Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

મેઘાે ગાજે માધવ નાચે

મેઘાે ગાજે માધવ નાચે

3 mins
326


મને નદીકિનારે ઉભા રહી વહેતું પાણી જોવું ખૂબ જ ગમતું. કોલેજ નદી કિનારે જ હતી. કોલેજથી છૂટી થોડીવાર હું પૂલ પર ઉભી રહી નદી જોયા કરતી. તે દિવસે વરસાદ વરસ તો હતો. મને વરસાદમાં પલળવું બહુ જ ગમતું. વારંવાર જાહેરાત થતી રહી કે પૂર આવવાની તૈયારી છે. કોઇએ પૂલ પર ઉભુ રહેવું નહીં. હું તો નદીના સૌંદર્યમાં ખોવાઇ ગઇ હતી હું આજુબાજુની દુનિયાથી બે ખબર હતી. મને કોઇ સૂચના સંભળાતી જ ન હતી. પાણી પૂલ સુધી આવવાની તૈયારીહતી એ જોઇને હું ગભરાઇ. પૂલને ઓળંગ્યા સિવાય હું મારે ઘેર જ જઇ શકું એમ ન હતી. પોલિસે મને આગળ જવા ના દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. હવે હું શું કરીશ એ વિચારે હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

ત્યાં જ મારી આગળ એક કાર આવીને ઊભી રહી. એક ખૂબસુરત યુવાન એમાંથી ઉતરી મારા તરફ જોઈને મારી મુશ્કેલી પૂછી. મને કહે 'તમે રડવાનું બંધ કરી મારે ઘેર ચલો. સામે જે લાલબંગલો દેખાય છે એ અમારો જ છે.' મારી પાસે કોઇ વિકલ્પ જ ન હતો.

જયારે હું એમને ત્યાં પહોંચી કે તરત એ યુવાનના પિતા બોલ્યા,"મેહુલ,તું હવે મોટો થઈ ગયો તો પણ વરસાદમાં પલળવાની તારી આદત ના ગઇ. હવે તું કંપનીમાં મેનેજર બની ગયો તો.... " મને જોતાં તેના પિતા અટકી ગયા. મારી સામે જોઈ રહ્યા તો મારી આંખોમાં આંસુ આવી ગયા.

ત્યારબાદ મેહુલે મારા વિષે વાત કરી. પણ મારી એક જ જક હતી કે મારે મારે ઘેર જવું છે. જોકે ધોધમાર વરસાદ એમાંય પાછું નદીમાં આવેલું પૂર. મને મારા માબાપ બહુજ યાદ આવતાં હતાં. એ વર્ષોમાં ભાગ્ય જ કોઈ ને ત્યાં ફોન હોય. જોકે મેહલ ના ઘેર ફોન હતો પણ મારે ત્યાં ન હતો. મારા નસીબે અમારા પડોશીને ત્યાં ફોન હતો અને એ મેહુલના પપ્પાના મિત્ર હતાં. મારે ઘેર સંદેશો તો પહોંચી ગયો.

હું તો પલળી ગઈ હતી. તરત મેહુલની મમ્મી એ મને એમનો ગાઉન આપી ને કહ્યું,"કપડાં બદલી કાઢ ત્યાં સુધી હુંઆદુવાળી ચા મુકુ છું." મને ઘણો સંકોચ થતો હતો. પણ એમના પ્રેમાળ વર્તનથી

મારો સંકોચ દૂર થઈ ગયો. સાંજે જમવામાં તો જાણે છપ્પન ભોગ બનાવ્યા હતાં. હું એ ઘરનાની સજ્જનતા જોઇ જ રહી. બીજે દિવસે વરસાદ બંધ થતાં હું ઘેર પહોંચી. પણ મારા માનસપટ પરથી મેહુલની છબી ખસતી જ ન હતી. સાંજે હું પૂલ પર ઉભી રહેતી કારણ કે મને ઉંડે ઉંડે આશા હતી કે મેહુલ મને મળે. જો કે એના ઘરનાએ કહેલું,"બેટા,આવતીજતી રહેજે" પણ એવી રીતે કોઈને ત્યાં ના જવાય. પરંતુ મારૂ મન વ્યગ્ર હતું. મેહુલની યાદ અને એનો વિયોગ મારા માટે અસહ્ય હતો. છતાં પણ આશા અમર છે એવુ વિચારી હું રાહ જોતી રહી.

પંદરદિવસ પછી ફરીથી વરસાદ વરસવા લાગ્યો એ સાથે મેહુલની યાદ તીવ્ર બનતી જતી હતી. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મેહુલ વરસાદમાં પલળવા આવે. અને મારી પ્રાર્થના સ્વરૂપે મેહુલ હાજર થઈ ગયો. મેં ગુસ્સાથી પૂછ્યું,"આટલા દિવસ કયાં હતો ?" બીજીપળે મને સંકોચ થયો કે હું કયા હક્કથી પૂછુ છું ?

પરંતુ એ પણ એટલા જ પ્રેમથી બોલ્યો,"હું પૂના ગયેલો પણ તને સતત યાદ કરતો હતો. તારો વિયોગ મારા માટે અસહ્ય હતો. એટલીવારમાં વાદળ ગાજયા અને વીજળી થઈ. હું બહુ જ ગભરાઈ ગઈ અને મેહુલને સ્થળકાળનું ભાન ભુલી વળગી પડી.

અમારા લગ્નને હાલ પચાસવર્ષ થયા છે પણ વાદળના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે થયેલું પ્રથમ મિલન હજી પણ અમે ભૂલી શક્યા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Romance