Kaushik Dave

Tragedy Fantasy Inspirational

4.4  

Kaushik Dave

Tragedy Fantasy Inspirational

મઝધારે જિંદગી

મઝધારે જિંદગી

2 mins
415


ચાલીસ વયની નાની ઉંમરે વિરેને પત્ની ગુમાવી. કેન્સરના કારણે એની પત્ની મૃત્યુ પામી હતી. પાછળ બે વર્ષનો બાબો અને ચાર વર્ષની બેબી મૂકીને ઈશ્વર ધામ જતી રહી. એ વાતને સવા મહિનો થઈ ગયો. વિરેન આ સવા મહિનામાં સંતાનોની જવાબદારી માંડ માંડ પૂરી કરી શકતો હતો. તેમજ જોબ પણ. વિરેન છેલ્લે બોસે ચિમકી પણ આપી હતી કે સમયસર ઓફિસ આવી ના શકતા હોય તો બીજી જોબ શોધી લો.

જીવનના મધ્યે વિરેન મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

વિરેનને એની નાની બહેને કહેલું યાદ આવ્યું. તેરમું પુરું થયું એ પછી બહેને સલાહ આપી હતી કે સંતાનના ભાવિ માટે તારી વિધવા સાળી જે દુખીયારી છે એના વિશે વિચાર. તારા સંતાનોને માતાનો પ્રેમ મળશે.

એક દિવસ વિરેન ઘરે હતો ને એની નાની બહેન ઘરે આવી.

બોલી:-" સવા મહિનાથી તને તકલીફો પડે છે અને છોકરાઓને પણ. તો તારો ભાર હળવો કરવા આવી છું. તું બીજું લગ્ન કર."

વિરેન:-" હજુ મારા મનમાં તારી ભાભીની યાદો છે. દુઃખી મનથી જીવી રહ્યો છું. તારી ભાભીના મૃત્યુને હજુ સવા મહિનો જ થયો છે.લોકો શું કહેશે ?"

વિરેનની બહેન:-" લોકોની ચિંતા ના કર. કાલે સારો દિવસ છે. હું પંડિતજી પાસે જોવડાવીને આવી છું. કાલે જ ભાભીની વરસી વાળી દેશું."

વિરેન:-" પણ સગાંવહાલાં પણ બોલાવવા પડે. તૈયારી પણ નથી."

બહેન:-" હું તૈયારી કરીને આવી છું. કોઈ સગાંવહાલાંને બોલાવવા નથી. વરસી પછી કહી દેશું. તારા સગા તરીકે હું છું. ને ભાભીના સગા તરીકે તારી સાળીને કાલે બોલાવી છે."

મને કમને વિરેને હા પાડી.

બીજા દિવસે વિધવા સાળીના આવતા જ બાળકો માસીને લપેટી ગયા. સવા મહિનાથી બાળકોના મુખ પરનું હાસ્ય વિલાઈ ગયું હતું એ હાસ્ય માસીને જોઈને દેખાતું હતું.

વિરેનની પત્નીની વરસી વાળી દીધા પછી વિરેનની બહેને વિરેનની સાળી બેલાને લગ્ન કરવા માટે તૈયાર કરી.

બાળકોના સારા ભાવિ માટે બેલા એ હા પાડી.

બે દિવસમાં આર્યસમાજ પદ્ધતિથી વિરેન અને બેલાના લગ્ન થયા.

બાળકોને માતા મળી. વિરેનનું જીવન મઝધારે અટકી ગયું હતું. વિરેન અને બેલાના લગ્ન પછી બંનેનું મઝધારે અટકેલું જીવન ગતિશીલ બન્યું.

વિરેનના જીવનમાં જીવવા માટેનો એક નવો અધ્યાય શરૂ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy