STORYMIRROR

Aniruddhsinh Zala

Drama Children

4.0  

Aniruddhsinh Zala

Drama Children

મીઠી વાતોથી સુધરે નહીં સંસાર

મીઠી વાતોથી સુધરે નહીં સંસાર

3 mins
30


રાજુલા પોતાનાં યુવાન પુત્ર યશને બાઈક પર સ્ટંટ કરતો જોઈ ઝડપી હંકાવતો ફુદરડી ફેરવતો જોઈ ખુબ જ ગર્વ અનુભવતી હતી. પુત્ર સાથે હંમેશા મીઠી મીઠી વાતો કરતી. 

તેના પતિ પુત્રને હાકોટે તો પુત્રનું ઉપરાણું લઈને બોલતી,

 "હવે નવી પેઢીને નવી રીતે આનંદ કરવા દયો ને.. તમે પચાસની સ્પીડથી વધુ બાઈક ચલાવ્યું હોય તો ખબર પડે ને..!"

એમાંય વળી પડોશીઓ કહેવા આવે તો ગુસ્સામાં બોલતી,

 "આ મારો દીકરો એની આવડત ઉપર બાઈક ચલાવે તો બીજા બધાને કેમ પેટમાં દુ:ખે છે ? છે કોઈ આખા મોહલ્લામાં ભડનો દીકરો જે આવી રીતે સ્ટંટ કરી શકે ? તમે લોકો પોતાનું ઘર નહીં સાંભળતા અને બીજાનાં સાહસિક દીકરાઓની બુરાઈ કરવામાંથી ઊંચા જ નહીં આવતાં."

યશ તો માતાનો સાથ મળતાં જ હવામાં ઊડવા લાગ્યો તેમાંય કોલેજમાં પ્રવેશ કર્યો એટલે ભઇલો સુંદર છોકરીઓ જોતાં જ રોલો પાડવા વધુ ફાસ્ટ બાઈક ચલાવા લાગ્યાં. તેના ફ્રેન્ડ તેના વખાણ કરતા ભીતરે પોતાનાં પર ગર્વ અનુભવતો હતો."

એકવાર રાજુલા બારણે ઊભી પોતાનાં દીકરાને ઝાંપે આવીને બાઈક પર સ્ટંટ કરતો જોઇને મીઠી વાતો વખાણ કરવા હરખથી રાહ જોતી હતી એવામાં મોબાઈલ રણકતા ઉપાડ્યો તો સામેથી કોઈ અજાણ્યો યુવક બોલ્યો,

"માસી હું યશનો દોસ્ત બોલું છું. યશનો અકસ્માત થયો છે. તેની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ લઈ ગયા છે તમે જલ્દી પહોંચો."

રાજુલા બારણે જ ફસડાઈ ગઈ. શૂધબૂધ ઘડીક ગુમાવી એકનો એક વ્હાલો દીકરો ગંભીર હાલતમાં સાંભળી કોઈપણ મા સહન કરી ન શકે. તેના પતિને સમાચાર મળતાં જ તરત બાઈક લઈને બંને હોસ્પિટલ પહોંચ્યા તો ડોકટરે જણાવ્યું કે, 

" પેશન્ટની હાલત ગંભીર છે બાર કલાક પછી ખબર પડે કે બચી શકે કે નહીં ?"

રાજુલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ સમાચાર સાંભળી મહોલ્લાના બધા જ પડોશી પણ હોસ્પિટલ પહોંચ્યા બધાને બહાર બાંકડા પર બેસવાનું કહ્યું. રાજુલા રડતા રડતા દૂર પડોશી મહિલાઓની વાત સંભળતી હતી,

 "આ બધો તેની માનો જ વાંક છે તેના પતિ કહેતા આપણે સ

હુ પડોશી કહેતાં પણ તે જ દીકરાને પ્રોત્સાહન આપીને બગાડતી અને કાયમ મીઠી વાતો કરતી કદાપિ કડવી વાત કે સારી શિખામણ આપી જ નથી."

બીજી ધીમેથી બોલી, "હા હો અલી ઘણીવાર માની અણસમજ્ણના કારણે દીકરાનો જીવ જોખમમાં મુકાય છે. માએ સંતાનના ઉછેરમાં ખુબ જ વિવેકબુદ્ધિ રાખવી જોઈએ."

 ત્રીજી મહિલા બોલી,"હવે જે થયું તે પણ ચાલો આપણે પડોશી ધર્મ નિભાવી રાજુલાને હિંમત આપીએ અને તેનો દીકરો સાજો થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ."

 બધી મહિલાઓ રાજુલાની પડખે બેસી હિંમત આપવા લાગી અને ભગવાનને યશને સાજો કરવા પ્રાર્થના કરવા લાગી.

અચાનક નર્સે આવીને મીઠી વાણીમાં કહ્યું,

 "ખુશીના સમાચાર છે. યશને હોશ આવી ગયો છે અને તે હવે ખતરાની બહાર છે."

રાજૂલાએ ખુશીમાં પાંચસોની નોટ નર્સને જબરજસ્તી આપી દીધી અને પડોશી મહિલાઓ સામે હાથ જોડી રડતા બોલી,.

" ભૂલ મારી જ છે તમે બધાએ મને સમજાવી પણ હું કોઈ વાત સાંભળતી નહોતી તમને કવેણ બોલતી અને મારા પુત્ર જોડે માત્ર મીઠી વાતો જ કરતી રહી છું, ક્યારેય મેં તેને કડવી વાત કે સાચી શિખામણ આપી જ નથી. મારા પુત્રની આ દશા માટે હું જ જવાબદાર છું પણ હવે હું ફરી ભૂલ નહીં કરું "

વડીલ બેન બોલ્યાં, " બેટા રાજુલા તું પસ્તાવો થતાં હવે શુદ્ધ બુદ્ધિવાળી બની ગઈ છે. અમે તો સદાય તારું ભલું જ ઇચ્છીએ છીએ."

રાજુલા હરખથી સહુને ભેટી પડી. થોડા દિવસો બાદ પુત્રને રજા મળતાં જ માએ એક વચન પુત્ર પાસેથી માંગી લીધું કે,

'હવે પછી ખાસ કામ સિવાય કદાપિ પચાસની સ્પીડથી ઉપર બાઈક નહીં ચલાવે."

 પુત્રને પણ અકસ્માત બાદ સમજણ આવી ગઈ હતી કે રોલો પાડવા કરતાં જિંદગી વધુ કિંમતી ગણાય છે. મીઠી વાતોને બદલે હવે માની કડવી પણ હિતકારી વાણી પણ સાંભળવા લાગ્યો.

વધુ પડતી માત્ર મીઠી વાતોથી સંસાર સુધરતો નથી પણ કડવી હિતકારી વાતો પણ કહેવી સાંભળવી જરૂરી છે. દરેક માતા જો પુત્રને સારી રીતે કેળવણી કરીને શુભ સંસ્કાર આપે તો સંતાનોનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ બને છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama