Prashant Subhashchandra Salunke

Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Inspirational Children

મને ગમે મારી આઝાદી

મને ગમે મારી આઝાદી

1 min
118


એકવાર એક પાલતું કુતરો તેનો માર્ગ ભૂલ્યો અને ભટકતા ભટકતા જંગલમાં જઈ પહોંચ્યો. અહીં તેનો ભેટો એક જંગલી કુતરા સાથે થયો. જંગલી કૂતરાએ પાલતું કૂતરાને જોઇને કહ્યું, “અરે વાહ! તું તો ખાઈપીને ખૂબ સુખી દેખાય છે ને. મને જો હું આખો દિ’ જંગલમાં રખડું છું તોય પુરતું ખાવાનું મળતું નથી.”

જંગલી કુતરાની વાત સાંભળી પાલતું કુતરો બોલ્યો, “અરે ! ભાઈ હું જે ઘરમાં રહું છું તે ઘરનાં સહુ સભ્યો ખૂબ જ ભલા છે. તેઓ મને લાડ લડાવે છે અને દરરોજ સારું સારું ખાવાનું આપે છે. બદલામાં હું કોઇપણ અજાણ્યા ઈસમને તેમના ઘરમાં પ્રવેશવા દેતો નથી.”

આ સાંભળી જંગલી કુતરો બોલ્યો, “અરે વાહ! આ કામ તો ખૂબ સરળ છે. શું તું મને તારી સાથ લઇ જવાની કૃપા કરીશ ?”

પાળેલા કૂતરો બોલ્યો, “હા... હા... કેમ નહીં.”

હવે બંને કુતરાઓ શહેર તરફ જવા લાગ્યા. ઓચિંતી જંગલી કૂતરાની નજર પાલતું કૂતરાના ગળા પર જતા તેણે કુતુહલતાવશ પૂછ્યું, “ભાઈ, તારા ગળામાં આ ચમકતી વસ્તુ શું છે ?”

પાળતું કુતરાએ કહ્યું “દોસ્ત! હું આવતાજતા લોકો પર નજર રાખી શકું એટલે એ પરિવારના સભ્યો આ પટ્ટાને એક સાંકળ સાથે જોડી મને તેમના ઘરની બહાર બાંધી રાખે છે.”

પાલતું કુતરાની વાત સાંભળી જંગલી કુતરાના પગ થંભી ગયા. “ના ભાઈ... ના...! મારે તારી સાથે નહીં આવવું. ગુલામીના મિષ્ઠાન કરતાં આઝાદીનો સુકો રોટલો ભલો.” આમ બોલી જંગલી કુતરાએ જંગલ તરફ દોટ લગાવી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational