MITA PATHAK

Tragedy Inspirational

4.0  

MITA PATHAK

Tragedy Inspirational

મારુ ઘર

મારુ ઘર

1 min
370


મમ્મીજી કયારે રજા આપશે ? આજે તમે ડૉ.ને પૂછી લેજો, મને દવાના ઘેનથી કોણ આયુ ! ને કોણ જાય છે ? ખબર જ નથી પડતી. મમ્મી, તું આરામ કર તને જલદી રજા આપશે. પણ કયારે આજે એક મહિનો થઈ ગયો. મારા વાળ પણ ઉતરવા લાગ્યા છે. આ ડૉ. કેવી દવા આપે છે. ? .હા હું શું કહેતી હતી. ? છોકરાઓની મને બહું યાદ આવે છે. મારા બાળકો મારા વગર એકલા પડી ગયા હશે ! એક વાર રજાના દિવસે આવે છે. વૈદહી(10year ) વેદ(11year) મારા વગર શું.. કરતાં હશે ?...બસ મારે તો ઘરે જવું છે. તેમને પણ મારા વગર ફાવતું નહિ હોય.. ! મારું ઘર ! તમે બધા કેટલા હેરાન થાવ છો...મમ્મીજી મને હવે ઘરે જવું છે.

બેટા જલદી સારુ થઈ જશે.....તારે ઘરે જવું છે ને ? !

હા મમ્મીજી...હા તું થોડી વાર આરામ કર હું ફોન કરીને રે વાત કરીને તારી યાદ આપી લઉં છું. સરોજ તમને બધાને યાદ કરે છે. હા મમમ્મીજી, મારા બાલમંદિરમાં પણ મારા બાળકોને અને કાશબેન પણ યાદ અપાવજો. બધું બરાબર છે ને. ?.હું જલદી રજા લઈને ઘરે આવી જઈશ એવું કહેજો.... કમજોરી અને ઓછા ખોરાકને કારણે સરોજ ધીમે ધીમે બોલતા બોલતા સૂઈ જાય છે. 

એટલામાં ખબર જોવાં આવનાર મહેમાન આવે છે. કેવું છે હવે સરોજને સારું તો નહિ પણ ઘરે જવું જવું કરીને કેટલાય પ્રશ્નો પૂછે છે. ?

ઘર અને બાળકોની ચિંતા કરે છે. અને તેના કારણે તે તેના રોગ સામે સતત લડાઈ કરે છે. મને મટી જશે કાંઈ થવાનું નથી. કેન્સરની મને અસર છે કંઈ તેથી મરી થોડું જવાય ? મારા બાળકોનું કોણ...... ? મારી ઢીંગલી જેવી છોકરીની કાળજી કોણ રાખે..અને સતિશ મારા વગર અડધા થઈ ગયા છે. એટલે ! ડૉક્ટર. મળે એટલી વખત કહું છું મારે મરવું નથી ! મારે ઘરે જવું છે એટલે તમે તો મારા ભગવાન છો..મને જલદી સારી કરી દો..મારે ઘરે જવું છે. બસ આવી જ આખો દિવસ વાતો કરે છે.

મહેમાન...ઓહ ! ભગવાન ! આવું દુઃખ કોઈને ન બતાવે. હજું શું ઉમર છે... ! ભગવાન બધું સારું કરશે ઉમા બેન..... ! તમે તમારી પણ તબિયત સાચવજો. કંઈ કામકાજ હોય તો કહેજો..હું જાઉં. 

  આમ બે મહિના વીતી ગયા...સરોજ બિમારી સાથે રોજ લડતી રહી...અને ઘરે પાછા જવાની તીવ્ર ઈચ્છાને કારણે હવે તેને ઘણું સારું છે. ડૉકટર કહ્યું છે કે હજું બે મહિના જેવું દવા અને દવાખાને બતાવવા આવવું પડશે. પણ તેને ઘરે તમે લઈ જઈ શકો છો. આ વાત જાણી સરોજ બહું જ ખુશ છે. હાશ ! હું મારા ઘરે જઈશ અને મારા બાળકો સાથે રહીશ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy