Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

મૂરખને ઉપદેશ

મૂરખને ઉપદેશ

1 min
120


એકવાર એક જંગલમાં મુશળધાર વરસાદ પડ્યો. બધા પક્ષીઓ વરસાદથી બચવા પોતપોતાના માળામાં આવી બેઠા. ત્યાંજ કેટલાક પક્ષીઓની નજર ઝાડ નીચે બેઠેલા કેટલાક વાંદરાઓ પર પડી. વાંદરાઓ વરસાદથી બચવા ઝાડ નીચે સંતાઈ રહ્યા હતાં. એમના બચ્ચાઓ રડારડ કરી રહ્યા હતાં. આ બધું પક્ષીઓથી જોવાયું નહિ. એમનું દુઃખ જોઈ એમનો આત્મા કકળી ઊઠ્યો. તેથી એક શાણા પક્ષીએ વાંદરાઓને સલાહ આપતા કહ્યું કે, “વાંદરાભાઈ તમે પણ ફુરસદના સમયે અમારા જેવા માળા બાંધી રાખતા હો તો ? આજે તમારો પોતાનો માળો હોત, તો તમારા કુટુંબીજનોને આવી તકલીફ ન વેઠવી પડત.”

વાંદરાને પક્ષીની આ સલાહ ન ગમી. એણે લાગ્યું કે પક્ષીઓ એણે ચીઢાવી રહ્યા છે. એણે મનમાં વિચાર્યું કે “આ નાનકડા પક્ષીઓ પોતાની જાતને બહુ મોટા તીસમારખાં સમજે છે ને ! હવે હું એમને સબક શીખવાડીને જ જંપીશ.”

વાંદરો ગુસ્સાથી લાલચોળ વરસાદ રોકાવાની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં જેવો વરસાદ રોકાયો તેવો જ વાંદરો ઝાડ પર ચઢી ગયો અને પક્ષીઓના માળાઓને ઊંચકી ઊંચકીને નીચે ફેંકતા બોલ્યો. “કેમ બહુ દોઢડહાપણ દેખાડતા હતાં ને ? ફુરસદના સમયે હું નકામી અહીં તહીં કૂદાકૂદ કર્યા કરું છું એમ જ કહેવા માંગતા હતાં ને ! હવે ભોગવો તમારા કર્મોની સજા.”


Rate this content
Log in