Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Nayana Charaniya

Tragedy Inspirational


3.6  

Nayana Charaniya

Tragedy Inspirational


મને ગર્વ છે

મને ગર્વ છે

3 mins 297 3 mins 297

"અરે, મોના કેવી ચાલે તારી જોબ ? "

"બસ,જુઓ હાલ તો કોરોનાને લીધે ઘણી મુશ્કેલી ચાલે છે, પ્રાઇવેટ સ્કૂલની તો હાલત ખરાબ પગાર પણ અધડો મળે અને ઉપરથી હાલ દવાઓના ખર્ચ સાથે મોંઘવારીની મહામારી પણ બળતામાં ઘી હોમ્યું હોય એવી પરિસ્થિતિ છે."

" એટલે જ આ શિક્ષકનો વ્યવસાય એટલે ટાઈમ પાસ જેવું જ ! કોઈ સારો પગાર નહી ને ઉપરથી વિડિયો તો જુઓ કોઈ સારી ક્વોલિટી પણ નહિ, સામે ફિસ તો માંગ્યા જ કરે એ ઉપરથી."

"ના, સોનું શિક્ષકનું કાર્ય માત્ર વ્યવસાય નથી. બાળકોના ભવિષ્યના નિર્માતા હોય છે અત્યારે પણ આવી ખરાબ પરિસ્થિતિમાં શિક્ષક બનતી મહેનત કરીને ક્યારેય કેમેરાની સામે ઊભા ન રહ્યા હોય તો પણ વિડિયો બનાવી એમના વિદ્યાર્થીઓને કેમ સારું પિરસી શકે એના પ્રયાસ કરે છે. હા, રહી ક્વોલિટીની વાત તો તેઓ બનતી મહેનત જરૂર કરે છે."

" શું ધૂળ મહેનત ! ભણાવતા જ ન આવડતું હોય એમ ઊભા રહી જાય વીડિયોમાં કોણ જાણે વર્ગમાં પણ બાળકને કેમ ભણાવતા હશે ?" 

" બેન, કેટલાક શિક્ષક મોટી ઉંમરના અને હાલની જનરેશનથી પાછળ હતા મોબાઈલ ફોન કરતાં એમના સુરીલા કંઠે ગવાયેલું ગીત હોય કે કોઈ બોધકથા બાળકનું જીવન બદલાવી દેતું હતું. એમાં પણ એમનું ગણિત ગમ્મત સાથે જેમાં ક્યાંય પણ ગોખવાનું હોય જ નહિ." 

" સારું સારું તમેં પોતે એ વ્યવસાય તમારે તો કમાવાનું સાધન તે એ વિશે સાચું ન જ સાંભળી શકો ને..."

 સોનલ બોલતા બોલતા ત્યાંથી નીકળી ગઈ. સોનલ અને મોના બંને સારી મિત્ર હતી, ભણવામાં પણ અવ્વલ ! સોનલને બાળપણથી ડૉકટર બનવાની ઈચ્છા હતી જ્યારે મોનાનું સપનું એક આદર્શ શિક્ષક બનવાનું હતું. એની પ્રેરણા એને એના પ્રેમાળ શિક્ષક પાસેથી મળી હતી. સોનલ હંમેશા શિક્ષકો વિશે મનફાવે તેમ બોલતી જ્યારે મોનાને ખુબ આદર હતો. હાલ પરિસ્થિતિ જોઈ એને મોનાની મજાક અને શિક્ષકને કંજૂસની વ્યાખ્યામાં બાંધી હંમેશા મજાકનું પાત્ર બનાવતી. જ્યાં મોના કંજૂસાઈ નહિ પણ એ બાબતને કરકસર માનતી. એક જ સોસાયટીમાં બંને રહેતી હતી. એકના ઘરે નોકર ચાકર, ગાડીઓ જ્યારે મોના ઘરનું દરેક કામ જાતે અને હોંશે હોંશે કરતી. બંને વચ્ચે આ ચર્ચા થઈ એજ દિવસે સાંજે સોસાયટીમાં સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૈસાનો મોભો ભારે એટલે સોનલને ચીફગેસ્ટ તરીકે ખુરશી ઉપર બેસાડવામાં આવી હતી. જ્યારે મોના જમીન પર રાખેલ ચાદર ઉપર બેઠી હતી. સરસ મજાનો પ્રોગ્રામ ચાલુ થયો ત્યાં કોરોનામાં ઉત્તમ કાર્ય કરેલ અને છેક લંડનથી આવેલા મોટા ગજાના વ્યક્તિ ડૉકટર કમલેશ પટેલ પણ આવ્યા. આવતાની સાથે સોનલ સાથે હાથ મિલાવી સ્મિત આપ્યું.

 સોનલને વધુ મજા પડી ગઈ તે મોના સામે જોઈ પોતાની જાત પર ગર્વ કરવા લાગી અને મોના સામે તુચ્છ નજરે જોઈ કટાક્ષમાં હાસ્ય કર્યું. મોનાએ પ્રેમથી સ્મિત કર્યું. 

  મુખ્ય મહેમાન તરીકે આવેલ ડૉકટર કમલેશ જેવા પોતાના વક્તવ્ય રજૂ કરવા ગયા ત્યા એમની નજર મોના પર પડી. તરત સ્ટેજની નીચે ઉતરી મોના પાસે ગયા અને આંખોમાં સ્નેહ નિતરતી લાગણી સાથે મોના પાસે બેસી ગયા. માઇક એમની સાથે જોડાયેલું હતું l 

" મારા ભવિષ્યના નિર્માતા આપ અહીં મળશો એવી કલ્પના પણ મે ક્યારેય કરી ન હતી ! " 

  સાવ જ શાંતિ છવાઈ ગઈ. મોના પણ ન ઓળખી શકી એ એમ કેમ બોલે છે. 

"મોના ટીચર, હું તમારી પાસે ભણી ગયેલ સૌથી તોફાની છોકરો કમલ જેને બધા જ એમ કહેતા કે આ છોકરો ઢોર ચરવશે ! મને ભણવામાં પણ રસ નહિ ને શાળાએ પણ ન આવતો પણ તમે મળ્યા ને મારું જીવન બદલાઈ ગયું, ખુદ મારા માતા પિતા પણ મારાથી નાકે દમ કરી ગયેલ હતા. આવા સમયે પણ તને ધીરજ રાખી મારા જીવનને ઉત્તમ બનાવવા માટેની તમારી ધીરજ રાખી અને પ્રેમાળ માતા તરીકે તમે મને આજ આ સ્ટેજ પર પહોંચાડ્યો."

"અરે કમલેશ તું ? કેટલો મોટો થઈ ગયેલ છે હું તો ઓળખી પણ ન શકી તને ?" 

" મોના મેમ, હું ગમે એટલો મોટો થઈ જાઉં પણ હું એ ક્યારેય ન ભૂલી શકું, હું આજ જે પણ છું એ મારા માતાપિતા કરતા પણ પહેલા તમારા કારણે છું."

 મોનાનો હાથ પકડી એને પોતાની ખુરશી પર બેસાડી છે અને ચારે બાજુ તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. ત્યારે માત્ર હળવું સ્મિત સાથે મોના આંખોથી સોનલને જાણે કહી રહી છે કે, 'મને ગર્વ છે કે હું એક શિક્ષક છું.'


Rate this content
Log in

More gujarati story from Nayana Charaniya

Similar gujarati story from Tragedy