Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

નજરનો જાદુ

નજરનો જાદુ

1 min
187


 તેની નજરમાં કોઈ જાદુ હોય એવું લાગતું હતું. હું તેના તરફ ખેંચાતી જતી હતી. એવું તે શું હતું તેની નજરમાં! કે જે મને તેના તરફ ખેંચી રહી હતું.

હા, આમ તો હું તેને પહેલી જ વાર મળી હતી. પણ મને લાગતું હતું કે, હું તેને વર્ષોથી ઓળખું છું તે બોલતી તો મને તેનો અવાજ પણ જાણીતો હોય તેવું લાગ્યા કરતું. મને સમજાતું ન હતું કે કયા કારણસર હું તેના તરફ ખેંચાઈ રહી છું મન તેના વિચારોમાં ખોવાઈ જતું હતું મારી મનોસ્થિતિ ગૂંચવાઈ ગઈ હતી હું રાત દિવસ તેના જ ખ્યાલમાં રહેતી હતી તેનો જાદુ મારા પર એટલો છવાઈ ગયો હતો, કે મન માત્ર તેને જ ઝંખતું હતું. 

આમને આમ ઘણા દિવસો વીતી ગયા. તે રોજ કોલેજ આવતો હતો પણ અમારા વચ્ચે ક્યારેય કોઈ બોલવાનો પ્રસંગ બન્યો ન હતો અચાનક એક દિવસ અમારા કોલેજના સર્કલમાંથી એક પ્રસંગમાં મારે એમના ઘરે જવાનું થયું અને અને એ દિવસે અમારી નજર મળી અને જાણે કે કેટલી એ વાતો અમારી નજરો એ કરી લીધી અને એ દિવસ પછી અમે મિત્રો બની ગયા. કોઈ ઋણાનુબંધે અમારા સંબંધો પર જાદુ કર્યો અને અમે હમસફર બની ગયા. 


Rate this content
Log in

Similar gujarati story from Romance