Nayanaben Shah

Others

3  

Nayanaben Shah

Others

મુખવટાે

મુખવટાે

2 mins
149


બકુલાને અફસોસ થતો હતો કે તેને સુંદરને શા માટે હા કહી ? સુંદરનામ મુજબ સુંદર જ હતો એ બોલે તો સામેની વ્યક્તિ એના પ્રભાવમાં આવી જતી પરંતુ એને તો પૈસાદાર તથા દેખાવડી જ યુવતી પત્ની તરીકે જોઈતી હતી. લગ્નબાદ સુંદર વારંવાર બકુલાને કહેતો, તારા પિયરથી થોડા પૈસા લઇ આવ આપણી ઉંમર મોજશોખ કરવાની છે તું તો આમ પણ એકની એક છું બધી મિલકત તો છેવટે તને જ મળવાની છે ને ?

બકુલા વિચારતી કે આ સુંદરે જ લગ્ન પહેલાં એના પપ્પા ને કહેલું, "હું દહેજમાં માનતો જ નથી મારે તો સંસ્કારી કન્યા જોઈએ બસ અમારે તો કંકુને કન્યા જ જોઈએ "એના પપ્પાએ તો બકુલાને એટલે સુધી કહ્યું કે ,"તેં સાચા દિલથી ગોરમા ને પૂજ્યા હશે એટલે આટલા ઉચ્ચ વિચારના માણસો મળ્યા

દહેજના લીધુ તે બદલ એના સાસરિયાંની સમાજમાં વાહ વાહ થઈ ગઇ લગ્ન બાદ એમનું અસલ સ્વરૂપ જોવા મળ્યું કે એને વારંવાર એવા મ્હેણાં મારતા કે અમે તોના કહીએ પણ તારા બાપે તને ભિખારાની જેમ મોકલી દીધી. ત્યારબાદ તો વારંવાર એની પર દબાણ કરાતું કે કાર લઈ આવ,કયારેક ફ્રીઝ, તો કયારેક ઘરનું ફર્નીચર લાવવાનું કહેવામાં આવતું. બકુલા સામે કંઇ પણ કહેવા જાય તો એને ચૂપ કરી દેતાં બકુલા વિરોધ કરતી તો મારઝુડ ચાલુ થઈ જતી.

આખરે કંટાળીને બકુલા બેગ લઇને પિયર જવા નીકળી એ પહેલાં એને સુંદરને ધમકી આપી કે, "હું છૂટાછેડા લઇશ એટલું જ નહીં હું ખાધાખોરાકી પણ લઇશ તમે મને મારી છે એ નિશાન મારા શરીર પર છે તમને જેલની હવા ખવડાવીને જ છોડીશ "

બકુલા પિયર આવી ત્યારે એની મમ્મી પથારીવશ હતી લાંબુ નહીં કાઢે એવું ડૉક્ટરો એ કહી દીધું હતું એની મમ્મી સતત રટણ કરતી હતી કે, "મારે દીકરી જમાઇને જોવા છે એમને બોલાવો તો હું શાંતિથી આ દેહ છોડીશ નહીં તો મારો જીવ અવગતી એ જશે "

બકુલા ગભરાઇ ગઇ હતી મમ્મીની ઇચ્છા પૂરી કરવી પડે એમ જ હતી તેથી સુંદરને ફોન કર્યો તો એને કહ્યું, "મને લેખિતમાં આપ કે તું ભરણપોષણ નહીં માંગે તથા આ ઈજા તને પડી જવાથી થઈ છે આ લખાણ આપવા તૈયાર હોય તો હું આવવા તૈયાર છું"

આખરે બકુલાએ સુંદરના કહેવા મુજબ લખી આપ્યું. સુંદર બકુલાની મમ્મી પાસે આવી એમને પગે લાગી માથે હાથ ફેરવવા લાગ્યો પગ પણ દબાવતાં બોલ્યો, "મમ્મી,તમે બકુલાની સહેજ પણ ચિંતાના કરતાં મારો જન્મ જ બકુલાને સુખી કરવા થયો છે."કહેતાં બકુલાનો હાથ એના હાથમાં લઇ બકુલા તરફ પ્રેમાળ નજરે જોયું એની મમ્મી એ સંતોષ સાથે દેહ છોડ્યો ત્યારે એ વિચારતી હતી કે જિંદગીમાં સમાધાન કરવા કેટકેટલા મુખવટા ધારણ કરવા પડે છે !


Rate this content
Log in