Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મનમેળ

મનમેળ

2 mins
94


આપણે જેનાં ભરોસે માવતરને છોડીને ચાલ્યા હોય અને એ વ્યક્તિ જ જ્યારે લગ્ન જીવનનાં પાંત્રીસ વર્ષે પણ બીજાની જ આંખે જોતા હોય ને પરિવારને તરછોડી દેતા હોય ત્યારે અફસોસ થાય કે આ વ્યક્તિ માટે આખી જિંદગી જાત ઘસી પણ મનમેળ થયો નહીં ખાલી દુનિયાને બતાવવા જ સાથે રહેતાં હોય એવો અનુભવ થાય છે.

કેવું હોય છે નહીં, આ જીવન કે માવતરે હરખે ઉમંગે પરણાવીને વળાવી હોય પણ જેનો હાથ પકડીને ચોરીમાં સાત ફેરા ફર્યા હોય એ જ મનથી આપણું હોય જ નહીં.

આપણું ઈચ્છિત કશું જ માણવાનો અવસર મળે કે એ સોનેરી દિવસોને યાદ કરવા જેવું કોઈ નજરાણું પણ ન મળે.

દુઃખને દબાવીને સતત હસતાં રહેવાનો પ્રયત્નો કરતા હોય ત્યારે જ આપણી ખુશીઓ પર કોઈની નજર લાગી ગઈ હોય એમ જેની સાથે ખુશીઓથી જીવશું એમ ધાર્યું હોય કે જે આપણા ઘડપણની લાકડી થશે એવા અરમાનો સેવ્યા હોય તે એકાએક જ એવો આંધળો નિર્ણય લઈ લે ને જ્યારે જાણકારી પ્રાપ્ત થાય ત્યારે પૂછપરછ હાથ ધરીએ ત્યારે મારી મરજી... તું પૂછવાવાળી કોણ ?

ત્યારે જે આઘાત લાગે એ કોને કહેવાય કે બતાવાય છે !

ઘર નાનું હોય ને એક રોટલી હોય પણ મનમેળ હોય તો એક રોટલીનાં ટુકડાંથી પણ પેટ ભરાઈ જાય છે, પણ મનમેળ ન હોય ને મોટા બંગલામાં બત્રીસ પકવાન હોય પણ એ ફિક્કું લાગે છે.

ઈશ્વરની યોજના પર મનેકમને જો ભરોસો કરીએ ને ફરી કમર કસીને કાળની સામે બાથ ભીડીને કર્મ પર ફોકસ કરીએ તો સમજાશે કે ઈશ્વરે આપણને આપેલ મનમેળ વગરનો સાથી આગલા જન્મમાં કરેલા કર્મ અનુસાર દુશ્મન ભાવે જ મળ્યાં હોય તો જ આખી જિંદગી મનમેળ વગર જાય છે.


Rate this content
Log in