Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Pallavi Oza

Drama


4.0  

Pallavi Oza

Drama


મકાન એજ ઘર

મકાન એજ ઘર

3 mins 204 3 mins 204

પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર "ધરતીનો છેડો ઘર" વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે ? તે જાણવા માટે પરેશે "ક્લિક" કર્યું. ત્યાં લખાણ લખેલું હતું,

"ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં, આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, મસ્તીભર્યું વાતાવરણ, આવકાર, સલામતી, પોતીકાપણું મળે તે ઘર કહેવાય."

વાંચતાની સાથે જ પરેશ વિચારવા લાગ્યો, એક મહિનાથી તે ઘરે ન્હોતો ગયો, પોતે મેડિકલ લાઈનમાં હોવાથી બહાર ફરવાનું રહેતું, મહિનાનાં વીસેક દિવસ પોતે ઘરની બહાર રહેતો જેને કારણે પત્ની સુધા નારાજ રહેતી.

પરેશને સંતાનમાં એક દીકરો છે પરણી ગયો હતો, પોતાની પંચોતેર વર્ષની માતા જયાબેન, જે પિતા ગુજરી ગયા પછી પરેશ ભેગાં રહેતા હતા. સુધા દીકરાને પરણાવ્યો હોવાથી સાસુ બની ગઈ હતી તેથી જયાબેનની હાજરી સુધાને આંખના કણાની જેમ ખૂંચતી હતી.

પરેશ પાંચ દશ દિવસ માટે ઘરે આવે ત્યારે સુધાની પાસે કોઈ સારી વાત જવા હોય, ફક્ત જયાબેનની ફરિયાદ જ હોય, "બા આમ નથી કરતા ને બા તેમ નથી કરતા, મારૂં કશું સાંભળતા નથી પોતાનું ધાર્યું જ કરે છે."

પરેશે કેટલી વાર સમજાવ્યું સુધાને કે હવે બા ની ઉંમર થઈ પોતાના વતન ગામડે રહી શકે તેમ નથી, ત્યાં કોઈ નથી સાજે- માંદે આપણાથી હર વખત તાત્કાલિક જઇ ના શકાય તેથી બા આપણી સાથે રહેશે.

એક વખત ઓચિંતો પરેશ ઘરે આવ્યો, દીકરાની વહુ પિયર ગઈ હતી ને સુધા બા ને લાંબા ટૂંકા હાથ કરીને કહ્યી રહી હતી, "હવે તમે તમારા ગામડે સિધાવો તો હું મારા માં- બાપને અહીં બોલાવું તેમને તમારી સાથે રહેવું નહીં ફાવે, આમેય ઘણા ટાઈમથી તમે અહીં છો તેથી મારા માતા-પિતા આવી નથી શકતા."

પરેશ બહાર ઊભો ઊભો બધી વાત સાંભળતો હતો,( પરેશને એક વખત તેની બા એ કહ્યું પણ હતું કે, "દીકરા મને ગામડે મૂકી જાય મારૂં મોત મારા પોતાના ઘરમાં જ્યાં હું પરણીને આવી હતી ત્યાં થાય તેમ ઇચ્છું છું હવે તારી વહુના લવકારા નથી સંભળાતા." )

સુધા નું બા સાથેનુ આ પ્રકારનું વર્તન જોઈને પરેશ ઉકળી ગયો ઘરમાં દાખલ થતાં જ જયાબેનને ઉદ્દેશીને કહેવા લાગ્યો, "બા ચાલો હવે હું અને તમે આપણે ગામડે જઈએ ત્યાં બન્ને સાથે રહીશું, સુધા ભલે તેના માં -બાપ સાથે અહીં રહે."

"બેટા, તારો સંસાર તારૂં ઘર તારી નોકરી,"

"બા તમે પંચોતેર નાં ને હું ત્રેપન નો"

"હવે કંપની મને બે પગાર વધારાનાં આપશે ને ગામડામાં ઘર જેવું લાગશે."

"તો આ તમારૂ ઘર નથી ?" પાછળ ઉભેલી સુધાએ ખિજાય ને કહ્યું.

"આ ઘર તારૂ વધારે છે, હું તો ઘરમાં મહિનામાં અઠવાડિયું જ રહેતો."  "ચાલો બા, આપણે માં દીકરો ગામડે જઈએ અને સુધાના માતા-પિતા માટે આ ઘરમાં જગ્યા કરી દઈએ તમારો સામાન પેક કરો."

પણ.. પણ.. સુધા બોલતી રહી ગઈ.

થોડો વિચાર કરીને પરેશ બોલ્યો, "સુધા, ઘર કોને કહેવાય તે ખબર છે તને ? ‌ હું આખો મહિનો બહાર રઝળપાટ કરતો હોવ ને અઠવાડિયા માટે ઘરે આવું ત્યારે મને હાશકારો થાય, દિલને શાંતિ મળે, ઘરમાં પોતાનાપણું લાગે, તને બા ને અને દીકરાને જોઈને આનંદ થાય."

"પણ હું ઘરે આવું ત્યારે ઝઘડા ને કંકાશ સિવાય બીજું કશું જોતો જ નથી, આ માટે જ મારે બાને લઈને ગામડે રહેવા જવું છે ત્યાં હું ને બા શાંતિથી તો રહી શકીએ ને !"

સુધા એકીટશે પરેશાની સામું જોઈ રહ્યી, તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યા જતા હતા તેણે બા નાં પગમાં પડી કહ્યું, "બા મને માફ કરી દો, હવેથી હું આવી ભૂલ નહીં કરૂં તમે અહીં જ રોકાય જાવ, તમારે ગામડે નથી જવાનું."

પરેશની માફી માંગતા સુધાએ પરેશને કહ્યું,

"તમે મને માફ કરી દો, આપણે બધા સાથે રહીશું, આનંદ કરીશું, ને બા ની છત્રછાયામાં રહીને આ મકાનને ઘર બનાવીશું, પરોણાની આગતાસ્વાગતા કરીશું."

પરેશે અને જયા બેને એકબીજાની સામું જોઈ ડોકું હલાવ્યું.

જયાબેને હસતાં હસતાં કહ્યું,. "ઘર એટલે ઇંટ, ચૂનો સિમેન્ટનું માત્ર ચણતર નહી પરંતુ વડીલોને માન ને નાનેરાઓ ને વ્હાલ હોય તેને ઘર કહેવાય, તમારી આજ સાથે જોડાયેલ અમારી ગઇકાલ મારો દીકરો પરેશ ભૂલ્યો નથી તેથી હું એટલું જ કહીશ "મારા" માંથી "અમારા" કહેતા થાવ ને મકાનને ઘર બનાવો જેથી કરીને થાક્યો પાક્યો સાંજે માણસ ઘરે આવે ત્યારે તેમને હાશકારો થાય, અમથું ય "ધરતીનો છેડો ઘર" જ છે."


Rate this content
Log in

More gujarati story from Pallavi Oza

Similar gujarati story from Drama