PRAVIN MAKWANA

Children Stories Children

3  

PRAVIN MAKWANA

Children Stories Children

મીઠાઈનો આનંદ

મીઠાઈનો આનંદ

1 min
329


એકવાર શાળામાં હોસ્ટેલનાં બાળકોને લઈને પ્રવાસમાં ગયા હતા. બજારમાં ફરતા ફરતા એક છોકરો ખોવાયો. બધા છોકરા મૂંઝવણમાં પડી ગયાં. હવે શું કરવું તે સમજાતું ન હતું. આખરે બધા બાળકોએ શિક્ષકને વાત કરી. શિક્ષક અને બાળકો બધા શોધવા લાગી ગયા. બાળક ક્યાંય મળ્યો નહિ. આખરે બધાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. પોલીસમાં ફરિયાદ કરી.

બધાં બાળકો ગભરાઈ ગયાં. કેટલાંક બાળકો તો રડવા લાગ્યાં. થોડીવાર રહીને ખોવાયેલો છોકરો કંદોઈની દુકાનેથી મળ્યો. બેઠો બેઠો મીઠાઈ ખાઈ રહ્યો હતો ! બધા આ જોઈ ગુસ્સા સાથે હસવા લાગ્યાં. 


Rate this content
Log in