Sangeeta M.Chaudhary

Abstract

4.0  

Sangeeta M.Chaudhary

Abstract

મઝધારમાં દીપક

મઝધારમાં દીપક

1 min
158


પહેલેથી જ સપનું વિદેશ જવાનું અને નવા દેશમાં હાઇ ફાઇ જિંદગી જીવવાનું ' મધ્યમ પરિવારમાં જન્મેલો દીપક મોટો થતાં બસ એક જ જિદ લઈને બેઠો કે મારે વિદેશ જવું છે. પરિવાર મિત્રો એ ખુબ સમજાવ્યો પણ એકનો બે ના થયો. મા બાપના એકના એક દીકરાને નારાજ કરે કેમ પાલવે ! મને કમને સૌ તૈયાર થયા. લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. . . દીપકને પણ એક એજન્ટનો ભેટો થયો.

તેણે સાઇઠ લાખમાં દીપકને અમેરિકા પહોંચાડી સેટ કરવાની જવાબદારી લીધી. હવે મધ્યમ વર્ગમાં તો આટલા રૂપિયા ક્યાંથી હોય પણ ગામમાં રહેલી જમીન વેચીને માંડ માંડ રૂપિયા ભેગા કર્યા. ઘર જમીન બધું વેચી દીધું. દીપક અમેરિકા જઈને કમાવાનો જ છે ને એમ વિચારી તમામ મિલકત વેચી દીધી... દીપક પાછા આવીને મા બાપ ને સાથે લઈ જવાનું વચન આપી વિદેશ જવા રવાના થયો પણ એને ક્યાં ખબર હતી કે એને છેતરવામાં આવ્યો છેઃ અમેરિકા જવાની ટિકિટ ગેરકાયદેસર રીતે લીધી હતી. અને તેમાંય દુબઈ થઈને જવાનું છે એમ કહેલું હતું. અમેરિકામાં સ્થાયી થવાના સપના જોતો ભોળો દીપક દુબઈમાં અટવાઈ ગયો. બિનકાયદેસર વિસા માટે તે પકડાઇ ના જાય તે માટે છૂપાઈને દુબઈની ધરતી પર કપરા દિવસો વિતાવવા લાગ્યો. મઝધારમાં આવેલી નાવની જેવી હાલત દીપકની થઈ ગઈ. ના તો મા બાપ પાસે જઈ શક્યો અને ના તો અમેરિકા સ્થાયી થઈ શક્યો. હવે જીવનભર પસ્તાવાના આંસુ સિવાય કાંઈ ના બચ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Abstract