Hetal Jani

Classics Children

2  

Hetal Jani

Classics Children

માવજત

માવજત

2 mins
37


આ વાત એક ખેડૂતની છે. એક ગામમાં એક ખેડૂત રહે તેને ચાર દીકરા. પણ ચારેય દીકરા બહુ આળસી. એને ખેતીનું કામ કરવું જરા પણ ના ગમે. આખો દિવસ ખેડૂત મહેનત કરે. અને જે ઉત્પાદન થાય તે વેચે અને ઘરનું ગુજરાન ચલાવે. ચારેય દીકરા બહુ મોટા પણ એક પણ દીકરો ખેડુને કામ ન લાગે. આમ તો વર્ષો વિતતા. એક દિવસ ખેડૂત બહુ બીમાર પડ્યો. હવે તેને બચવાની શક્યતા નહોતી.

ખેડુને વિચાર આવ્યો કે મારા પછી આ જમીન નું શું થશે ? છોકરાઓ તો બહુ આળસી, કોઈ કામના કરે ને જમીન વેચી અને પૈસા લઈ લેશે ! ખેડૂત બોલ્યો હે પ્રભુ મને એવો કોઈ ઉપાય શુ જાડ કે મારા આ ચારેય દીકરા ને હું કામે લગાડી શકું.

ખેડૂ એક દિવસ, દીકરાને બોલાવ્યા અને કહ્યું કે આપણા ખેતરમાં એક સોનાનો ઘડો દાટેલો છે. તે તમારા લોકો એ કાઢી લાવવાનું છે. કે છે કે લાલચ બૂરી બલા છે. બધા છોકરા તો ઉપડ્યા કોદાળી અને પાવડો લઈ અને ખેતર આખું નીંદી નાખ્યું જતા પણ તેને કાંઈ ન મળ્યું.

ત્યારે વરસાદી સિઝન હતી. ખેડેલા ખેતરમાં બિયારણ નાખી દીધું, વરસાદ આવી ગયો. અને જમીનમાંથી છોડવા ઊગી નીકળ્યા. પછી તો તેમાંથી પાકની વર્ષા થવા માંડી. અને પૈસાનો ઢગલો થયો. મહેનત કર્યા વગર કશુ મળતુ નથી. પછી ખેડુ ને હાશ થઇ. અને પોતાના છોકરાને મહેનત કરતા જોઈ. તેને થયું હવે આ જમીન આ ચાર છોકરાના નામે કરી. ખુશીથી હવે હું પ્રભુ પાસે જઈ શકીશ. આમ છોડ હોય કે બાળક માવજત વગર ક્યારેય ભેગું થતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Classics