Rajeshri Patel

Inspirational

2  

Rajeshri Patel

Inspirational

નકાબની દુનિયા

નકાબની દુનિયા

2 mins
28


સુરત શહેરમાં એક જાદુગર હતો. જાદુગર જાદુની સાથે પોતાના મોઢા પર અવનવી રીતથી લોકોને હસાવતો પણ ખરા. કોઈવાર જનતા બહુ હસવા લાગે તો કોઈવાર એવું કરુણ દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કરે કે જોનારા સૌ કોઈ પણ દંગ રહી જાય. એમની આ કળાથી એમને બહુ નામના મેળવી હતી. આ વાત તો ખાલી જાદુગરની હતી પરંતુ આજનો માણસ પણ આ રીતે અલગ અલગ નકાબ પહેરીને ફરે છે.

આપણે એક કહેવત છે "હાથીના દાંત ચાવવાના પણ બીજા ને બતાવવાના પણ બીજા". આજનો માણસ પણ એવો જ થઈ ગયો છે. પોતે એક અલગ જ મ્હોરું પહેરી લીધો છે. કોઈ સારો વ્યક્તિ હોવાનો સ્વાંગ રચે, કોઈ ઈમાનદાર હોવાનો, કોઈ પ્રેમનો તો કોઈ અમીર હોવાનો આ જમાનામા અત્યારે આવા ખોટા નકાબી લોકોનો રાફડો ફાટ્યો છે. પોતાના સ્વાર્થ માટે માણસ પોતે કોઈપણ નકાબ પહેરી લે છે.

જેમ આપણે જોયું કે જાદુગર પણ આવી રીતે અલગ અલગ નકાબ ધારણ કરી લોકોને ગુમરાહ કરે છે. પોતાના ધંધા રોજગારી માટે પોતાની આ કળા સીમિત હોય છે. કોઈ વ્યક્તિની લાગણી સાથે રમતો નથી જ્યારે આમ આદમી આવી રીતે મોહરા ધારણ કરી વ્યક્તિની લાગણી, વિશ્વાસ, પ્રેમ, કરુણા સાથે હર રોજ રમતો રમે છે. તેમાં તેને માત્ર પોતાનો સ્વાર્થ જ દેખાય છે કે મારો એમાંથી શું ફાયદો થાય ? અત્યારે સમાજમા આવા રાજકારણી, એવા ઘણા સરકારી કર્મચારી, સેલ્સમેન, વેપારી વગેરે ઘણી વખત ખોટા ચહેરા બતાવે છે લોકોને પોતાના વિશ્વાસમાં લે છે.

પરંતું હકીકતમા માણસે આ કળાને બંધ કરીને ઈમાનદારીથી કોઈના દિલમાં જગ્યા બનાવી જોઈએ. તમારી સારી વાણી, સારા વિચાર, સારી કામગીરી કરવી જોઈએ. આ જોઈને લોકો આપોઆપ તમારા પર વિશ્વાસ કરશે.

આ નકાબની દુનિયામાંથી બહાર નીકળીને પોતે જેવા હોય એવું જ વર્તવું જોઈએ. ખોટા ઢોંગ રચીને કોઈને પણ ફસાવવા ના જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational