Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Alpesh Barot

Drama Thriller

3  

Alpesh Barot

Drama Thriller

મિસિંગ-૨

મિસિંગ-૨

5 mins
549


નિલનો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો હતો. નિલ બાથરૂમમાં નાહવા માટે ગયો હતો. ફોનના વાઇબ્રેશનથી જાનકી આસપાસ ફોન શોધી રહી હતી. નિલનો આઈફોન એક્સ મેજ પર હતો. જાનકી ઉભી થઈને, ફોન સુધી ગઇ, પણ તેમાં કોઈ જ જાતનો કોઈ કોલ આવ્યો જ નોહતો! હજુ પણ વાઇબ્રેશન ચાલુ હતું. અવાજ નિલના જીન્સના પોકેટમાંથી આવી રહ્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રીય કોલ હતો મને તો ક્યારે પણ નિલે કહ્યું નથી, તેનો જર્મનીમાં પણ કોઈ દોસ્ત છે.

ન તો ક્યારે પણ તેના બીજા મોબાઈલ અંગે મને કંઈ કહ્યું હોય! ખેર., ભૂલી ગયો હશે!


"શું પ્લાન છે આજનો?" નિલે પૂછ્યું.

" સજ્જન ગઢ જઈએ."

"હું કારવાળા પેલા સંજયને કોલ કરી દઉં છું. આપણને હોટેલથી પિક અપ કરી લે.."

"ઠીક છે." જાનકીએ ફિક્કા અવાજમાં જવાબ આપ્યો.

"શુ થયું! તબિયત તો ઠીક છે ને?"

"હા ઠીક છે."

"મૂડ નથી?"

"એવુ કઈ નથી... હું ઠીક છું" જાનકીએ કહ્યું.


હોટેલની નીચે સુધી કાર આવી ચૂકી હતી.

"આજ ક્યાં દેખના હૈ સર?"

"સજ્જનગઢ લેલો..." નિલે કહ્યું.

"સર ઉસકે અલાવા ભી બહોત સી જગાએ હૈ, મહારણા પ્રતાપ સ્મારક, બાગોર કી હવેલી, ભારતીય લોકકલા મંડળ હૈ,આહડ મ્યુઝીયમ, બળી લેક, સહેલી કી બાડી.. સબ કી સબ અચ્છી જગાયે હૈ.."

"ઠીક હૈ, હમેં એક એક કર સબ દિખાવ..."જાનકી એ કહ્યું.


ભારતીય લોક કલા મંડળ પર વિવિધ જ્ઞાતિઓ ના પોશાક,તેમના નૃત્ય, તેમની રહેણીકરણી, તેમના ઉત્સવોના ફોટા, ચિત્રો, મૂર્તિઓનું એક મ્યુઝીયમ જોઈને અમે કઠપુતળીનું નૃત્ય જોવા ગયા! પરદા પર એક રાજા,રાણી, કેટલાક મંત્રીઓ વચ્ચે એક સ્ત્રી અને પુરુષની કતપુટલી નૃત્ય કરવા લાગી, વચ્ચે વચ્ચે રાજા ખૂબ ઉત્સાહમાં આવી જતો હતો. આ બધું એક વ્યક્તિના એક જ હાથનું કમાલ હતું.


"બહાર રાહ જોઉં છું. એમ કહીને આ સંજય કયાં મરી ગયો?"

"આવી જશે, અહીં જ હશે, કોલ કરને.." જાનકીએ કહ્યું.

"સર દશ મિનિટ મેં આયા...ટ્રાફિક મેં ફસા હું.." ફોનની પેલી પારથી અવાજ આવ્યો..

"વેવેલા તને જવાનું કોણે કહ્યું હતું?"

"ક્યાં કહા સર?"

"તું જલ્દી આજા ના ભાઈ..." ગુજરાતી સટાઇલમાં હિંદી બોલતા નિલે કહ્યું.


કારમાંથી લગાતાર, નિલ બહાર કઈ જોઈ રહ્યો હતો. સતત પાછળ વળીને કાઈ શોધી રહ્યો હોય, તેમ તેની આંખો પરથી લાગતું હતું.

"શુ જોવે છે. કેમ આટલું અનકમ્ફર્ટેબલ ફિલ કરે છે?"

"ના કહી નહિ. જોઈ રહ્યો હતો કે ઉપર કાળા ઘનઘોર વાદળો મંડરાઈ રહ્યા છે. કોઈ પણ ક્ષણે વરસાદ શરૂ થઈ શકે છે."

"એમાં ક્યાં નવાઈ જ છે. આ જો, મારો ફોન કહી રહ્યો છે કે આવતા પાંચ સાત દિવસ તો અહીં આવું જ રહેશે... મજા આવશે નહિ?"

નિલ બારી બહાર જોઈ રહ્યો હતો. કોઈ વિચારોમાં ડૂબેલો હોય તેવું લાગતું હતું. તેણે જાનકીના શબ્દો સાંભળ્યા નહિ, જેથી તે કારની બારથી અથડાઈ જાનકીના હૈયે વાગ્યા!

જાનકીએ તેનો હાથ પકડીને કહ્યું" નિલ...નિલ...." જાણે તેની વર્ષોની તપસ્યા ભંગ થઈ હોય તેમ તે બોલ્યો...

"હા...હન...જા.નકી શુ થયું?"

"તને શુ થયું નિલ? તબિયત તો ઠીક છે ને?"

"હું ઠીક છું. જાનું.."


મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી. વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પહોંચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી.

"જન્નત" જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો.

"જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય, તો કોઈ કોઈ વાદળની વચ્ચેથી જ આપણે પસાર થઈ ગયા હોઈએ... હરિયાળા જંગલમાંથી સતત ટહુકાઓ કરી રહેલા મોરલાઓનો અવાજ વાતાવરણમાં સંગીત પરોવી, રોમેન્ટિક માહોલ બનાવી દીધું હતું. નિલે હળવેથી હાથ જાનકીની પાછળ લઈને, ભેટી પડ્યો...

" ઓહો સાહેબ શુ વાત છે? અહીં આવીને તમે પણ જાહેરમાં લાગણીઓને વહેતી મૂકી જ દીધી....."

"તેની ઉપર ક્યાં કોઈનું કન્ટ્રોલ હોય છે." નિલે

કહેતા જાનકીના ગાલ પર એક ચુંબન ધરી દીધો.

***


સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા 1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા આવતી હતી. ઉપરથી ઉદયપુર ખૂબ શાનદાર દેખાતું હતું.


"થાકી ગયા...."

"હા બહુ જ, પણ ખૂબ મજા આવી..." નિલે કહ્યું.

" મને હવે જોરદાર ભૂખ લાગી છે. કઈ જમવાનુ કરીએ..."

"તું ફ્રેશ થઈ જા, ત્યાં સુધી હું જમવાનું ઓર્ડર કરી દઉં છું..."

"ના ,આપણી હોટેલનો નહિ, પહેલી આપણે ફર્સ્ટ ડે, નૂનમાં ગયા હતા, ત્યાંથી લાવને. ત્યાનું મસ્ત હોય છે.. મને ચૂરમો બહુ ભાવે ત્યાં નો..."

"ઠીક છે. થઈ જા તૈયાર...મેં યુ ગયા ઓર યુ આયા..."


વાદળોથી મંડરાઈ રહ્યા હતા. એટલે સમી સાંજે પણ ઘનઘોર અંધારું હતું. નિલ બીલ્લી પગે, રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો. પુરપાટ ઝડપે, એક વેન આવી, જેના કાંચ કાળા હતા. અંદરથી કાળા માસ્ક પહેરેલા બે યુવાન નીકળ્યા. હાથમાં રહેલ ક્લોરોફોમવાળા રૂમાલને તેણે નિલના નાક પાસે મૂક્યું, નિલે માછલીની જેમ ક્ષણેક માટે તડફલા માર્યા.... તેને વેનની અંદર ખેંચી..... વેન પુરપાટ ઝડપે ત્યાંથી ઉદયપુરની ગલીઓમાં અદશ્ય થઈ ગઈ...

" આ નિલ હજુ કેમ ન આવ્યો? દશ મિનિટમાં આવાનુ કહી, એક કલાક કર્યો..." કહેતા તેણે ફોન જોડ્યો... તેનો ફોન બેડ પર પડ્યો હતો.

"સાવ એટલે સાવ ડફોળ, ફોન મૂકીને ગયો છે."

જાનકીએ તેનો બીજો ફોન શોધવા માટે જીન્સ ચેક કર્યું..

"લાગે છે. તે બીજો ફોન સાથે લઈ ગયો છે. પણ નંબર?"

ચિંતામાં ચિંતામાં તે રૂમની અંદર ચક્કરો લગાવી રહી હતી. દિવાલ ઘડિયાળમાં કાંટો નવ પર પહોંચ્યો...


"ક્યાં રહી ગયો ડફોળ...?"કહેતા તે જાતે જ શોધવા નીકળી પડી. હોટેલની નાની ગલીથી મુખ્ય રોડ સુધી આવી તેણે ગુલાબ બાગ રોડ પકડ્યો... હોટેલથી રેસ્ટોરન્ટ ફકત દશ મિનિટના અંતરે હતી. તે ત્યાં કાઉન્ટર ઉપર જઇ પોતાના ફોનમાં રહેલ નિલનો ફોટો બતાવતા પૂછ્યું,

" ક્યાં યહ યહાં પર પાર્સલ લેને કે લિયે આયા થા? "

"નહિ મેમ..."

"ભૈયા યાદ કરો, હમ દોપહર કો ભી આપકી રેસ્ટોરન્ટ પે ખાના ખાને આયે થે..."

"જી મેમ, મેં જાનતા હું, પર સા'બ ઇસ વકત નહિ આયે હૈ..." કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું.

" ક્યાં ગયો હશે? જો તે મજાક કરતો હશે તો આજે તેની ખેર નથી. તેને હું બે ફરાવીને દઇ દઇશ તે નક્કી છે."

આસપાસ બધી જગ્યાએ તપાસ કરી, પણ હજુ નિલનો કોઈ અતો પતો લાગ્યો નહિ, તેણે કાર મંગાવી નઝદીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાનું વિચાર્યું? જાનકીની આંખો વરસી રહી હતી. હૈયામાં વીજળીના કડાકાઓ બોલી રહયાં હતા, તો ક્યારેક ક્યારેક ડૂસકાઓ રૂપી ગાજણ ગાજી રહી હતી. નિલ વગર એક ક્ષણ પણ તે રહી શકે તેમ ન હતી. બને વચ્ચે ઘણી વખત ઝગડો થતો, ખાસ કરી જાનકી તેને હંમેશા સમય ના આપવાના કારણે બબાલો કરતી... આજે બધું આંખ સામે ધૂંધળું દેખાતું હતું.

નિલને કઈ થઈ તો નહીં ગયું હોય ને? નિલ આઈ લવ યુ....પ્લીઝ પ્લીઝ કમ બેક... હું ક્યારેય પણ નહિ ઝગડા નહીં કરું ... ક્યારેય પણ નહીં...


ક્રમશ:Rate this content
Log in

More gujarati story from Alpesh Barot

Similar gujarati story from Drama