમાંથી તેલ, ચા અને મોરસ લાવી છું એ તમારે જોઈએ એ પ્રમાણે લેતા જાવ. આપણે પાડોશી છીએ તો એકબીજાને મદદરૂપ થવું જોઈએ. '

પ્રભા:-' હા. . એ મદદની આશામાં જ તમારા ઘરે આવી છું. મને ખબર છે કે તમે કાલે ડીમાર્ટ ગયા હતા. એમનો પગાર થશે ત્યારે તમારી પાસેથી લીધેલી વસ્તુઓ પાછી આપીશ. તમે ચિંતા ના કરતા. '

અર્પિતા:-' અરે પણ મેં ક્યાં કહ્યું છે. મારે ઉતાવળ પણ નથી. તમ તમારે સગવડ થાય એટલે. સામાન્ય મધ્યમવર્ગની મુશ્કેલીઓ હું સમજું છું. ને હા તમારે મિક્સર જોઈતું હોય તો લેતા જાવ. મારે તો કાલે જરૂર પડશે. '


Rate this content
Log in

Similar gujarati story from Drama